Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bharuch : ગેરકાયદે ડમ્પિંગ સાઈડ મુદ્દે ગ્રામજનોને ન્યાય મળતો નથી

અહેવાલ--દિનેશ મકવાણા, ભરૂચ ભરૂચ નગરપાલિકા છેલ્લા ઘણા સમયથી ડમ્પીંગ સાઈડને લઇ વિવાદમાં રહી છે અને પ્રાઇમરી કલેક્શન તરીકે કંથારીયા ગામની ખેડૂતની જમીનનો ઉપયોગ કરી તેમાં મોટી ડમ્પિંગ સાઇડ ઉભી કરી હતી. જો કે અહીં દુર્ગંધ અને કચરો સળગાવવાના ધુમાડાથી રોગચાળો...
bharuch   ગેરકાયદે ડમ્પિંગ સાઈડ મુદ્દે ગ્રામજનોને ન્યાય મળતો નથી

અહેવાલ--દિનેશ મકવાણા, ભરૂચ

Advertisement

ભરૂચ નગરપાલિકા છેલ્લા ઘણા સમયથી ડમ્પીંગ સાઈડને લઇ વિવાદમાં રહી છે અને પ્રાઇમરી કલેક્શન તરીકે કંથારીયા ગામની ખેડૂતની જમીનનો ઉપયોગ કરી તેમાં મોટી ડમ્પિંગ સાઇડ ઉભી કરી હતી. જો કે અહીં દુર્ગંધ અને કચરો સળગાવવાના ધુમાડાથી રોગચાળો ફાટી નીકળ્યો હોય અને લોકો બીમારીનો ભોગ બન્યા હોવાના આક્ષેપ સાથે વિવિધ ગામના ગ્રામજનો ડમ્પિંગ સાઈડ બંધ કરાવવા મુદ્દે મેદાનમાં ઊતર્યા હતા. પરંતુ તેઓ ડમ્પિંગ સાઇડ બંધ કરાવી શક્યા ન હતા. ચીફ ઓફિસરે આ સાઇડ બંધ થતાં 3 મહિના લાગશે તેમ ગ્રામજનોને સમજાવ્યા હતા.

Advertisement

ગ્રામજનોએ દોઢ વર્ષ પહેલાં પણ આંદોલન કર્યું હતું

ભરૂચ પશ્ચિમ વિસ્તારમાં જંબુસર રોડ ઉપર આવેલ કંથારીયા ગામ ખાતે ખેડૂતની જમીન ભાડેથી લઈ ભરૂચ નગરપાલિકાએ ડમ્પિંગ સાઈડ ઉભી કરી હતી અને તેને નામ આપ્યું છે પ્રાઇમરી કલેક્શન અને આ ડમ્પિંગ સાઈડના કારણે ગંદકી દુર્ગંધ ફેલાઇ હતી. ચોમાસામાં ગંદુ પાણી ડમ્પિંગ સાઈડમાંથી ખેડૂતોના ખેતરોમાં જતા ખેડૂતોની જમીન પણ બિન ઉપયોગી બની ગઈ છે જેના પગલે આજથી દોઢ એક વર્ષ પહેલા એટલે કે તારીખ 25/7/2022ના રોજ ગેરકાયદેસર ડમ્પીંગ સાઈડ મુદ્દે આજુબાજુના કંથારીયા મનુબર સરનાર વ્હાલુ કરમાડ સહિતના આસપાસના ગામોના સરપંચો ડેપ્યુટી સરપંચો ખેડૂતો ગ્રામજનો ડમ્પીંગ સાઈડ બંધ કરાવવા મુદ્દે મેદાનમાં ઉતાર્યા હતા અને જે તે સમયે પણ ભરૂચ નગરપાલિકાએ ગ્રામજનોને સમજાવી એક મહિનાની મુદ્દતની માંગણી કરી હતી. એક મહિનાની મુદતને આજે દોઢ વર્ષ થવા છતાં પણ નગરપાલિકા એક ડમ્પિંગ સાઈટ ન શોધી શકતા ગેરકાયદેસર ડમ્પીંગ સાઈડથી પરેશાન લોકો ફરી એકવાર મેદાનમાં ઉતાર્યા છે.

Advertisement

ગ્રામનોએ આક્રોષ ઠાલવ્યો

કંથારીયા ગામની ડમ્પિંગ સાઇડ ઉપર ભરૂચના સામાજિક આગેવાનો અબ્દુલ કામથીની આગેવાનીમાં આજુબાજુના તમામ ગામના આગેવાનો સરપંચો સાથે ડમ્પીંગ સાઈડ બંધ કરાવવા ઉતર્યા હતા અને આ ડમ્પીંગ સાઈડમાં કચરો સળગાવવાથી ધુમાડા ગ્રામજનો માટે નુકસાનકારક અને ડમ્પીંગ સાઈટના કારણે ઘરે-ઘરે બીમારી ફેલાતી હોવાનું જણાવી તથા આ ડમ્પિંગ સાઈડના કારણે ખેડૂતોના ખેતરોમાં પણ મોટું નુકસાન થતું હોવાથી લોકોએ વિરોધ કર્યો હતો. નગરપાલિકા ડમ્પિગ સાઈડ દૂર નહીં કરે તો આવનાર સમયમાં તમામ કચરો ભરૂચ નગરપાલિકામાં ઠાલવવામાં આવશે તેવી ચીમકી આપી આક્રોષ ઠાલવ્યો હતો.

ત્રણ મહિનાનો સમય આપો 

સ્થાનિક ગ્રામજનોએ ડમ્પીંગ સાઈડ બંધ કરાવી હોવાની જાણ ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસરને થતા ચીફ ઓફિસર પણ ડમ્પિંગ સાઇડ ઉપર પહોંચી ગયા હતા અને ગ્રામજનોને સમજાવવાના પ્રયાસ કર્યા હતા. ચીફ ઓફિસર એ કહ્યું હતું કે હું ભરૂચ નગરપાલિકામાં હજુ બે મહિનાથી જ આવ્યો છું હજુ મને ત્રણ મહિનાનો સમય આપો તમારી સમસ્યાનો કાયમી નિકાલ કરી દઈશું તેમ કહેતા ડમ્પીંગ સાઈડ બંધ કરાવવા ઉતરેલા ગ્રામજનોનું સુરસુરિયું થઈ ગયું હતું. હજુ ત્રણ મહિના સુધી આ ગેરકાયદેસર ડમ્પિંગ સાઈડ ચાલશે અને ત્યારબાદ દૂર કરવામાં આવશે તેમ ચીફ ઓફિસરે કહ્યું હતું.

સમગ્ર વિસ્તારોમાં રોગચાળો

દોઢ વર્ષથી ગેરકાયદેસર ડમ્પીંગ સાઈડ ચાલતી હોય અને ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ આંખે પાટા બાંધીને બેઠું હોય તેવા સવાલો ઊભા થયા છે. સમગ્ર વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળ્યો છે અને હજુ પણ ડમ્પિંગ સાઈડ ત્રણ મહિના યથાવત રહેનાર છે જેના કારણે બીમારી કે રોગચાળો ફાટી નીકળે તો જવાબદાર કોણ તેવા સવાલો પણ ઊભા થઈ ગયા છે.

૩ મહિનામાં ડમ્પીંગ સાઈડ દૂર કરવાની લેખિત બાહેધરી આપતા મામલો થાળે પડ્યો..

ભરૂચ નગરપાલિકાની ગેરકાયદેસર ડમ્પિંગ સાઈડ પ્રાઈમરી કલેક્શન મુદ્દે સ્થાનિક ગ્રામજનો ભારે ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા અને ડમ્પીંગ સાઈડ બંધ કરાવવા માટે સ્થળ ઉપર ઉતર્યા હતા. ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરિશચંદ્ર અગ્રવાલે ગ્રામજનોને ડમ્પીંગ સાઈડ ૩ મહિનામાં દૂર કરવામાં આવશે તે મૌખિક અને લેખિત બાહેધરી આપવાનું વચન આપતા સમગ્ર મામલો ૩ મહિના માટે થાળે પડયો છે.

આ પણ વાંચો---- ગઢડા: ગોપીનાથજી મહારાજના 194માં પાટોત્સવની ભવ્ય ઉજવણી

Tags :
Advertisement

.