Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

CM ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં આયોજિત થનાર વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઇ

અહેવાલ - શક્તિસિંહ રાજપુત,અબાજી આગામી તા ૧૫ નવેમ્બરના રોજ યાત્રાધામ અંબાજી ખાતેથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવશે. સરકારશ્રીની પ્રજા કલ્યાણકારી યોજનાનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચાડવા અનુસૂચિત જાતિ વિસ્તારોમાં જન જાતિય ગૌરવ દિવસ અને બાકીના વિસ્તારમાં...
cm ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં આયોજિત થનાર વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઇ
અહેવાલ - શક્તિસિંહ રાજપુત,અબાજી
આગામી તા ૧૫ નવેમ્બરના રોજ યાત્રાધામ અંબાજી ખાતેથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવશે. સરકારશ્રીની પ્રજા કલ્યાણકારી યોજનાનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચાડવા અનુસૂચિત જાતિ વિસ્તારોમાં જન જાતિય ગૌરવ દિવસ અને બાકીના વિસ્તારમાં વિકસીત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેની તૈયારીઓની સમીક્ષા માટે પાલનપુર ખાતે કલેક્ટરશ્રી વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી.
Image preview
આ બેઠકમાં વિવિધ વિભાગના અધિકારીશ્રીઓએ જિલ્લા કલેકટરશ્રીને પોતાના વિભાગની વિવિધ યોજનાઓની કામગીરી અને કાર્યક્રમ સંદર્ભે કરવામાં આવેલ તૈયારીઓ વિશે અવગત કર્યા હતા. આ દિવસે લાભાર્થીઓને સ્થળ પર જ વિવિધ યોજનાઓના લાભ મળી રહે એ માટે અંબાજી સંસ્કૃત પાઠશાળા ખાતે સેવાસેતુનું આયોજન કરવામાં આવ્યું છે. જે સંદર્ભે કલેકટરશ્રી દ્વારા અધિકારીઓને આનુષાંગિક સૂચનાઓ આપવામાં આવી હતી. આ દિવસે અંબાજી સંસ્કૃત પાઠશાળા ખાતે આયોજિત સેવાસેતુમાં નાગરિકો વિવિધ યોજનાઓના પ્રત્યક્ષ લાભ મેળવી શકશે.
Image preview
વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન આયુષ્યમાન ભારત યોજના, પ્રધાન મંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના, દીનદયાલ અંત્યોદય યોજના, પ્રધાન મંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, કિસાન સન્માન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પોષણ અભિયાન, હર ઘર જલ- જલજીવન મિશન, સ્વામિત્વ યોજના, જનધન યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, નેનો ફર્ટીલાઇઝર યોજના, પ્રાકૃતિક કૃષિ અને રસાણિક ખાતરોનો વપરાશ ઓછો કરવા સહિતની ૧૭ યોજનાઓને આવરી લેવામાં આવી છે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, નિવાસી અધિક કલેક્ટર સુશ્રી આર.એન.પંડ્યા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર.આઇ.શેખ સહિતના અધિકારીઓ ઉપસ્થતિ રહ્યા હતા.જિલ્લા કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલ દ્વારા થયેલ તૈયારીઓની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
Advertisement
Tags :
Advertisement

.