Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગોંડલની ગોંડલી નદીના બંને જર્જરિત બ્રિજ પર ભારે વાહનોને અવર-જવરની મનાઈ

અહેવાલ - વિશ્વાસ ભોજાણી ગોંડલની ગોંડલી નદી પરના રાજાશાહી વખતના (1) સરકારી હોસ્પિટલ તરફ જવા માટે સેન્ટ્રલ ટોકિઝ તરફથી જતો પુલ તથા (2) સ્મશાનથી મોવિયા-આટકોટ તરફ જતો પુલ 100 વર્ષ જેટલા જુના હોવાથી જર્જરિત થઈ જતાં, રાજકોટના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ...
ગોંડલની ગોંડલી નદીના બંને જર્જરિત બ્રિજ પર ભારે વાહનોને અવર જવરની મનાઈ

અહેવાલ - વિશ્વાસ ભોજાણી

Advertisement

ગોંડલની ગોંડલી નદી પરના રાજાશાહી વખતના (1) સરકારી હોસ્પિટલ તરફ જવા માટે સેન્ટ્રલ ટોકિઝ તરફથી જતો પુલ તથા (2) સ્મશાનથી મોવિયા-આટકોટ તરફ જતો પુલ 100 વર્ષ જેટલા જુના હોવાથી જર્જરિત થઈ જતાં, રાજકોટના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એસ. જે. ખાચરે એક જાહેરનામા મારફતે આ બંને બ્રિજ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી ફરમાવી છે. આ સાથે ડાઇવર્ઝન જારી કરાયું છે.

Advertisement

જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે, ઉપરના બંને બ્રિજ પર ભાવનગર, આટકોટ, કોટડાસાંગાણી, મોવિયા, વાસાવડ, જામકંડોરણા, જેતપુર, જુનાગઢ તરફના ભારે વાહનોની અવરજવર બંધ કરીને, આ વાહનોને નેશનલ હાઇવે નંબર-27, ગોંડલથી સુરેશ્વર ચોકડી (કોટડાસાંગાણી રોડ) સુધી ડાઇવર્ટ કરવામાં આવ્યા છે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

આ પણ વાંચો - ગુજરાતના ગરબાને મળી આંતરરાષ્ટ્રીય ઓળખ, વર્લ્ડ હેરિટેજમાં મળ્યું સ્થાન

Advertisement

આ પણ વાંચો - દેશી ગાય / ભેંસની બ્રીડ ઉછેરનાર શ્રેષ્ઠ પશુપાલક કેટેગરીમાં બે ગુજરાતી પશુપાલકને ‘રાષ્ટ્રીય ગોપાલ રત્ન’ એવોર્ડ એનાયત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.