Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Patan: સરસ્વતી નદીમાં 7 લોકો ડુબ્યાનો હ્રદય કંપાવતો વીડિયો! એક જ પરિવારના ચાર લોકોનું...

પાટણમાં સરસ્વતી નદીમાં 7 લોકો ડુબ્યાનો વીડિયો આવ્યો સામે ગણેશ વિસર્જન દરમિયાન 7 લોકો ડૂબ્યાનો વીડિયો સામે આવ્યો એક જ પરિવારના 4 સભ્યો સહિત 7 લોકો ડૂબ્યા હતા Patan: રાજ્યભરતમાં અત્યારે દરેક જગ્યાએ ગણેશ ચતૂર્થીની ઉજવણીઓ થઈ રહીં છે....
patan  સરસ્વતી નદીમાં 7 લોકો ડુબ્યાનો હ્રદય કંપાવતો વીડિયો  એક જ પરિવારના ચાર લોકોનું
  1. પાટણમાં સરસ્વતી નદીમાં 7 લોકો ડુબ્યાનો વીડિયો આવ્યો સામે
  2. ગણેશ વિસર્જન દરમિયાન 7 લોકો ડૂબ્યાનો વીડિયો સામે આવ્યો
  3. એક જ પરિવારના 4 સભ્યો સહિત 7 લોકો ડૂબ્યા હતા

Patan: રાજ્યભરતમાં અત્યારે દરેક જગ્યાએ ગણેશ ચતૂર્થીની ઉજવણીઓ થઈ રહીં છે. ઠેર ઠેર ગણપતિ બાબાની સ્થાપના કરવામાં આવી અને હવે તેનું વિસર્જન કરવા માટે લોકો નદી તળાવના કિનારે જઈ રહ્યાં છે. આ દરમિયાન એક દુઃખદ ઘટના સામે આવી હતી. પાટણની સરસ્વતી નદીમાં એક પરિવારના ચાર લોકો સહિત 7 લોકો ડૂબ્યા હતા. તેનો અત્યારે વીડિયો સામે આવ્યો છે. પાટણમાં સરસ્વતી નદીમાં 7 લોકો ડુબ્યાનો વીડિયો સામે આવ્યો છે જે અત્યારે ખુબ વાયરલ થઈ રહ્યો છે.

Advertisement

એક જ પરિવારના 4 સભ્યો સહિત 7 લોકો ડૂબ્યા હતા

નોંધનીય છે કે, ગણેશ વિસર્જન દરમિયાન 7 લોકો ડૂબ્યાનો વીડિયો સામે આવ્યો છે. એક જ પરિવારના 4 સભ્યો સહિત 7 લોકો ડૂબ્યા હતા. વિગતે વાત કરવામાં આવે તો માતા, 2 પુત્ર સહિત પરિવારના 4 સભ્યો ડૂબ્યા હતા. ગોઝારી ઘટનાને લઈને પાટણમાં ભારે શોકનો માહોલ છવાયો હતો. મળતી માહિતી પ્રમાણે 4 કલાકની શોધખોળ બાદ નદીમાંથી ચારેયના મૃતદેહ મળી આવ્યા હતા. આ ચારેય લોકો એક પરિવારના હોવાનું પણ સામે આવ્યું હતું.

Advertisement

આ પણ વાંચો: Ganesh visarjan ના સમયે પાટણની નદીમાં એક જ પરિવારના 7 સભ્યો ડૂબ્યા

ગણેશ વિસર્જન માટે સરસ્વતી નદીના કિનારે આવ્યો હતો પરિવાર

ઉલ્લેખનીય છે કે, પાટણ શહેરના સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન માટે એક પરિવારના સભ્યો આવ્યા હતાં. ત્યારે પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારના સભ્યો ગણેશ વિસર્જન માટે સરસ્વતી નદીના કિનારે આવ્યા હતાં. પરંતુ ગણેશ વિસર્જન કરતી વખતે પ્રજાપતિ પરિવાર સહિત સાત સભ્યો પાણીમાં ગરકાવ થયા હોવાની ઘટના સર્જાઈ છે. જોકે તરવૈયાઓએ ત્રણને બચાવી લીધા હતાં. જ્યારે એક યુવકનો મૃતદેહ હાથ લાગ્યો છે. અન્ય ડૂબી ગયેલા લોકોની શોધખોળ ચાલી રહી છે.

Advertisement

આ પણ વાંચો: Surat: નશાના કાળા કારોબારનો પર્દાફાશ! ઓલપાડ પોલીસે 700 કિલોથી વધુ ગાંજો જપ્ત કર્યો

ચાત લોકો પૈકી ત્રણ લોકોને આબાદ બચાવ કરી લેવામાં આવ્યો

આ ઘટનાની જાણ પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ સહિત પ્રાંત અધિકારી, તેમજ સરસ્વતી મામલતદાર સહિતનાઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. ઘટનાસ્થળ પર પાટણ શહેર સહિત આજુબાજુના તાલુકા વિસ્તારમાથી 8 જેટલી 108 એમ્બ્યુલન્સને તૈનાત કરવામાં આવી છે. તાત્કાલિક બચાવવા રાહતની કામગીરી હાથ ધરી હતી. જેમાં સાત પૈકી ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. અને ચાર લોકોની ભારે જહેમત બાદ લાશ મળી આવી હતી.

Tags :
Advertisement

.