Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગોંડલમાં માતાએ બે માસૂમ પુત્રી સાથે કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યો

અહેવાલ - વિશ્વાસ ભોજાની, ગોંડલ  ગોંડલમાં માતાએ પોતાની બે માસુમ પુત્રી સાથે કૂવામાં ઝંપલાવીને આપઘાત કર્યો છે. ફાયરે રેસ્ક્યુ ઓપરેશન કરીને ત્રણેયના મૃતદેહ કુવામાંથી બહાર કાઢ્યા હતા. ત્રણેય મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે મોતનું કારણ જાણવા વધુ...
08:14 PM Nov 20, 2023 IST | Maitri makwana

અહેવાલ - વિશ્વાસ ભોજાની, ગોંડલ 

ગોંડલમાં માતાએ પોતાની બે માસુમ પુત્રી સાથે કૂવામાં ઝંપલાવીને આપઘાત કર્યો છે. ફાયરે રેસ્ક્યુ ઓપરેશન કરીને ત્રણેયના મૃતદેહ કુવામાંથી બહાર કાઢ્યા હતા. ત્રણેય મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે મોતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

માતાએ કૂવામાં બે પુત્રી સાથે ઝંપલાવી આપઘાત કર્યો

ગોંડલ તાલુકાના મસીતાળા ગામની બહાર આવેલા માતાએ કૂવામાં બે પુત્રી સાથે ઝંપલાવી આપઘાત કર્યો છે. 100 ફૂટ ઊંડા કૂવામાં 80 ફૂટ પાણી ભરેલું હતું. કૂવામાં છલોછલ પાણી ભરેલું હોવાથી માતા અને પુત્રી સહિત ત્રણેના મોત નીપજ્યા છે. સ્થાનિક લોકો દ્વારા આજે સવારે 10.30 કલાકે ઘટના અંગે ફાયરને જાણ કરવામાં આવી હતી. મહિલા અને પુત્રી કૂવામાં પડ્યા હોવાનો કોલ મળતા ફાયરનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે ઘસી ગયો હતો.

ગોંડલ ફાયર સ્ટાફે 4 થી 5 કલાક રેસ્ક્યુ કર્યું

ફાયર ઓફિસર એસ.વી.વસાણી, નયનભાઈ, જયરાજસિંહ, અભિરાજસિંહ, પ્રકાશભાઈ, કિશોરભાઈ ગોહિલ, રવિભાઈ વ્યાસ, જયેશભાઈ, હિરેનભાઈ અને અશ્વિન ભાઈ દ્વારા માતા અને પુત્રીને બહાર કાઢવા માટે 4 થી 5 કલાક રેસ્ક્યુ કર્યું હતું. રાણીબેન દેવરામભાઈ માલાણી, રાજલ દેવરામભાઈ માલાણી અને વેજલ દેવરામભાઈ માલાણીનો મૃતદેહ ને કુવા માંથી બહાર કાઢ્યો હતો. મૃતક માતા અને બંને માસુમ પુત્રીના મૃતદેહને પીએમ અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. મૃતક રાણીબેન ઘરકામ કરતા હતા. માતા અને બે પુત્રીના ચકચારી આપઘાતને લઈ ગોંડલ સુલતાનપુર પોલીસે કેસની વધુ તપાસ હાથ ધરી છે.

પતિએ અગમ્ય કારણોસર આપઘાત કર્યો હતો

બે વર્ષ પહેલાં પતિએ અગમ્ય કારણોસર આપઘાત કર્યો હતો. મૃતક રાનીબેન પિયર તેમના માતા પિતા સાથે મસીતાળા રહેતા હતા. દીકરીના પિતા પશુપાલન દ્વારા દૂધનો વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. રાણી બહેનને પિયરમાં માતા પિતા ઉપરાંત ત્રણ ભાઈઓ છે. રાણીબેનના સાસરિયા પાદરિયા ગામ જૂનાગઢ ખાતે રહે છે. તેમના લગ્નને અંદાજે 5 વર્ષ જેટલો સમય થયો છે.

આ પણ વાંચો - લાઠી બાબરાના પૂર્વ ધારાસભ્યના ભાજપ સરકાર સામે પ્રહારો

Tags :
GondalGujaratGujarat Firstmaitri makwanasuicide
Next Article