Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ankleshwar : સાસરિયા અને દિયરે બ્લેકમેલ કરી  ફોટા વાયરલ કરવાની ધમકી આપતા પરિણીતાનો આપઘાત

અહેવાલ--દિનેશ મકવાણા, ભરૂચ  અંકલેશ્વરમાં સાસરિયા અને દિયરે બ્લેકમેલ કરી બદનામ કરવાના ઇરાદે ફોટા વાયરલ કરવાની ધમકી આપતા પરિણીતાએ સ્યુસાઇડ નોટ લખી આપઘાત કરી લેતા  ચકચાર મચી ગઇ છે.  પોલીસે દિયર અને સાસુ સસરા સામે ગુનો દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન...
ankleshwar   સાસરિયા અને દિયરે બ્લેકમેલ કરી  ફોટા વાયરલ કરવાની ધમકી આપતા પરિણીતાનો આપઘાત
અહેવાલ--દિનેશ મકવાણા, ભરૂચ 
અંકલેશ્વરમાં સાસરિયા અને દિયરે બ્લેકમેલ કરી બદનામ કરવાના ઇરાદે ફોટા વાયરલ કરવાની ધમકી આપતા પરિણીતાએ સ્યુસાઇડ નોટ લખી આપઘાત કરી લેતા  ચકચાર મચી ગઇ છે.  પોલીસે દિયર અને સાસુ સસરા સામે ગુનો દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે
દિયર ગર્લફ્રેન્ડના સંબંધ રાખવા માટે હેરાન કરતો હોવાનું જણાવ્યું
અંકલેશ્વર સીટી પોલીસ મથકની હદમાં આવેલ સાંઈ સુમન રેસીડેન્સી અંકલેશ્વર સોસાયટીમાં રહેતી પરિણીતાના  મોટાભાઈ મણિકાંત મણી મંડલે  પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે બનેવીનો ફોન આવ્યો હતો કે મુદ્રિકા ફોન રિસીવ કરતી નથી અને પતિ ઘરે પહોંચતા તેમનો ફોન ભાઈ ઉપર આવ્યો હતો અને કહ્યું હતું કે મદ્રિકાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે જેના પગલે મૃતકના ભાઈથી માંડી તેમનું પરિવાર આવી પહોંચ્યું હતું. બહેને ગળે ફાંસો લગાવી આપઘાત કરતા પહેલા લખેલી સ્યુસાઇડ નોટમાં તેના સાસરીયા તેને માનસિક ત્રાસ આપતા હોય અને દિયર ગર્લફ્રેન્ડના સંબંધ રાખવા માટે હેરાન કરતો હોવાનું જણાવ્યું હતું  અને બદદાનતથી તેની ઉપર બળજબરી પૂર્વક આબરૂ લૂંટવાનો પણ પ્રયાસ કર્યો હતો અને અગાઉ આબરૂ લૂંટવાના પ્રયાસમાં હોઠ ઉપર ઈજા પણ થઈ હોવાનું સુસાઇડ નોટમાં લખ્યું હતું.
દિયર અને સાસુ સસરા સામે ગુનો નોંધાયો
પોલીસે આપઘાત પ્રકરણમાં દિયર અને સાસુ સસરા સામે આપઘાતની દુષ્પ્રેરણા આપવી તેમજ માનસિક ત્રાસ સહિતની આઈપીસી કલમ મુજબ ગુનો દાખલ કરી આરોપી દિયર અને સાસુ-સસરાની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે . પોલીસે આપઘાતની દુષ્પ્રેરણા આપનાર દિયર કનૈયા ઉર્ફે ભોલા ઉમાકાન્ત મંડલ , સસરા ઉમાકાંત સરયુગ મંડલ અને સાસુ સુનીતાદેવી ઉમાકાંત મંડલ સામે ગુનો નોંધી તરાસ શરુ કરી છે.
પિતાને સંબોધી સુસાઇડ નોટ વોટ્સએપ ઉપર મોકલી
આપઘાત કરનાર બહેનનો મોબાઇલ ચેક કરવામાં આવતા પપ્પાને સંબોધી ને એક મોટો મેસેજ ટાઈપ કરવામાં આવ્યો હતો જેમાં મરનાર બહેને લખેલું સોરી પપ્પા મેં કહી કી નહીં રહી હું આપને જિસ ખાનદાન મેં મેરી શાદી કરવાઇ વો ખાનદાન કભી આપ કે લાયક નહીં થા, ઇસ ઘર મેં આપકે દામાદ કે અલાવા ઓર કોઈ નહીં અચ્છે હૈ. મેરે દેવર ને શાદી કે દો દિન બાદ હી મેરે કુછ ગંદે પિક લે લિયા પતા નહીં કહા સે ઓર કેસે લીયા વો ઔર જબ મેં સુરત આઈ તો મુજે બ્લેકમેલ કરને લગા કે મેં ઉસે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ કી તરહ બાત કરું ઔર અગર મેં નહિ કી તો બહુ સારી પિક નેટ પર આપ સબ કો ભેજ દેગા ઓર જબ મેં ઘર ગઈ તો મેરે સાથ એક રાત જબરજસ્તી ભી કિયા જિસકે વજાસે મેરે લીપ (હોઠ) મેં ચોટ લગ ગયા થા..જો ચોટ મેરી સાસ ઓર મેરે પતિને ભી દેખા લેકિન મેં કિસી કો કુછ નહિ બતા પાતી થી ક્યુંકી મુજે ડર લગ રહા થા પતિ કીશુનજી મુજે છોડ દેંગે પર..અબ વો લોગ મુજે જ્યાદા બ્લેકમેલ કરને લગે હૈ..સુસાઇડ કર રહી હું..મમ્મી ભાઈજી ઓર ચિન્ટુ કિશનજી કા ખ્યાલ રખીયેગા. પ્લીઝ ઓર મુજે ઇન્સાફ દિલાયેગા કિસી કો મત છોડીયેગા પ્લીઝ પાપા પ્લીઝ ઓર મુજે માફ કર દીજીયેગા..આપકી જાન બસ્તી હૈ એટલું લખાણ આપઘાત કરનારે આ સુસાઇડ નોટમાં લખેલું છે જેનો સ્ક્રીનશોટ પણ પોલીસ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે
દિયર સાથે મોબાઇલમાં થયેલા ચેટિંગનો ભાંડો ફૂટ્યો..
આપઘાત કરનારી ભાભીએ દિયર સાથે પણ whatsapp માં ચેટિંગ કરેલી કેટલીક પોસ્ટ મળી આવી છે જેમાં દર્શાવેલું છે કે અબ તુમ કુછ નહીં કર પાઓગે.. જબ મે હી ન રહું તો રાત તક ન્યુઝ પહોંચ જાયેગા આપ કુછ નહીં એવો મેસેજ પાઠવેલ છે સાથે રાખીએ ઓર સોરી મેને રૂડલી બાત કી ઉસકે લીયે એક લાસ્ટ અપ ઇસ તરહ કિતની લડકી કા લાઇફ ખરાબ કિયા હૈ જેવા મેસેજ મળી આવતા તેમજ કેટલાક મેસેજ દિયરે ડીલીટ પણ કરેલા હોય જેના સ્ક્રીનશોટ પણ રજૂ કરવામાં આવ્યા છે
સાસુ સસરા અને દિયરે દહેજમાં ફોરવીલની માંગણી કરી મેણા ટોણા માર્યા હોવાના ફરિયાદમાં આક્ષેપ 
પરિણીતાના આપઘાતમાં દિયર અને સાસરિયા ઉપર ગંભીર પ્રકારની ફરિયાદમાં ચોકાવનારા આક્ષેપ કર્યા છે જેમાં દહેજ માં ફોરવીલ આપવાની માંગણી કરી તે બાબતે પણ મેણા ટોણા માર્યા હોવાનું તથા તેના પિતાને ગાળો બોલી ચોરના ખાનદાનના હોવાનું કહી આપવાની હેરાન પરેશાન કર્યા હોવાના પણ આક્ષેપ થયા છે જેના પગલે ઘરેલુ હિંસાની પણ આઈપીસી કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
Advertisement
Tags :
Advertisement

.