Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Bharuch જિલ્લાને વરસાદે સવારથી જ ધમરોળ્યું, જળબંબાકાર ની પરિસ્થિતિ

ભરૂચ શહેર જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પગલે ભરૂચ જિલ્લાની સ્થિતિ વરસી હતી ભરૂચ શહેરના સેવાશ્રમ રોડ ઉપર ૩ કરોડના આંધણ બાદ પણ વરસાદી પાણી ભરાયા હતા અનેક વાહનો ખોદકાયા હતા અને આવી...
06:30 PM Jul 01, 2023 IST | Viral Joshi

ભરૂચ શહેર જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પગલે ભરૂચ જિલ્લાની સ્થિતિ વરસી હતી ભરૂચ શહેરના સેવાશ્રમ રોડ ઉપર ૩ કરોડના આંધણ બાદ પણ વરસાદી પાણી ભરાયા હતા અનેક વાહનો ખોદકાયા હતા અને આવી જ પરિસ્થિતિ ભરૂચ શહેરના મોટાભાગના વિસ્તારોમાં સર્જાય હતી પ્રથમ વરસાદમાં જ ઘૂંટણ સમા પાણી અનેક વિસ્તારોમાં ભરાયા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે.

જનતા ભારે હાલાકી

ભરૂચ જિલ્લામાં શનિવારની વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ઝરમરિયા વરસાદ સાથે ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી વરસાદ ધમાકેદાર એન્ટ્રી કરતા ભરૂચ શહેર પાણી પાણી થયું હતું જેમાં ભરૂચના પાંચ બત્તી થી શક્તિનાથ તરફ સુધીનો સમગ્ર માર્ગ ત્રણ કરોડના ખર્ચ થી બનાવવામાં આવ્યો છે અને વરસાદી પાણી ભરાવાની કાયમી સમસ્યાનો અંત આવશે તે માટે ત્રણ કરોડનો આંધણ કરાયું હતું છતાં પણ વરસાદ વરસતા સમગ્ર માર્ગ ઉપર ઘૂંટણ સમા વરસાદી પાણી ભરાયા હતા અને વરસાદી પાણી ભરાતા જ વાહન ચાલકોએ ભારે હાલાકી ભોગવી પડી હતી સાથે જ રીક્ષાથી માંડી અને ટુ-વ્હીલર વાહનો પણ ખોદકાયા હતા જેના કારણે ઘુટણ સમા પાણીમાંથી વાહન ચાલકોએ પોતાના વાહનો ધક્કા મારીને બહાર કાઢવાના પ્રયાસો કર્યા હતા.

પ્રિમોનસૂન કામગીરીની પોલ ખુલી

ભરૂચના પાંચબત્તી કસક વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાયા હતા અને સતત વરસાદી પાણીનો ભરાવો થતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવી પડી હતી. ભરૂચ કસક વિસ્તારની વાત કરવામાં આવે તો સતત વરસાદી પાણીનો ભરાવો સર્જાયો હતો જેના પગલે પ્રિમોન્સૂન કામગીરીની પોલ પણ ખોલી પડી ગઈ છે વરસાદી પાણીનો ભરાવો થતા વાહન ચાલકોથી માંડી રાહદારીઓની હાલત અત્યંત કફોડી બની ગઈ હતી ભરૂચ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણીની સમસ્યા સર્જાય હતી જેના પગલે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી

વાહનો ફસાયા

ભરૂચ શહેરના ફુરજા ચાર રસ્તા વિસ્તાર સહિત ફાટા તળાવમાં પણ વરસાદી પાણીનો ભરાવો સર્જાયો હતો સતત પાણીનો પ્રવાહ રહેતા ટુ વ્હીલર વાહનો પણ ત્રણેય હોવાના અહેવાલો સામે આવ્યા હતા અને વિડિયો પણ વાયરલ થયા હતા. ભરૂચ ના ફાટા તળાવથી ચાર રસ્તા સુધી સતત ધસમસતા પાણીના પ્રવાહમાં અનેક વાહનો તણાયા હોવાના ચોકાવનારા દ્રશ્યો જોવા મળ્યા હતા કેટલાય લોકોએ પોતાના વાહનો બચાવવાના પ્રયાસો કર્યા હતા તો સતત વરસતા વરસાદ વચ્ચે પણ ધસમસતા પાણીના પ્રવાહના કારણે સ્થાનિક દુકાનદારો અને રહીશોએ પણ ઘરમાં જ પુરાઈ રહેવાનો વારો આવ્યો હતો.

ઝુંપડપટ્ટીમાં લોકોના ઘરમાં પાણી ભરાયા

ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલા ઇન્દિરા નગર ઝૂંપડપટ્ટીમાં પણ વરસાદી પાણીનો ભરાવો સર્જાયો હતો ઇન્દિરા નગર ઝુપડપટ્ટીમાં વરસાદી પાણીના નિકાલનો કોઈ જ વિકલ્પ ન હોવાના કારણે સતત વરસતા વરસાદના કારણે વરસાદી પાણી ઇન્દિરા નગર ઝુપડપટ્ટીના લોકોના મકાનોમાં ફરી વળ્યા હતા જેના કારણે ઇન્દિરા નગર ઝુપડપટ્ટીના રહીશોની હાલત દૈનિયા બની ગઈ હતી.

નગરપાલિકાની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા

વરસાદી પાણી ઘરમાં ફરી વળતાં ઘરમાંથી વરસાદી પાણી ઉલેચતા લોકો જોવા મળ્યા હતા ભરૂચની ઇન્દિરા નગર ઝુપડપટ્ટીમાં પાણીનો ભરાવો થતા સતત લોકોએ પોતાની ઘરવખરી બચાવવાના પ્રયાસ કર્યા હતા. જોકે ઇન્દિરા નગર ઝુપડપટ્ટી નીચાણવાળા વિસ્તારમાં હોવાના કારણે વરસાદી પાણી ભરાતા હોવાના અહેવાનો સામે આવી રહ્યા છે પરંતુ વરસાદી પાણી મકાનોમાં ફરી વળવાના કારણે લોકોની હાલ બની ગઈ હતી. ભરૂચ શહેરમાં નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના કાંસ સફાઈમાં આંધણ કરવા છતાં વરસાદી પાણીનો ભરાવો સર્જાતા નગરપાલિકાની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે.

સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી વરસાદના આંકડા.

ભરૂચ - 4 ઈંચ
અંકલેશ્વર - 4.72 ઈંચ
જંબુસર - 1 ઈંચ
ઝઘડિયા - 1 ઈંચ
નેત્રંગ - 2 ઈંચ
વાગરા - 15 મીમી
હાંસોટ - 3 ઈંચ

અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો : સુરતની વાવ્યાં ખાડીમાં નવા નીર આવ્યા, ખાડી પરનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Bharuchheavy rainMonsoonrain in gujaratweather newsweather update
Next Article