Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતમાં આજે મેઘરાજાની મહેર, વેરાવળ અને અમેરલીમાં વાતાવરણમાં આવ્યો પલટો

RAIN NEWS : મોસમ વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ વરસાદ આજે વરસ્યો છે. ગુજરાતમાં હવે ધીરે ધીરે વરસાદની શરૂઆત થઈ રહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે મેઘરાજના વધામણા થયા છે. વરસાદના આગમનને કારણે હવે...
ગુજરાતમાં આજે મેઘરાજાની મહેર  વેરાવળ અને અમેરલીમાં વાતાવરણમાં આવ્યો પલટો

RAIN NEWS : મોસમ વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ વરસાદ આજે વરસ્યો છે. ગુજરાતમાં હવે ધીરે ધીરે વરસાદની શરૂઆત થઈ રહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે મેઘરાજના વધામણા થયા છે. વરસાદના આગમનને કારણે હવે લોકોને છેલ્લા કેટલાક સમયથી પડી રહેલી ગરમીથી છુટકારો મળ્યો છે.વરસાદના આગમનના કારણે ખેડૂતોમાં પણ હવે ખુશીનો માહોલ જામ્યો છે.

Advertisement

વેરાવળના ગ્રામ્ય વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદની શરૂઆત

વેરાવળના ગ્રામ્ય વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદની શરૂઆત થઈ છે. વેરાવળના પંડવા,કોડિદ્રા,માથશુરીયા, ભેટાળી,સહિતના ગામોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી જ અહી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જોકે ગતરોજ સવારે વરસાદે એન્ટ્રી કર્યા બાદ દિવસ દરમિયાન વિરામ લીધો હતો. જેના કારણે લોકો પણ ગરમીથી ભારે બફાટ અનુભવી રહ્યા હતા.ત્યારે આજે સવારે ફરી મેઘરાજાએ એન્ટ્રી કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં પણ વરસાદ શરૂ

વધુમાં જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં પણ વરસાદ શરૂ થયો હતો.તેની સાથે સાથે અમરેલીના શેત્રુજી નદીના વિસ્તારમાં પણ મેઘરાજાએ એન્ટ્રી લીધી હતી.અમરેલીના ગ્રામ્યના દેવભૂમિ દેવળીયા, ચકકરગઢ, ગોખરવલા ગામમાં વરસાદી ઝાપટાઓ આવ્યા હતા.

Advertisement

આ પણ વાંચો : IDAR : પાંજરાપોળ દ્વારા ૧૪૦ એકર જમીન પર ગણોતિયા પાસેની જમીનો ખૂલ્લી કરાવવાની હિલચાલ

Advertisement
Tags :
Advertisement

.