Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

HIMATNAGAR : ક્ષત્રિય હિતકારીણીની યોજાઇ સભા, યુવા ક્ષત્રિય સેના દ્વારા અપાયા આવેદનપત્ર

લોકસભાની ચુંટણીના રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવારે તાજેતરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં રાજા રજવાડા વિષે ધાર્મિક લાગણી દુભાય અને સુલેહશાંતિનો ભંગ થાય તેવા ઉચ્ચારણ કરતો વિડિયો સોશ્યલ મીડીયામાં વાયરલ થયા બાદ સમગ્ર ગુજરાતમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ત્યારે સોમવારે ક્ષત્રિય હિતકારીણી...
himatnagar   ક્ષત્રિય હિતકારીણીની યોજાઇ સભા  યુવા ક્ષત્રિય સેના દ્વારા અપાયા આવેદનપત્ર

લોકસભાની ચુંટણીના રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવારે તાજેતરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં રાજા રજવાડા વિષે ધાર્મિક લાગણી દુભાય અને સુલેહશાંતિનો ભંગ થાય તેવા ઉચ્ચારણ કરતો વિડિયો સોશ્યલ મીડીયામાં વાયરલ થયા બાદ સમગ્ર ગુજરાતમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ત્યારે સોમવારે ક્ષત્રિય હિતકારીણી સભા સાબરકાંઠા તથા યુવા ક્ષત્રિય સેનાના અગ્રણીઓએ જિલ્લા કલેકટરને સંબોધી HIMATNAGAR ખાતે આવેદનપત્ર આપીને રોષ પ્રગટ કર્યો છે.

Advertisement

આ સંદર્ભે ક્ષત્રિય હિતકારીણી સભાના પ્રમુખ રાજેન્દ્રસિંહ ભાટી, મંત્રી ઘનશ્યામસિંહ ભાટી તથા સમાજના આગેવાનોની સોમવારે HIMATNAGAR માં યુવાનો તથા અગ્રણીઓની એક બેઠક ખાનગી પાર્ટી પ્લોટમાં યોજાઈ હતી. જેમાં ચર્ચા થયા બાદ કલેકટરને આવેદનપત્ર આપવાનું નક્કી કરાયું હતુ. પરંતુ રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવા જવાની મંજુરી મળી ન હતી. ત્યારબાદ કેટલાક અગ્રણીઓએ જિલ્લા કલેકટરને સંબોધી નિવાસી અધિક કલેકટરને આવેદનપત્ર આપ્યુ હતુ.

Advertisement

આ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ક્ષત્રિય સમાજના અસંખ્ય મતદારો ભાજપની વિચારસરણી ધરાવે છે પરંતુ રાજકોટ બેઠકના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાજીએ ક્ષત્રિય સમાજની જે ટીપ્પણી કરી છે તે યોગ્ય નથી જેથી રાજકોટ બેઠક પર ઉમેદવાર બદલવા જોઈએ.

Advertisement

અહેવાલ - યશ ઉપાધ્યાય 

આ પણ વાંચો : SABARKANTHA : વડાલી તાલુકામાં એકજ દિવસમાં ત્રણ ખેતરોમાં આગ લાગતા ઘઉંના પાકને નુકશાન

આ પણ વાંચો : VADODARA : કમાટીબાગના પ્રાણી-પક્ષીઓને ગરમીથી બચાવશે, “ફળાહાર, સેન્ડવીચ પફ પેનલ અને પાણીનો છંટકાવ”

આ પણ વાંચો : BHAVNAGAR : રૂપાલા મામલે યુવરાજ જયવિરરાજસિંહે કહ્યું, “વ્યક્તિના શબ્દો તેના સંસ્કાર બહાર લાવે, હું ભુલીશ નહી”

Tags :
Advertisement

.