Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગોંડલમાં પરિણીતાના પતિના બે મિત્રોએ હેવાન બની દુષ્કર્મ આચર્યું, ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી

ગોંડલ શહેરના હાર્દસમા વિસ્તારમાં રહેતી પરણીતાના પતિના બે મિત્રોએ પરિણીતાની એકલતાનો લાભ લઈ વારાફરતી દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી પરિણીતાને મેડિકલ ચેકઅપ માટે ગોંડલ બાદ રાજકોટ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. ગોંડલ પોલીસ સ્ટેશન...
05:36 PM Jan 08, 2024 IST | Harsh Bhatt
ગોંડલ શહેરના હાર્દસમા વિસ્તારમાં રહેતી પરણીતાના પતિના બે મિત્રોએ પરિણીતાની એકલતાનો લાભ લઈ વારાફરતી દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી પરિણીતાને મેડિકલ ચેકઅપ માટે ગોંડલ બાદ રાજકોટ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.

ગોંડલ પોલીસ સ્ટેશન

ગણતરીના કલાકોમાં જ ગોંડલ પોલીસે  આરોપીની ધરપકડ કરી

પ્રાપ્ત વિગતો મુજબ, ગોંડલ શહેરના હાર્દસમા વિસ્તારમાં સાંજના 10:30 વાગ્યાના સુમારે ભગવતપરા વિસ્તારમાં રહેતા ભાવેશ વાઘેલા અને મયુર રાઠોડ નામના બે શખ્સો તેના મિત્રના ઘરે બેસવા ગયા હતા. બાદમાં ત્રણેય ત્યાંથી નીકળી ગયા હતા અને પરિણીતા ઉં.વ. 30 નો પતિ ઘરે ન હોય ભાવેશ અને મયુરે પરિણીતાના ઘરે પરત આવી બળજબરીપૂર્વક પહેલા ભાવેશે અને બાદમાં મયુરે દુષ્કર્મ આચર્યું હતું.
થોડા સમય બાદ તેનો પતિ ઘરે આવતા પરિણીતા એ સમગ્ર હકીકત જણાવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.  પોલીસે આઈપીસી કલમ 376 ડી 327 114 મુજબ ગુનો નોંધી પરિણીતાને મેડિકલ ચેકઅપ માટે પ્રથમ ગોંડલ બાદ રાજકોટ હોસ્પિટલે ખસેડી હતી. બનાવ અંગેની તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનનાં પીઆઈ ડામોર તેમજ તેમના રાઇટર ખોડુભાએ હાથ ધરી હતી.
આ દુષ્કર્મની ઘટના બની હતી ત્યારે પરિણીતાનો પાંચ વર્ષનો પુત્ર ઘરમાં સૂતો હતો અને પતિના મિત્રો હેવાન બની પરિણીતા પર તૂટી પડ્યા હતા. પરંતુ પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી પરિણીતાને ન્યાય અપાવ્યો હતો.
અહેવાલ - વિશ્વાસ ભોજાણી 
આ પણ વાંચો -- Ahmedabad : ગુનાખોરી ઓછી બતાવવાનો નવો કીમિયો! બાપુનગરમાં 6 મોબાઇલ ચોરાયાં, પોલીસે 3 FIR માં તમામનો સમાવેશ કર્યો
આ પણ વાંચો -- વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવીની અધ્યક્ષતામાં સિક્યુરિટી રિવ્યુ બેઠક યોજાઇ
આ પણ વાંચો -- india maldives Row : PM Modi વિરુદ્ધ ટિપ્પણી બદલ એક્શનમાં સરકાર, માલદીવ્સના હાઇ કમિશનર વિદેશ મંત્રાલય પહોંચ્યા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ અને આપે દેશ વિદેશની બધી જ માહિતી. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
CRIME AGAINST WOMENGondalGondal PoliceGujaratGujarat FirstHUSBAND FRIENDinquiryRape
Next Article