PM મોદી સાથે ઈફ્કો ચેરમેન દિલીપ સંઘાણીની શુભેચ્છા મુલાકાત
- ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણીની PM મોદી સાથે મુલાકાત
- મુલાકાત બાદ દિલીપ સંઘાણીએ કરી ટ્વીટર પર પોસ્ટ
- PM મોદી સાથેની મુલાકાતની તસવીરો કરી પોસ્ટ
- મુલાકાતમાં સહકારી ક્ષેત્ર અંગે વાતચીત થઈઃદિલીપ સંઘાણી
ઈફ્કોનાં ચેરમેન દિલીપ સંઘાણી (DILEEP SANGHANI)એ આજે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. ત્યારે મુલાકાત બાદ ચેરમેન દિલીપ સંઘાણીએ પોસ્ટ કરી હતી. સૌથી મોટી સહકારી સંસ્થાનાં ચેરમેન દ્વારા વડાપ્રધાન સાથે અચાનક મુલાકાત લેતા સહકારી માળખામાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું. આ બાબતે દિલીપ સંઘાણી (DILEEP SANGHANI) એ વાતચીતમાં જણાવ્યું હતુ કે મુલાકાતમાં સહકારી ક્ષેત્ર અંગે વાતચીત થઈ છે. તેમજ ઈફ્કો અને સહકારી સંસ્થાઓમાં કાર્યરત ગતિવિધિઓ અંગે ચર્ચા થઈ હતી.
સહકારી સંસ્થાઓમાં થઈ રહેલ કાર્યોની ચર્ચા કરી
મળતી માહિતી મુજબ વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા ઈફ્કોનાં ચેરમેન દિલીપ સંઘાણી (DILEEP SANGHANI) જેઓ સહકારી નેતા પણ છે. તેમજ ગુજકોમાસોલનાં ચેરમેન પણ છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Narendra Modi)ને મળ્યા હતા. તેમણે ખૂબ લાંબા સમય સુધી વડાપ્રધાન સાથે ચર્ચા કરી હતી. તેમજ તેઓ દ્વારા સહકારી સંસ્થાઓમાં થઈ રહેલા કાર્યોની માહિતી વડાપ્રધાનને આપી હતી. મહત્વની વાત એ છે કે દિલીપ સંઘાણી (DILEEP SANGHANI) ઈફ્કોનાં ચેરમેન છે તેની સાથે સાથે તેઓ ગુજરાતનાં સહકારી નેતા પણ છે.
આ પણ વાંચોઃ Bhavnagar : CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ, કહ્યું - 'ઠાકર કરે ઈ ઠીક' નાં વિચાર સાથે ભરવાડ સમાજ..!
દિલીપ સંઘાણીએ વડાપ્રધાન સાથે મુલાકાત દરમ્યાન શું કહ્યું
આ બાબતે ઈફ્કોનાં ચેરમેન દિલીપ સંઘાણી(DILEEP SANGHANI) એ વડાપ્રધાન (PM Narendra Modi) સાથે કરેલ મુલાકાત બાબતે જણાવ્યું હતું કે, સહકારીતા વર્ષ 2025 ની ઉજવણી કરવામાં આવી છે. જેને લઈ વિશ્વનાં 107 દેશોની કોર્પોરેટીવ કાઉન્સિલ ભારતમાં મળી હતી. જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી અમિતભાઈ શાહ મુખ્યમહેમાન હતા. તેમજ અલગ અલગ ક્ષેત્રમાં કેવી રીતે કામ થાય છે. આ વર્ષ દરમ્યાન રાજકીય સંસ્થાઓ ઈફ્કો, કૃભકો સહિતની સંસ્થાઓ દ્વારા કેવા કાર્ય કરવામાં આવ્યા છે. તે તમામ માહિતી મેળવી હતી. તેમજ તેઓ પાસેથી માર્ગદર્શન લીધું હતું.
આ પણ વાંચોઃ Rajkumar Jat Case : પાટીદાર અગ્રણીએ આક્રોશ વ્યક્ત કર્યો, ગોંડલને ગણાવ્યું ગુજરાતનું "મિરઝાપુર"