ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, તંત્ર એલર્ટ થતાં NDRF અને SDRF ટીમો તૈનાત
- NDRFની 13 અને SDRFની 22 ટીમો તૈનાત
- રાજ્યના અનેક જિલ્લાઓમાં થયો ધોરમાર વરસાદ
- આગામી સમયમાં પણ ભારે વરસાદની છે આગાહી
Gujarat: ગુજરાતમાં ભારે વરસાદની આગાહીથી રાજ્ય તંત્ર સજ્જ છે. વિવિધ જળબંબાકાર અને હજાર જેવી પરિસ્થિતિઓને લઈને, NDRFની 13 અને SDRFની 22 ટીમો રાજ્યભરના વિવિધ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે. NDRFની ટીમો ખાસ કરીને ગાંધીનગર, વડોદરા, અમરેલી, બનાસકાંઠા, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ, મોરબી, નર્મદા, નવસારી, સુરત, સુરેન્દ્રનગર અને વલસાડમાં તૈનાત કરવામાં આવી છે.
SDRFની ટીમો પણ ચકાસણી માટે તૈનાત
SDRFની ટીમો આણંદ, અમદાવાદ, બનાસકાંઠા, ભરૂચ, છોટાઉદેપુર, જામનગર, જૂનાગઢ, ખેડા, મહિસાગર, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સુરત, તાપી અને ડાંગમાં તૈનાત છે. આવનારા દિવસોમાં વરસાદ અને સંબંધી સમસ્યાઓને કારણે તંત્ર દ્વારા તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે, જેથી લોકોને મદદ મળી શકે છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણ સજ્જ છે. આ સાથે જ લોકોને સાવધાન રહેવા તથા બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવે છે. https://t.co/TWAz2bQhzn
— CMO Gujarat (@CMOGuj) August 26, 2024
આ પણ વાંચો: Ahmedabad: પાલડીના પરિમલ પાસેના અંડરપાસમાં ફસાઈ Luxus બસ, મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
મુખ્યમંત્રીએ કલેકટરો સાથે ટેલીફોનીક વાતચીત કરી
ગુજરાતના મોટાભાગના તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો છે. જેને લઈને સરકાર દ્વારા પણ સાવચેતીના પગલા લેવામાં આવ્યાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈ મોડી રાત્રે રાજ્યના વધુ 7 જિલ્લા કલેકટરો સાથે ટેલીફોનીક વાતચીત કરીને તેમના જિલ્લાની વરસાદી પરિસ્થિતીની વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્ર વિસ્તારના મોરબી કચ્છ રાજકોટ સુરેન્દ્રનગર ભાવનગર તેમજ દક્ષિણ ગુજરાતના ભરૂચ અને ડાંગના કલેકટરોનો સંપર્ક સાધીને તેમને વરસાદી સ્થિતિ પર સતત નજર રાખીને લોકોની સલામતી પશુધન રક્ષણ વ્યવસ્થા તેમજ આપદા પ્રબંધન માટે સતર્ક રહેવા સૂચનાઓ આપી હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં મેઘરાજા થયા મહેરબાન; અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ, જાણો ક્યા કેટલો વરસ્યો વરસાદ