Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાત યુનિવર્સિટી હવે આપશે ઓનર્સની ડિગ્રી, વાંચો સમગ્ર અહેવાલ

ગુજરાત યુનિવર્સિટીના સાથે સંકળાએલ એક મોટા સમાચાર હાલ સામે આવી રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટી હવે ઓનર્સની ડિગ્રી આપશે. ગુજરાત યુનિવર્સિટી ખાતે બેચલર્સ ઓફ સાયન્સ (BS) નો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે. નવી શિક્ષણ નીતિ અંતર્ગત ગુજરાત યુનિવર્સિટી દ્વારા બેચલર્સ ઓફ...
12:25 PM Feb 23, 2024 IST | Harsh Bhatt

ગુજરાત યુનિવર્સિટીના સાથે સંકળાએલ એક મોટા સમાચાર હાલ સામે આવી રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટી હવે ઓનર્સની ડિગ્રી આપશે. ગુજરાત યુનિવર્સિટી ખાતે બેચલર્સ ઓફ સાયન્સ (BS) નો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે. નવી શિક્ષણ નીતિ અંતર્ગત ગુજરાત યુનિવર્સિટી દ્વારા બેચલર્સ ઓફ સાયન્સનો અભ્યાસક્રમ શૂરું કરવામાં આવ્યો છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર આગામી શૈક્ષણિક સત્રથી વિદ્યાથીઓને પ્રવેશ આપવામાં આવનાર છે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત

ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઓનર્સની ડિગ્રી હવે આપવામાં આવશે, જેના અંતર્ગત બેચલર્સ ઓફ સાયન્સ (BS) નો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ 4 વર્ષનો ઓનર્સ ડિગ્રીનો અભ્યાસ ગુજરાત યુનિવર્સિટીમાં કરી શકશે. BA,B.Com,BBA,BCAના વિદ્યાર્થીઓ BSમાં પ્રવેશ મેળવી શકશે. વિદ્યાથીઓ 25થી વધુ વિષયોમાં BSની ડીગ્રી મેળવી શકશે.

નવી શિક્ષણ નીતિ અંતર્ગત  BSનો ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ અભ્યાસક્રમની બીજી ખાસ વાત એ છે કે વિદ્યાર્થીઓ  BS ની ડિગ્રી મળતા પોસ્ટ ગ્રેજ્યુએશન ફક્ત એક વર્ષનું કરવાનું રહેશે. વધુમાં BSની ડિગ્રીથી વિદેશી યુનિવર્સિટી સાથે એક સૂત્રતા જળવાશે તેવી પણ વાત સામે આવી રહી છે.

આ પણ વાંચો -- 25મી ફેબ્રુઆરીએ PM Modi દ્વારકાના મહેમાન બનશે, કૃષ્ણ નગરીમાં ઉત્સાહનો માહોલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

 

 

 

Tags :
bsdegreeGujarat FirstGujarat universityhonoursnew courseNew-Education-Policy
Next Article