Accident: મહાકુંભમાંથી આવી રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, અચાનક બ્રેક ફેલ થતાં બસ પલટી
- પ્રયાગરાજથી પરત આવતા ગુજરાતના યાત્રિકોની બસ પલટી
- અંબિકા દાળવડાંની દુકાનના માલિકના દીકરાનો હાથ કપાયો
- બ્રેક ફેલ થતાં રાજસ્થાનના રાજસમંદ નજીક અકસ્માત સર્જાયો
Accident: પ્રયાગરાજમાં અત્યારે ભારતભરમાંથી લાખોની સંખ્યામાં લોકો જઈ રહ્યાં છે, જેમાં ગુજરાત પણ બાકી રહ્યુ નથી. જો કે, અમદાવાદથી પ્રયાગરાજમાં ગયેલા ગુજરાતના યાત્રિકોને અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે. વિગતે વાત કરવામાં આવે તો, આ ગુજરાતી યાત્રિકોને રાજસ્થાનમાં અકસ્માત નડ્યો છે. બસની બ્રેક ફેલ થતાં રાજસ્થાનના રાજસમંદ નજીક મોટો અકસ્માત સર્જાયો. વિગતો એવી પણ સામે આવી છે કે,અમદાવાદના અંબિકા દાલવડાની દુકારના માલિકના 10 વર્ષીય દીકરાના હાથ કપાયો હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પરંતુ અન્ય 30 શ્રદ્ધાળુઓ ઘાયલ થયાં હતા જેથી આ તમામ લોકોને રાજસંમદ ખસેડવામાં આવ્યાં છે.
આ પણ વાંચો: Bharuch: શાળાના આચાર્ય-શિક્ષકોની તાત્કાલિક બદલીના થતા વિદ્યાર્થીઓએ કર્યું આંદોલન
બ્રેક ફેલ થતા અચાનક બસ પલટી અને લોકોએ પાડી બૂમો
મળતી વિગતો પ્રમાણે બસમાં સવાર તમામ 48 યાત્રિક તેમના પૈતૃક ગામ પાલીના કોસેલાવ જઈ રહ્યા હતા. બસની બ્રેક ફેલ થતા અચાનક બસ પલટી જતાં તમામે બૂમાબૂમ કરી મૂકી હતી. આ મામલે પોલીસે જણાવ્યું કે, આ વિસ્તારમાં પહેલા પણ અકસ્માત થયા છે. આ યાત્રિકો પહેલા પ્રયાગરાજ ગયા હતા અને ત્યારબાદ સાંવરિયા શેઠના દર્શન કરી પોતાના ગામ પરત જઈ રહ્યાં હતાં પરંતુ રસ્તામાં જ અકસ્માત થઈ ગયો હતો. અકસ્માત થતાં બસમાં સવાર લોકોમાં ભારે ડર વ્યાપી ગયો હતો. યાત્રિકોનું કહેવું છે કે, બસમાં બધા જ ઊંઘ્યા હતા, બસ જ્યારે ઢાળમાંથી ઉતરતી હતી, ત્યારે અકસ્માત થયો હતો.
ઘાયલ યાત્રિકોની યાદી | ||
સંગીતા વિશાલ | પૂજા આકાશ | મૂળીબેન ચંપત |
જિહાન સંજય | દામિનીબેન જિજ્ઞેશભાઈ | વિમલા અમિત |
ભાવેશ પ્રકાશ | આકાશ સોહનભાઈ | નીલમ અમિત |
પ્રાચી અમિત | મનીષ ફાઉલાલ | રાજુ માનાજી |
આશિકા પ્રકાશ ચંદેલ | વિજય રાજુભાઈ | સુરેશ રાજુભાઈ |
તમન્ના સુરેશ ચંદેલ | ફાલ્ગુની પ્રકાશ | રોહન મનીષ |
વિવેક વિશાલ | નિશા રાજુભાઈ | જ્યોતિ મનીષ |
અમિત માનાજી ચંદેલ | પાર્વતી રાજુ | દકુબેન માનાજી |
મથુરા મીઠાલાલ | પાનીબેન ભોમારામ | ભોમાજી નવલારામ |
નિમિત મનીષ | કન્યા તુલસીરામ | કાજલ અમિત |
આ પણ વાંચો: Nadiad સંતરામ મંદિરમાં 194મો સમાધિ મહોત્સવ ઉજવાયો, ભાવિ ભક્તોનો મહેરામણ ઉમટ્યું
પ્રયાગરાજથી આવતા રાજસ્થાનમાં નડ્યો અકસ્માત
ઘાયલ યાત્રિકોની વાત કરવામાં આવે તો, 30 લોકો ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવ્યાં છે, જેમાં અમદાવાદના એક વેપારીના દીકરાનો હાથ કપાયો હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. અત્યારે ઇજાગ્રસ્તોની સારવાર રાજસંમદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. અહીં તેમની પ્રાથમિક સારવાર ચાલી રહીં છે ગઈ કાલે મોડી રાત્રે આ અકસ્માત સર્જાયો હતો.