છેલ્લા 1 વર્ષમાં વડાપ્રધાને ગુજરાતને આપી આટલી અમુલ્ય ભેટો, રાજ્યના વિકાસને આપ્યો વેગ
સીએમ તરીકેનો 13 વર્ષનો કાર્યકાળ હોય કે પીએમ તરીકેનો છેલ્લા 9 વર્ષનો કાર્યકાળ, ગુજરાતની જનતાએ દરેક ચૂંટણીમાં પીએમ મોદીના નામ પર ભાજપને ખોબે-ખોબે મત આપ્યા છે , ગુજરાતની જનતામાં તેમની લોકપ્રિયતા ન ભૂતો ન ભવિષ્યતિ જેવી કહીએ તો પણ ખોટુ નહીં ગણાય. ગુજરાતની જનતાએ મુખ્યમંત્રી અને વડાપ્રધાન બન્ને કાર્યકાળમાં શ્રી નરેન્દ્રભાઇને ભરપૂર પ્રેમ આપ્યો છે, તો બીજી તરફ પોતાના સીએમ અને પીએમતરીકેના અત્યાર સુધીના એમ બન્ને કાર્યકાળમાં નરેન્દ્રભાઇએ ગુજરાતને વિકાસ કાર્યોની ભેટ આપવામાં પાછુ વળીને નથી જોયું..આમ તો સતત નવ વર્ષ સુધી તેઓ ગુજરાતને સતત વિકાસ કામોની ભેટ આપતા જ રહ્યા છે.. પરંતુ હાલ નજર કરીએ છેલ્લા 1 વર્ષમાં તેમણે ગુજરાત પર વરસાવેલા હેતની.. તેમણે આપેલા વિકાસ કામોના ભેટની.
સુરતમાં નવા બાયોડાયવર્સિટી પાર્કનું ખાતમુહૂર્ત
સપ્ટેમ્બર 2022માં સુરતમાં રૂ.3400 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત, જેમાં મહત્વાકાંક્ષી ડ્રીમ (DREAM) સિટી પ્રોજેક્ટના રૂ.370 કરોડના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ રૂ.139 કરોડના ખર્ચે સુરતમાં નવા બાયોડાયવર્સિટી પાર્કનું ખાતમુહૂર્ત.
અમદાવાદ મેટ્રોના પ્રથમ તબક્કાનું લોકાર્પણ
સપ્ટેમ્બર 2022માં રૂ.12 હજાર કરોડથી વધુના ખર્ચે અમદાવાદ મેટ્રોના પ્રથમ તબક્કાનું લોકાર્પણ સપ્ટેમ્બર, 2022માં ભાવનગર ખાતે વિશ્વના પ્રથમ CNG ટર્મિનલ, બ્રાઉન ફિલ્ડ પોર્ટનો શિલાન્યાસ. રૂ.4024 કરોડના ખર્ચે આ બંદર વિકસિત કરવામાં આવશે. આ ઉપરાંત, ભાવનગરમાં પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર અને APPL કન્ટેનરનું ઉદ્ઘાટન.
તારંગા હિલથી આબુ રોડ બ્રોડગેજ રેલવે લાઇનનું ભૂમિપૂજન
સપ્ટેમ્બર, 2022માં બનાસકાંઠામાં રૂ.7908 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત. વિવિધ આવાસ યોજના અંતર્ગત 61,805 આવાસોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તારંગા હિલથી આબુ રોડ બ્રોડગેજ રેલવે લાઇનનું વડાપ્રધાનશ્રીના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યુ હતું.
ગુજરાતને વંદે ભારત ટ્રેનની ભેટ આપી
સપ્ટેમ્બર,2022માં વડાપ્રધાનશ્રીએ ગુજરાતને વંદે ભારત ટ્રેનની ભેટ આપી.ઓક્ટોબર,2022માં જામનગરમાં સૌની (SAUNI) યોજનાના બીજા અને ત્રીજા તબક્કાનું લોકાર્પણ.રૂ.300 કરોડથી વધુના ખર્ચે સૌની યોજનાના લિંક-1 પેકેજ-5 તેમજ રૂ.700 કરોડથી વધુના ખર્ચે લિંક-3 પેકેજ-7નું લોકાર્પણ
અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં રૂ.712 કરોડની આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, જેમાં હૃદયની અદ્યતન સારવાર માટે રૂ.54 કરોડના આધુનિક મશીનો અને વિશ્વસ્તરીય સુવિધાઓનું લોકાર્પણ, યુ.એન. મેહતા હોસ્પિટલમાં રૂ.71 કરોડના ખર્ચે નિર્મિત નવી હોસ્ટેલ બિલ્ડિંગનું લોકાર્પણ, કિડની રિસર્ચ સેન્ટર માટે રૂ.408 કરોડના ખર્ચે નિર્મિત નવી હોસ્પિટલનું લોકાર્પણ, મેડિસિટીમાં રૂ.140 કરોડના ખર્ચે નિર્મિત GCRIની નવી બિલ્ડિંગનું લોકાર્પણ
સાબરમતી-જગુદણ ગેજ કન્વર્ઝનનું લોકાર્પણ
ઓક્ટોબર, 2022માં ગુજરાતનું મોઢેરા ગામ 24X7 સોલાર પાવર્ડ વિલેજ જાહેર થયું.ઓક્ટોબર,2022માં મહેસાણા ખાતે રૂ.2890 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, જેમાં રૂ.511 કરોડના ખર્ચે સાબરમતી-જગુદણ ગેજ કન્વર્ઝનનું લોકાર્પણ,રૂ.336 કરોડના ખર્ચે ONGC-નંદાસણ સરફેસ ફેસિલિટીનું લોકાર્પણ
બલ્ક ડ્રગ પાર્કનું ખાતમુહુર્ત
ઓક્ટોબર, 2022માં ભરૂચમાં રૂ.8200 કરોડથી વધુના વિકાસકાર્યો અને પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, જેમાં ભરૂચમાં રૂ.2500 કરોડના ખર્ચે રાજ્યના પ્રથમ સર્વ સુવિધાયુક્ત બલ્ક ડ્રગ પાર્કનું ખાતમુહુર્ત
20 લાખ લિટર પ્રતિ દિવસની ક્ષમતાવાળા અમુલના પ્લાન્ટનું ખાતમુહૂર્ત
ઓક્ટોબર,2022માં રાજકોટ, મોરબી જિલ્લા તથા અન્ય જિલ્લાના રૂ.7710 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, જેમાં રાજકોટના ગઢકામાં 119 એકરમાં 20 લાખ લિટર પ્રતિ દિવસની ક્ષમતાવાળા અમુલના પ્લાન્ટનું ખાતમુહૂર્ત, મોરબીમાં, મેડીકલ કોલેજ, ફોરલેન રોડ, રેલવે ઓવરબ્રિજ, નવી જિલ્લા કોર્ટ કચેરી સહિતના વિકાસકાર્યો
પોરબંદરમાં GMERS મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલનું ખાતમુહૂર્ત
ઓક્ટોબર,2022માં જૂનાગઢમાં કુલ રૂ.4155.17 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, જેમાં ઉમરગામથી લખપત કોસ્ટલ હાઈવે યોજના માટે રૂ.2440 કરોડનો ખર્ચ, પોરબંદરમાં 600 બેડની GMERS મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલનું ખાતમુહૂર્ત
સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રોડને પહોળો કરવાની કામગીરી
ઓક્ટોબર,2022માં તાપી-નર્મદા-સુરત જિલ્લામાં રૂ.2083 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ, જેમાં સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રોડને દસ મીટર પહોળો કરવાની કામગીરી શરૂ, તાપી તથા નર્મદા જિલ્લામાં પાણી પુરવઠાને લગતા 4 કાર્યોનું ખાતમુહૂર્ત, સુરત અને તાપી જિલ્લામાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના 11 કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
મિયાવાકી ફોરેસ્ટનું લોકાર્પણ
ઓક્ટોબર,2022માં થરાદથી રૂ.8000 કરોડથી વધુ મૂલ્યના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત, કેવડિયા ખાતે પ્રવાસીઓ માટે ભુલભુલૈયા ગાર્ડન અને મિયાવાકી ફોરેસ્ટનું લોકાર્પણ
ગ્રીન એડમિનિસ્ટ્રેટિવ બ્લોક ધરાવતી ગુજરાત રાજ્યની પ્રથમ સ્ટેટ યુનિવર્સિટીનું લોકાર્પણ
ઓક્ટોબર, 2022માં પંચમહાલના જાંબુઘોડામાં ₹885.42 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ, જેમાં ગોવિંદગુરુ યુનિવર્સીટી ગ્રીન એડમિનિસ્ટ્રેટિવ બ્લોક ધરાવતી ગુજરાત રાજ્યની પ્રથમ સ્ટેટ યુનિવર્સિટીનું લોકાર્પણ
કૌશલ્યા- ધ સ્કિલ યુનિવર્સિટીના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત
રૂ.522 કરોડના ગોધરા મેડિકલ કોલેજ અને રૂ.164 કરોડના કૌશલ્યા- ધ સ્કિલ યુનિવર્સિટીના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત, સ્વાતંત્ર્ય સંગ્રામના વીર શહીદોની યાદમાં સંત જોરિયા પરમેશ્વર પ્રતિમા અને શહીદ રૂપસિંહ નાયક સ્મારક પ્રતિમાનું લોકાર્પણ
શહેરી વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત
મે, 2023માં ગુજરાતમાં રૂ.2452 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત, જેમાં રૂ.1654 કરોડના ખર્ચે શહેરી વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત, પાણી પુરવઠાના રૂ.734 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત