Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Bharuch : સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું

અહેવાલ---દિનેશ મકવાણા, ભરૂચ  ભરૂચ એસઓજી પોલીસને મોટી સફળતા મળી સસ્તા અનાજની દુકાનમાંથી લાભાર્થીઓનું અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપી પાડતા ૩ની ધરપકડ ટેમ્પો ભરી રસ્તામાં કોઈ રોકે નહિ તે માટે નકલી બોગસ બિલ પણ તૈયાર કરતા હતા કાળા બજારીયા મકતમપુરનો સસ્તા...
06:46 PM Sep 14, 2023 IST | Vipul Pandya
અહેવાલ---દિનેશ મકવાણા, ભરૂચ 
ભરૂચમાં સસ્તા અનાજની દુકાનમાંથી લાભાર્થીઓને પૂરતા પ્રમાણમાં અનાજ આપવાના બદલે દુકાનદારો સરકારી અનાજનું કાળા બજારી કરતા હોવાના અનેકવાર કિસ્સાઓ સામે આવતા હોય છે.આવો જ એક કિસ્સો ભરૂચ એસ ઓ જી પોલીસે ખુલ્લો પાડ્યો છે જેમાંથી 15 હજાર કિલોથી વધુ ઘઉં ચોખાના જથ્થા સાથે 3 કાળા બજારીયાની ધરપકડ કરી એકને વોન્ટેડ જાહેર કર્યો છે
આઇસર ટેમ્પોમાંથી મોટા પ્રમાણમાં ઘઉં ચોખાનો જથ્થો મળી આવ્યો
ભરૂચ જિલ્લામાં સસ્તા અનાજની દુકાનમાંથી લાભાર્થીઓને પૂરતા પ્રમાણમાં સરકારી અનાજનો જથ્થો આપવામાં આવતો નથી તેવી અનેકવાર ફરિયાદો ઉઠતી હોય છે પરંતુ દુકાનદારો કાળા બજારી કરતા હોવાના પણ અનેકવાર કિસ્સાઓ સામે આવ્યા છે. ભરૂચના મક્તમપુરની સસ્તા અનાજની દુકાનમાંથી મોટા પ્રમાણમાં અનાજનો જથ્થો આઇસર ટેમ્પોમાં ભરી સગે વાગે થનાર હોવાની માહિતીના આધારે ભરૂચ એસઓજી પોલીસ તપાસમાં હતી તે દરમિયાન જ આઇસર ટેમ્પોને રોકી તેમાં તલાસી લેતા મોટા પ્રમાણમાં ઘઉં ચોખાનો જથ્થો મળી આવ્યો હતો. ચાલક અને તેની અંદર રહેલા અન્ય એક વ્યક્તિની પૂછપરછ કરતા તેઓએ અનાજનો જથ્થો મકતમપુરના ભાવેશ મિસ્ત્રીએ અંબાજી ફળિયામાંથી આપ્યો હોવાની કબુલાત કરી ઘઉં ચોખાના જથ્થા અંગે બિલ રજૂ કર્યા હતા.
ગુનો નોંધાયો 
ઘઉં ચોખાના 300 થી વધુ કટ્ટા મળી આવતા સૌપ્રથમ મુદ્દામાલ જપ્ત કરાયો હતો અને ત્યારબાદ મામલતદાર સહિતના અધિકારીઓના અભિપ્રાય અને ચકાસણી બાદ સમગ્ર ઘઉં અને ચોખાનો જથ્થો સરકારી હોય અને ગેરકાયદેસર રીતે કાળા બજારમાં સગે વગે થતો હોવાનું ફલિત થતા પોલીસે સરકારી અનાજના જથ્થાને કાળા બજારી કરવા અંગે તથા નકલી બિલો રજૂ કરવા મુદ્દે ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરી કાળા બજારીઓને ઝડપી પાડી જેલ હવાલે કરવા સાથે રિમાન્ડની તજવીજ કરી છે.
આરોપી
(૧) ભાવેશકુમાર મહેશભાઈ મિસ્ત્રી, અનાજ વેચનાર
(૨) હર્ષિલ કમલેશભાઈ શાહ
(૩) વિક્રમસિંહ રાયસીહ સોલંકી
(૪) વોન્ટેડ વિરાજસિંહ રામસિંહ પઢિયાર, સરકારી અનાજનો દુકાન સંચાલક)
બિલમાં રજૂ કરેલ જીએસટી નંબર પણ બોગસ નીકળ્યો
સરકારી અનાજનો જથ્થો સગેવગે કરવા માટે કાળા બજારીયાઓ હવે નકલી અને બોગસ બિલ પણ બનાવી રહ્યા છે અને આ બિલમાં જીએસટી નંબર પણ બોગસ દર્શાવતા હોવાનો ભાંડો ભરૂચ એસઓજી પોલીસની તપાસમાં ફૂટ્યો છે ભરૂચ એસ.ઓ.જી પોલીસે જીએસટી ઓફિસની પણ મુલાકાત કરતા જીએસટી નંબર ફ્રોડ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
આ પણ વાંચો-----નડિયાદનો કંકોડિયા સંઘ પગપાળા પહોંચ્યો અંબાજી, 251 પ્રકારની મીઠાઇ અને ફરસાણનો અન્નકૂટ ધરાવ્યો
Tags :
BharuchBharuch Policefood grain shopscam of smuggling food grains
Next Article