Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભરૂચના નંદેલાવમાં શું ઘરમાં ચાલતું હતું કુટણખાનું..? 

અહેવાલ- દિનેશ મકવાણા, ભરૂચ ભરૂચના નંદેલાવમાં શું ઘરમાં ચાલતું હતું કુટણખાનું..? ઘરમાં મોટા પાયે કુટણખાનું ચાલતું હોવાની બાતમીના આધારે રેડ કરી રૂપિયાનો વહીવટ થતા મામલો રફેદફે.. 4 અજાણ્યા લોકોએ રેડ પાડી મોબાઇલમાં વિડીયો કરી રોકડા રૂપિયા અને 33000 google પેથી...
ભરૂચના નંદેલાવમાં શું ઘરમાં ચાલતું હતું કુટણખાનું    
અહેવાલ- દિનેશ મકવાણા, ભરૂચ
ભરૂચના નંદેલાવમાં શું ઘરમાં ચાલતું હતું કુટણખાનું..?
ઘરમાં મોટા પાયે કુટણખાનું ચાલતું હોવાની બાતમીના આધારે રેડ કરી રૂપિયાનો વહીવટ થતા મામલો રફેદફે..
4 અજાણ્યા લોકોએ રેડ પાડી મોબાઇલમાં વિડીયો કરી રોકડા રૂપિયા અને 33000 google પેથી લઈ મામલો રફેદફે કર્યો હોવાના અહેવાલ..
કુટણખાનામાં કોંગ્રેસની એક મહિલા ની:વસ્ત્ર વીડિયોમાં કેદ થતા વીડિયો વાયરલ..
 ભરૂચ તાલુકાના નંદેલાવ ગામમાં એક મકાનમાં દેહનો વેપાર ચાલતો હોવાની માહિતીના આધારે ચાર લોકોએ મોબાઇલમાં વીડિયો ચાલુ રાખી રેડ કરી હતી પરંતુ સમગ્ર પ્રકરણમાં મોટી રકમનો વહીવટ થતાં મામલો રફેદફે થયો હતો. સમગ્ર ઘટનાના વિડીયો સામે આવતા પોલીસની કામગીરી ઉપર સવાલો ઊભા થઈ ગયા છે.
રૂપિયાનો વહીવટ થતાં સમગ્ર મામલો રફેદફે
ભરૂચ તાલુકાના નંદેલાવ ગામના એક મકાનમાં મોટા પાયે દેહ વેપાર ચાલતો હોવાની માહિતી કેટલાક લોકોને મળી હતી અને 4 લોકોએ  એક મકાનમાં ચાલતા કુટણખાના ઉપર રેડ પાડી હતી અને રેડ દરમિયાન મકાનના વિવિધ રૂમમાં ચેકિંગ કરાતા એક રૂમમાં યુવક-યુવતી ઝડપાઈ ગયા હતા જેમાં ની:વસ્ત્ર થયેલી એક યુવતી કોંગ્રેસની હોવાનું સામે આવ્યું હતું અને આ મહિલાનો પતિ વકીલ હોય અને તેણે છૂટાછેડા આપ્યા હોવાના પણ અહેવાલો સામે આવ્યા છે. આ મહિલાએ તેના પરિવારમાં તેને બે સંતાન હોય અને ભાડાના મકાનમાં રહેતી હોય જેના કારણે તેના વિડીયો વાયરલ ન થઈ જાય તે માટે તેણીએ વિડીયો ઉતારનારા પાસે આજીજી કરી તેણે પોતે અને તેની સાથે રહેલા યુવકે વિડીયો વાયરલ ન કરવા માટે રૂપિયા ચૂકવ્યા હતા અને રૂપિયાનો વહીવટ થતાં સમગ્ર મામલો રફેદફે થઈ ગયો હતો
જિલ્લા પોલીસ વડા દ્વારા ઝીણવટ ભરી તપાસ કરવામાં આવે તે પણ જરૂરી
 ઉલ્લેખનીય બાબત એ છે કે સમગ્ર ઘટનામાં ફરિયાદી પોલીસ મથકે ફરિયાદ કરવા ગયા હતા. સમગ્ર ઘટનામાં જિલ્લા પોલીસ વડા દ્વારા ઝીણવટ ભરી તપાસ કરવામાં આવે તે પણ જરૂરી બની ગયું છે કુટણખાનું ચાલતું હતું તો કોના ઈશારે ચાલતું હતું..? કુટણખાનાથી સ્થાનિક પોલીસ અજાણ હતી..? શું ખાનગી ઘરમાં કુટણખાનાઓ ચાલી રહ્યા છે ખરા..? સમગ્ર ઘટનામાં હાલ તો રૂપિયાનો વહીવટ થતાં મામલો રફેદફે થઈ ગયો છે
શું યુવતી કોંગ્રેસની કાર્યકર 
 કેદ થયેલી ની:વસ્ત્ર યુવતી કોંગ્રેસના કાર્યકમોમાં આવતી હોય અને તે કોંગ્રેસની કાર્યકર હોવાની માહિતી પણ સામે આવી છે. વીડિયોમાં દેખાતી ની:વસ્ત્ર કોંગ્રેસની મહિલા કાર્યકર પતિથી તરછોડાયેલી હોવાની માહિતી સામે આવી છે
અગાઉ પણ મામલો બહાર આવ્યો હતો
ભરૂચ જિલ્લામાં ગેસ્ટ હાઉસ,  મસાજ પાર્લર અને ખાનગી મકાનોમાં દેહના વેપાર ચાલતા હોવાની અનેકવાર ફરિયાદો ઉઠી રહી છે ત્યારે નંદેલાવ ગામમાં ખાનગી મકાનમાં દેહનો વેપાર ચાલતો હોવાનો પર્દાફાશ થયો હતો પરંતુ સમગ્ર મામલે રેડ કરનારાઓને રૂપિયા મળી જતા સમગ્ર મામલો રફેદફે થઈ ગયો છે. થોડા દિવસ અગાઉ વડોદરા રેલવે સ્ટેશન ઉપર એક યુવતી કે જે માતા પિતા વિનાની હોય તે મળી આવી હતી અને તેણીએ રેલવે વિભાગના એક અધિકારીને તેની વેદના જણાવી હતી જેમાં તેણીએ કહ્યું હતું કે અંકલેશ્વરમાં એક સ્પામાં મારી પાસે ખરાબ કામ કરાવાય છે.મારી પાસે પૈસા ન હોવાના કારણે હું રેલવે સ્ટેશનમાં ટ્રેનમાં બેસી ગઈ છે જેને લઇ રેલવે સ્ટેશનના અધિકારીએ 181 ને જાણ કરી હતી. ઘણા સમગ્ર મામલાની ગંભીરતાની વડોદરા રેલવે વિભાગના અધિકારીઓએ લીધી હતી.
Advertisement
Tags :
Advertisement

.