Himmatnagar: ‘બાનો રોટલો’ સેવા કેન્દ્ર થકી જરૂરિયાતમંદોની આંતરડી ઠારવાનો અનોખો પ્રયાસ
- નિવૃત્ત સરકારી કર્મચારી દંપતિએ ગરીબોની આંતરડી ઠારી
- મહાવીરનગર વિસ્તારમાં પ્રખ્યાત છે બાનો રોટલો સેવા કેન્દ્ર
- અલ્પાહાર આપી આંતરડી ઠારવાનુ ઉત્તમ સેવાકીય કાર્ય
Himmatnagar: કોઈપણ જીવ માટે સૌથી અગત્યની બાબત જો કોઈ હોય તો તે ભોજન, પાણી અને હવાની આવશ્યકતા હોય છે. મોટાભાગના કિસ્સાઓમાં અનેક લોકોને પાણી અને હવા વિના વિલંબે મળી રહે છે. પણ દિવસ દરમિયાન પેટનો જઠરાગ્નિ ઠારવા માટે ભોજનની જરૂરીયાત પડે છે ત્યારે હિંમતનગરમાં છેલ્લા ઘણા સમયથી મહાવીરનગર વિસ્તારમાં સેવા કેન્દ્ર તરીકે ઓળખાતા બાનો રોટલો ખુબજ જાણીતો છે. તાજેતરમાં એક પરિવારે પોતાના પરિવારના પુત્ર અને પુત્રવધુની એનિવર્સરી નિમિત્તે ‘બાનો રોટલો’ને માધ્યમ બનાવી કેટલાક જરૂરિયાતમંદોને અલ્પાહાર સમાન ભોજન પીરસીને તેમનો જઠરાગ્નિ ઠારવા માટે ઉત્તમ સેવાકાર્ય કરીને અન્યને રાહ ચિંધ્વાનો પ્રયાસ કર્યો છે.
આવી રીતે પણ લોકોની નિસ્વાર્થ ભાવે સેવા કરી શકાય
વાત જાણે એમ છે કે, હિંમતનગરના મહાવીરનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ચાલતો ‘બાનો રોટલો’ સેવા સેન્ટર પર તાજેતરમાં આવેલા આરોગ્યના નિવૃત્ત દંપતિ અને લાયન્સ કલબના સભ્ય જશુભાઇ નાયી તરફથી જરૂરિયાતમંદોને અલ્પાહાર આપી આંતરડી ઠારવાનુ ઉત્તમ સેવાકીય કાર્ય કર્યુ હતું. ઉલ્લેખનીય છે કે હિંમતનગરમાં કેટલાય જરૂરિયાતમંદો સવારમાં મજૂરીએ જાય તો ભૂખ્યા જતા હોય છે. કેટલાક અશકતો ભૂખ્યા ભટકે છે. તેમના માટે મહાવીરનગર ચારરસ્તા પાસે ‘બાનો રોટલો’ સેવા કેન્દ્ર બનાવાયું છે.
આ પણ વાંચો: Congress નાં રાષ્ટ્રીય માળખામાં મોટા ફેરફાર, આ 2 ગુજરાતી નેતાની કરાઈ બાદબાકી
જમવાનું આપી આંતરડી ઠારવાનુ ઉત્તમ સેવાકીય કાર્ય
નોંધનીય છે કે, જયાં લોકો સ્વૈચ્છિક અહીં આવી જરૂરિયાતમંદોને નાસ્તો જમવાનું આપી આંતરડી ઠારવાનુ ઉત્તમ સેવાકીય કાર્ય કરે છે. જેના ભાગરૂપે તારીખ 13મી ફેબ્રુઆરીએ મુળ તલોદ તાલુકાના આંજણા ગામના અને હાલ હિંમતનગરમાં રહેતા જશુભાઇ નાયીના પુત્ર સૌરભ અને પુત્રવધૂ મિતલની એનિવર્સરી નિમિત્તે મૂળ તલોદ તાલુકાના આંજણા ગામના વતની અને હાલ હિંમતનગર ખાતે રહેતા નિવૃત્ત ફાર્માસિસ્ટ અને તેમના ધર્મપત્નિ નિવૃત્ત નર્સિંગ કોલેજના પ્રિન્સીપાલ શકુન્તલાબેન દ્વારા જરૂરિયાતમંદોને ભરપેટ અલ્પાહાર આપ્યો હતો જે અન્યને પણ પ્રેરણા આપે છે.