Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

‘The Kerala Story’ ની અસર, યુવતીએ વિધર્મી યુવક સાથે છેડો ફાડ્યો, યુવક દ્વારા હિન્દુ બનવાનું નાટક

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ  ભરૂચના સ્ટેશન નજીક રહેતા વિધર્મી યુવકે ભરૂચના શક્તિનાથ વિસ્તારની એક સોસાયટીની હિન્દુ યુવતી ને પ્રેમ જાળમાં ફસાવી રજીસ્ટર્ડ મેરેજ કરી લીધા હતા.. અને હિન્દુ યુવતીએ કેરેલા ફિલ્મ જોયા બાદ વિધર્મી યુવક સાથે નથી જવું છુટાછેડા જોઈએ...
‘the kerala story’ ની અસર  યુવતીએ વિધર્મી યુવક સાથે છેડો ફાડ્યો  યુવક દ્વારા હિન્દુ બનવાનું નાટક
Advertisement

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ 

ભરૂચના સ્ટેશન નજીક રહેતા વિધર્મી યુવકે ભરૂચના શક્તિનાથ વિસ્તારની એક સોસાયટીની હિન્દુ યુવતી ને પ્રેમ જાળમાં ફસાવી રજીસ્ટર્ડ મેરેજ કરી લીધા હતા.. અને હિન્દુ યુવતીએ કેરેલા ફિલ્મ જોયા બાદ વિધર્મી યુવક સાથે નથી જવું છુટાછેડા જોઈએ છે તેવી વાત કહી હતી.. જેને લઈ વિધર્મી યુવક હિન્દુ યુવતીને પામવા માટે હિન્દુ બનવા માટે ધમપછાડા કરી રહ્યો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે

Advertisement

વિધર્મી યુવક માથા પર તિલક લગાવવાનું કરી રહ્યો છે નાટક 

Advertisement

ભરૂચના સ્ટેશન વિસ્તારમાં આવેલા નરસિંહપુરા ખાતે રહેતા વિધર્મી યુવકને ભરૂચના શક્તિનાથ વિસ્તારની એક સોસાયટીની હિન્દુ યુવતી સાથે પ્રેમ થયો હતો અને ત્યારબાદ બંને એકબીજાના પ્રેમમાં ગળા ડુબ હતા જેને લઇ વિધર્મી યુવકે હિન્દુ યુવતી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું અને વડોદરા ખાતે મેરેજ કર્યા હોવાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હોવાનું મેરેજ સર્ટિફિકેટ પણ સામે આવ્યું છે વિધર્મી યુવકે હિન્દુ યુવતીને પામવા માટે હિન્દુ ધર્મ અપનાવી રહ્યો હોવાનું નાટક કરી રહ્યો હોવાની ચોકાવનારી માહિતી સામે આવી રહી છે તેણે પોતાનું નામ પણ બદલ્યું હોવાનો તેમજ માથા ઉપર હિન્દુ રિતી રિવાજ મુજબ તિલક કરતો હોવાનો ફોટો પણ હાલ સતત સામે આવી રહ્યો છે.

હિન્દુ યુવતી હવે આ વિધર્મી યુવક સાથે જવા તૈયાર નથી

વિધર્મી યુવક સાથે હિન્દુ યુવતીનું મેરેજ રજીસ્ટર સર્ટિફિકેટ વિધર્મી યુવક પાસે હોય અને તે હિન્દુ યુવતીને પામવા માટે ધમ પછાડા કરી રહ્યો છે, જો કે હિન્દુ યુવતી પણ આ વિધર્મી યુવક સાથે જવા તૈયાર નથી કારણ કે આ હિંદુ યુવતીએ તાજેતરમાં ચાલી રહેલી કેરેલા ધ સ્ટોરી ફિલ્મ નિહાળી છે અને ફિલ્મ નિહાળ્યા બાદ હિન્દુ યુવતીને તેણે મોટી ભૂલ કરી હોવાનો અનુભવ કર્યો હતો , અને સમગ્ર ઘટના પોતાના પરિવારને કરી હતી અને ઘટના જાણ્યા બાદ યુવતીના પરિવારજનોના પગ તળેની જમીન ખસી ગઈ હતી અને વિધર્મી યુવકનો સંપર્ક કરી તમે અમારા ધર્મના નથી જેથી મારી દીકરીને પટાવી ફોસલાવીને લગ્ન કર્યા છે છૂટું આપી દો તેમ કહેતા હવે યુવક પોતે હિન્દુ ધર્મ અપનાવવા માટેના ધમપછાડા કરી રહ્યો છે અને હિન્દુ યુવતીને કોઈ પણ કાળે પામવાના પ્રયાસો કરી રહ્યો છે.

વિધર્મી યુવકે પોતાના ઘરે ધમાલ કરતા રેલો પોલીસ મથકે પહોંચ્યો હતો..?

વિધર્મી યુવકે હિન્દુ યુવતી સાથે લગ્ન કર્યા હોવાની જાણ યુવકના પરિવારને થતા તેઓ પણ યુવકને સમજાવવાના પ્રયાસ કરી રહ્યા છે પરંતુ યુવક પણ જીદે ચડ્યો છે ગઈકાલે રાત્રે પણ તેણે પોતાના ઘરે ભારે હંગામો મચાવ્યો હતો જેને લઇ સમગ્ર ઘટના ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે પહોંચી હતી અને પોલીસે પણ સમગ્ર ઘટનાનું તથ્ય જાણી મામલાને થાળે પાડવાના પ્રયાસો કર્યા હતા હાલ તો યુવકનું પરિવાર પણ ચિંતામાં મુકાઈ ગયું છે

હિન્દુ યુવતી બ્રાહ્મણ પરિવારની હોવાનું પણ સામે આવ્યું..?

કેરેલા ફિલ્મ નિહાળીયા બાદ યુવતીએ વીધર્મી યુવક સાથે એક વર્ષ પહેલા મેરેજ રજીસ્ટર કરાવ્યું હોવાની વાત પરિવારને કહી હતી જેના પગલે બ્રાહ્મણ પરિવાર એ પોતાની દીકરીની વાત સાંભળી અચંબામાં મુકાઈ ગયા હતા અને વિધર્મી યુવકથી પીછો છોડાવવા માટે હિન્દુ યુવતીના પરિવાર પર તનતોડ મહેનત કરી રહ્યો છે

કેરલા ફિલ્મ નિહાળીયા બાદ હિન્દુ યુવતીની અંદર હિંમત આવી..?

તાજેતરમાં કેરેલા ધ સ્ટોરી નામની ફિલ્મ ઘણી હિન્દુ યુવતીઓને જાગૃત કરવાનું કામ કરી રહી છે અને આ એક ફિલ્મ હિન્દુ યુવતીએ નિહાળીયા બાદ એક વર્ષ પહેલાં વીધર્મી યુવક સાથે મેરેજ રજીસ્ટર કરાવ્યા હોવાની ઘટનાનું ખુલ્લું પડીકુ હિન્દુ યુવતીએ પોતાના પરિવાર સમક્ષ મૂક્યું અને બચવાના પ્રયાસ કર્યા છે પરંતુ હજુ વીધર્મી યુવક હિન્દુ યુવતીનો પીછો છોડવા તૈયાર ન હોવાનું સામે આવી રહ્યું છે

ભરૂચ મામલતદાર કચેરીમાં 6 મહિનામાં 100 જેટલા વીધર્મી યુવક સાથેના મેરેજ નોંધણીનો ખુલાસો..?

હિન્દુ સંગઠનના આગેવાન સેજલ દેસાઈએ એક વિડીયો વાયરલ કર્યો છે જેમાં તેઓએ મામલતદાર કચેરીની બહારથી વિડીયો બનાવ્યો છે જેમાં તેઓ આક્ષેપ કર્યા છે કે 6 મહિનાના ટૂંકા ગાળામાં જ વિધર્મી યુવકોની મેરેજ નોંધણીની ચોકાવનારી માહિતી સામે આવી છે જેમાં 100 થી વધુ મેરેજ નોંધણી થયો હોવાનું ખુલાસો કર્યો છે ત્યારે અધિકારીઓ ઉપર પણ સેજલ દેસાઈ ગંભીર પ્રકારના આક્ષેપો કરતો વિડિયો સોશિયલ મીડિયા ઉપર રજૂ કરતા સર્જાઇ રહ્યું છે

4 થી 5 વાર આપઘાત કરવાના નાટક પણ વીધર્મી યુવક કરી ચૂક્યો હોવાની માહિતી..

હિન્દુ યુવતીને પામવા માટે વિધર્મી યુવક તનતોડ મહેનત કરી રહ્યો છે એટલું જ નહીં ચારથી પાંચ વખત આપઘાત કરવાના નાટકો પણ કરી ચૂક્યો હોવાની ચોકાવનારી માહિતી તેના વિસ્તારમાંથી સામે આવી રહી છે 3 વખત ખાનગી હોસ્પિટલ અને 1 વખત હિન્દુ યુવતીના સોસાયટી નજીક દવા ગટગટાવી હોવાનું નાટક કરી પડી રહ્યો હતો ત્યારે તેણે પોતાની પ્રોફાઇલમાં પણ પોતાનું નામ અતિક સૈયદના બદલે આરવ પરમાર કર્યું હોવાનું રજૂ કર્યું છે

મહાદેવ સ્વપ્નમાં આવ્યા અને હિન્દુમાં કન્વર્ટ થયો હોવાનું સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકી..?

વિધર્મી યુવકે હિન્દુ યુવતીને પામવા તમામ સામ-દામ દંડ ભેદની નીતિ અપનાવી છે અને હવે તેને મહાદેવ સ્વપ્નમાં આવીને તેને હિન્દુમાં કન્વર્ટ થવાનું કહ્યું હોવાનું સોશિયલ મીડિયા ઉપર લખાણ લખી એક નવું નાટક ઉભું કર્યું છે તેણે પોતાના સોશિયલ મીડિયાના સ્ટેટસ ઉપર મહાદેવ સ્વપ્નમાં આવ્યા હોવાનું કહી તેઓ કન્વર્ટ થયા હોવાનું લખાણ લખ્યું છે

પુત્રથી કંટાળી પિતાએ પણ પોલીસ મથકે આપી ફરિયાદ

વિધર્મી યુવકે હિન્દુ યુવતી સાથે કોર્ટ મેરેજ કર્યા હોવાના પ્રકરણમાં યુવક પણ પરિવારને અને માતા પિતાને હેરાનગતિ કરતો હોવાના આક્ષેપ સાથે પિતાએ પણ આખરે પુત્રથી કંટાળી પોલીસ મથકે અરજી આપી હોવાના અહેવાલો મળી રહ્યા છે

Tags :
Advertisement

Trending News

.

×