વૈજનાથ મહાદેવના મંદિર પ્રાંગણમાં કાચનુ 21 ફુટ ઉંચુ તેજોમય શિવલિંગ બન્યું આકર્ષણનું કેન્દ્ર
- મહાશિવરાત્રીના તહેવાર નિમિત્તે અનેક શિવ મંદિરમાં ભક્તોનો ઘસારો
- હિંમતનગરમાં કાચનુ 21ફુટ ઉંચુ તેજોમય શિવલિંગનુ નિર્માણ કરાયુ
- 12 જેટલા ચણાના લોટથી બનાવેલ શિવલીંગના સ્વરૂપો દર્શનાર્થે મુકાયા
Sabarkantha: સાબરકાંઠા જિલ્લામાં આજે મહાશિવરાત્રીના તહેવાર નિમિત્તે અનેક શિવ મંદિરમાં ભક્તોનો ઘસારો શરૂ થયો છે ત્યારે હિંમતનગરના રાયગઢ ગામમાં વૈજનાથ મહાદેવના મંદિર પ્રાંગણમાં કાચનુ 21 ફુટ ઉંચુ તેજોમય શિવલિંગનુ નિર્માણ કરાયુ છે, આ સાથે 12 જેટલા ચણાના લોટથી બનાવેલ શિવલીંગના સ્વરૂપો દર્શન માટે મુકવામાં આવ્યા છે. હિંમતનગરના રાયગઢ ગામે પ્રતાપ સાગરની તળેટીમાં આવેલ સ્વયંભૂ પ્રાચીન વૈજનાથ મહાદેવના મંદિરે મહાશિવરાત્રી અને શ્રાવણ માસમાં અનેક વિધ શિવલિંગનુ નિર્માણ કરવામાં આવતુ હોય છે.
આ પણ વાંચો: Mahakumbh 2025: મહાશિવરાત્રીમાં અત્યાર સુધી 1.18 કરોડ શ્રદ્ધાળુઓનું પવિત્ર સ્નાન!
ચણાના લોટથી બનાવેલા શિવ સ્વરૂપ દર્શનાર્થે મુકવામાં આવ્યાં
આજે મહાશિવરાત્રીએ 21 ફુટ ઉંચુ કાચનુ તેજોમય શિવલિંગ ગામના યુવાનો દ્રારા તૈયાર કરવામાં આવ્યુ છે. આજે વહેલી સવારથી જ દર્શનાર્થે ખુલ્લુ મુકવામાં આવ્યુ તો સાથે અહીં 12થી વધુ વિવિધ શિવ સ્વરૂપ ચણાના લોટથી બનાવીને દર્શનાર્થે મુકવામાં આવ્યા છે. વહેલી સવારથી જ ભક્તો નુ ઘોડાપુર અહીં ઉમટ્યુ છે. દર શિવરાત્રી નારિયેળ, રુદ્રાક્ષ, ભસ્મ, ઘી અને બરફ સહિતના શિવલિંગ બનાવવામાં આવતા હોય છે. તો બાબા બર્ફાની અને અમરનાથ જેવુ ગુફાઓ પણ બનાવવામાં આવે છે.
આ પણ વાંચો: ‘દાનનો અનેરો મહિમા’ વાળીનાથ મંદિરમાં પરિવારે કર્યુ દીકરાનું દાન, મહંત જયરામગીરી બાપુએ વ્યક્ત કર્યો રાજીપો
માત્ર દોઢ માસમાં તેજોમય શિવલિંગ બનાવવામાં આવ્યું
આ વખતે અલગ જ 1 થી 2 લાખ જેટલા કાચના ટુકડાઓમાંથી છેલ્લા દોઢ માસથી આ તેજોમય શિવલિંગ બનાવવામાં આવ્યુ છે. આ સાથે ચણાના લોટથી વિવિધ શિવ સ્વરૂપ પણ બનાવવામાં આવ્યા છે. જે આકર્ષણ નુ કેન્દ્ર બન્યુ છે. સાથે સાથે અહિ ભક્તોને મનની શાંતિ પણ મળે છે. આજે મહાશિવરાત્રીના રોજ ભક્તોને દર્શન કરવા માટે કોઈ અગવડ ન પડે તે પ્રકારે ગ્રામજનો દ્રારા આયોજન કરવામાં આવ્યુ છે. રાત્રિ દરમિયાન મહાઆરતી અને તેજોમય શિવલિંગ પર લાઈટ શો પણ કરવામાં આવશે સાથે ભક્તો માટે ફલાહારનુ આયોજન પણ યુવાનો દ્વારા કરવામાં આવ્યુ છે.