Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગૌરવ : કેનેડાના બ્રેમ્પ્ટન સિટીમાં ભરૂચના પથિક શુકલનો ડંકો, ટ્રિબ્યુનલ કમિટીના મેમ્બર તરીકે નિમણૂક

ભરૂચના ગૌરવવંતા ઇતિહાસમાં એક નવી કલગી ઉમેરાઈ છે. ભરૂચના વકીલ અંગીરસ શુક્લના પુત્ર પથિક શુક્લની કેનેડાના બ્રેમ્પટન સિટીમાં અપીલ ટ્રિબ્યુનલ કમિટીના મેમ્બર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, 2026 સુધીની મુદત માટે અપીલ ટ્રિબ્યુનલ અથવા પ્રોપર્ટી સ્ટાન્ડર્ડ...
ગૌરવ   કેનેડાના બ્રેમ્પ્ટન સિટીમાં ભરૂચના પથિક શુકલનો ડંકો  ટ્રિબ્યુનલ કમિટીના મેમ્બર તરીકે નિમણૂક

ભરૂચના ગૌરવવંતા ઇતિહાસમાં એક નવી કલગી ઉમેરાઈ છે. ભરૂચના વકીલ અંગીરસ શુક્લના પુત્ર પથિક શુક્લની કેનેડાના બ્રેમ્પટન સિટીમાં અપીલ ટ્રિબ્યુનલ કમિટીના મેમ્બર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

Advertisement

તમને જણાવી દઈએ કે, 2026 સુધીની મુદત માટે અપીલ ટ્રિબ્યુનલ અથવા પ્રોપર્ટી સ્ટાન્ડર્ડ કમિટીના કમિટી મેમ્બર તરીકે પથિક શુક્લની નિમણૂક કરવામાં આવી છે. આ એક ગર્વની ક્ષણ છે કે બ્રેમ્પટન સીટીના ઇતિહાસમાં પહેલીવાર ગુજરાતીની નિમણૂક થઈ છે. મૂળ ભરૂચના વતની પથિક શુક્લ 2012માં કેનેડા બ્રેમ્પ્ટન સિટીમાં સ્થાયી થયા હતા.

આ પહેલા 2020ના એવોર્ડ માટે બ્રેમ્પ્ટનના નાગરિક તરીકે ભરૂચના પથિક શુકલની પસંદગી કરાઈ હતી. જેઓ કેનેડામાં બ્રેમ્પ્ટનમાં 47 વર્ષ બાદ આ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી બન્યા છે જે ભરૂચ જિલ્લા માટે પણ ગૌરવની વાત હતી. બ્રેમ્પ્ટન સિટી કાઉન્સિલ 1974થી ત્યાંના નાગરિકો, લોકોને સામાજિક પ્રવૃતિઓમાં અંગત રસ સહિતના કર્યો માટે પ્રોત્સાહિત કરવા વિવિધ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરે છે.

Advertisement

આ પણ વાંચો : પાપુઆ ન્યુ ગીનીમાં PM મોદીએ કહ્યું : વિશ્વએ ગ્લોબલ સાઉથની શક્તિને સમજવી જોઈએ

Advertisement
Tags :
Advertisement

.