ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Accident: મહાકુંભમાંથી આવી રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, અચાનક બ્રેક ફેલ થતાં બસ પલટી

Accident: ગુજરાતી યાત્રિકોને રાજસ્થાનમાં અકસ્માત નડ્યો છે. બસની બ્રેક ફેલ થતાં રાજસ્થાનના રાજસમંદ નજીક મોટો અકસ્માત સર્જાયો.
09:25 AM Feb 13, 2025 IST | VIMAL PRAJAPATI
featuredImage featuredImage
Accident News
  1. પ્રયાગરાજથી પરત આવતા ગુજરાતના યાત્રિકોની બસ પલટી
  2. અંબિકા દાળવડાંની દુકાનના માલિકના દીકરાનો હાથ કપાયો
  3. બ્રેક ફેલ થતાં રાજસ્થાનના રાજસમંદ નજીક અકસ્માત સર્જાયો

Accident: પ્રયાગરાજમાં અત્યારે ભારતભરમાંથી લાખોની સંખ્યામાં લોકો જઈ રહ્યાં છે, જેમાં ગુજરાત પણ બાકી રહ્યુ નથી. જો કે, અમદાવાદથી પ્રયાગરાજમાં ગયેલા ગુજરાતના યાત્રિકોને અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે. વિગતે વાત કરવામાં આવે તો, આ ગુજરાતી યાત્રિકોને રાજસ્થાનમાં અકસ્માત નડ્યો છે. બસની બ્રેક ફેલ થતાં રાજસ્થાનના રાજસમંદ નજીક મોટો અકસ્માત સર્જાયો. વિગતો એવી પણ સામે આવી છે કે,અમદાવાદના અંબિકા દાલવડાની દુકારના માલિકના 10 વર્ષીય દીકરાના હાથ કપાયો હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પરંતુ અન્ય 30 શ્રદ્ધાળુઓ ઘાયલ થયાં હતા જેથી આ તમામ લોકોને રાજસંમદ ખસેડવામાં આવ્યાં છે.

આ પણ વાંચો: Bharuch: શાળાના આચાર્ય-શિક્ષકોની તાત્કાલિક બદલીના થતા વિદ્યાર્થીઓએ કર્યું આંદોલન

બ્રેક ફેલ થતા અચાનક બસ પલટી અને લોકોએ પાડી બૂમો

મળતી વિગતો પ્રમાણે બસમાં સવાર તમામ 48 યાત્રિક તેમના પૈતૃક ગામ પાલીના કોસેલાવ જઈ રહ્યા હતા. બસની બ્રેક ફેલ થતા અચાનક બસ પલટી જતાં તમામે બૂમાબૂમ કરી મૂકી હતી. આ મામલે પોલીસે જણાવ્યું કે, આ વિસ્તારમાં પહેલા પણ અકસ્માત થયા છે. આ યાત્રિકો પહેલા પ્રયાગરાજ ગયા હતા અને ત્યારબાદ સાંવરિયા શેઠના દર્શન કરી પોતાના ગામ પરત જઈ રહ્યાં હતાં પરંતુ રસ્તામાં જ અકસ્માત થઈ ગયો હતો. અકસ્માત થતાં બસમાં સવાર લોકોમાં ભારે ડર વ્યાપી ગયો હતો. યાત્રિકોનું કહેવું છે કે, બસમાં બધા જ ઊંઘ્યા હતા, બસ જ્યારે ઢાળમાંથી ઉતરતી હતી, ત્યારે અકસ્માત થયો હતો.

ઘાયલ યાત્રિકોની યાદી
સંગીતા વિશાલપૂજા આકાશમૂળીબેન ચંપત
જિહાન સંજયદામિનીબેન જિજ્ઞેશભાઈવિમલા અમિત
ભાવેશ પ્રકાશઆકાશ સોહનભાઈનીલમ અમિત
પ્રાચી અમિતમનીષ ફાઉલાલરાજુ માનાજી
આશિકા પ્રકાશ ચંદેલવિજય રાજુભાઈસુરેશ રાજુભાઈ
તમન્ના સુરેશ ચંદેલફાલ્ગુની પ્રકાશરોહન મનીષ
વિવેક વિશાલનિશા રાજુભાઈજ્યોતિ મનીષ
અમિત માનાજી ચંદેલપાર્વતી રાજુદકુબેન માનાજી
મથુરા મીઠાલાલપાનીબેન ભોમારામભોમાજી નવલારામ
નિમિત મનીષકન્યા તુલસીરામકાજલ અમિત

આ પણ વાંચો: Nadiad સંતરામ મંદિરમાં 194મો સમાધિ મહોત્સવ ઉજવાયો, ભાવિ ભક્તોનો મહેરામણ ઉમટ્યું

પ્રયાગરાજથી આવતા રાજસ્થાનમાં નડ્યો અકસ્માત

ઘાયલ યાત્રિકોની વાત કરવામાં આવે તો, 30 લોકો ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવ્યાં છે, જેમાં અમદાવાદના એક વેપારીના દીકરાનો હાથ કપાયો હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. અત્યારે ઇજાગ્રસ્તોની સારવાર રાજસંમદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. અહીં તેમની પ્રાથમિક સારવાર ચાલી રહીં છે ગઈ કાલે મોડી રાત્રે આ અકસ્માત સર્જાયો હતો.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
accident newsbus accidentGujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsLatest Accident NewsLatest Gujarati NewsMahakumbh accidentrajasthan Accident Newssudden brake failure