Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

"ગેનીબેન જીત્યા એ દિવસથી તમારા પટ્ટા ઉતારી દઈશું" કોંગ્રેસની સભામાં પોલીસકર્મીઓ પર ગુલાબસિંહ રાજપૂતે સાધ્યું નિશાન

બનાસકાંઠા જિલ્લામાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ ચૂંટણી પ્રચારની સાથે નેતાઓના આક્ષેપ -પ્રતિ આક્ષેપનો દોર પણ શરૂ થઈ ગયો છે. બનાસકાંઠાના દિયોદર તાલુકામાં આયોજિત કાર્યક્રમમાં થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે ભાજપના નેતાઓની સાથે પોલીસ પર નિશાન સાધ્યું હતું....
04:08 PM Mar 18, 2024 IST | Harsh Bhatt

બનાસકાંઠા જિલ્લામાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ ચૂંટણી પ્રચારની સાથે નેતાઓના આક્ષેપ -પ્રતિ આક્ષેપનો દોર પણ શરૂ થઈ ગયો છે. બનાસકાંઠાના દિયોદર તાલુકામાં આયોજિત કાર્યક્રમમાં થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે ભાજપના નેતાઓની સાથે પોલીસ પર નિશાન સાધ્યું હતું. ગુલાબસિંહ પોલીસને ધમકેભર્યા સ્વરમાં કહ્યું હતું કે, ભાજપનો પ્રેમ હોય તો ભાજપના પટ્ટા પહેરી લેજો નહીં તો આવનાર સમયમા  ગેનીબેન જીત્યા એ દિવસથી તમારા પોલીસ પટ્ટા ઉતારી દઈશું. વાવ અને થરાદમાં પોલીસ લોકોને દબાવવાનું કામ કરતી હોવાનું ગુલાબસિહ રાજપૂતે આક્ષેપ કર્યો હતો.

પોલીસકર્મીઓ લોકોને હેરાન કરતા હોવાનો આક્ષેપ

ગુલાબસિહ  કહું હતુ કે, ઘણા બધા પોલીસના લોકો વાવ થરાદમાં લોકોને દબાવવાનું કામ કરી રહ્યા છે. એમને કહેવા માગું છું કે એટલો બધો ભાજપનો પ્રેમ હોય તો ભાજપના પટ્ટા પહેરી લેજો, નહીં તો આવનાર સમાજ ગેનીબેન જીતે એ દિવસથી તમારા પટ્ટા પણ ઉતારી દઈશું.

ગેનીબેનને લોકસભામાં જીતાડવા અપીલ કરી

થરાદના કોંગ્રેસી ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે કહ્યું હતું કે એમની પાસે ડેરી હતી બેંક હતી ગામે ગામ સોસાયટી હતી સરકારી તંત્ર હતું મંત્રી હતા પણ વાવની ખમીરવંતી જનતાએ જે કરી બતાવ્યું એના કારણે ગેનીબેનને ક્યાંય ઓળખાણ આપવી પડતી નથી. એવા લોકો કે જે ગાડી પર ઉભા રહેતા જમીન પર પગ પણ મુકતા ન હતા જેને જમીન પર લાવ્યા આ વખતે પણ આપણે જમીન પર લાવવાના છે જે કામ બનાસકાંઠાની  જનતાએ કરવાનું છે.

અહેવાલ : યસપાલસિહ વાઘેલા

આ પણ વાંચો : GONDAL : મોરુકાના યુવાને ગોંડલ ગેસ્ટ હાઉસમાં ગળાફાંસો ખાઈ જીવનલીલા સંકેલી, પ્રેમ સંબધ કારણભૂત

Tags :
Congress LeadercontroversyElection 2024Geniben Thakorloksabha electionMLA Gulabsinh RajputpoliceSABHATharadwarning
Next Article