ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat: રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે અમર પાલનપુરીને વલી ગુજરાતી એવોર્ડ એનાયત

Vali Gujarati Award: ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા પ્રતિ વર્ષ અપાતા પ્રતિષ્ઠિત વલી ગુજરાતી એવોર્ડ અર્પણ સમારોહ આ વર્ષે સુરતમાં આયોજિત થયો હતો. જેમાં અમર પાલનપુરીને વલી ગુજરાતી પારિતોષિક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્ય ગૃહ...
05:07 PM Feb 11, 2024 IST | VIMAL PRAJAPATI

Vali Gujarati Award: ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા પ્રતિ વર્ષ અપાતા પ્રતિષ્ઠિત વલી ગુજરાતી એવોર્ડ અર્પણ સમારોહ આ વર્ષે સુરતમાં આયોજિત થયો હતો. જેમાં અમર પાલનપુરીને વલી ગુજરાતી પારિતોષિક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્ય ગૃહ મંત્રી અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ મંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા હતાં. તેમના વરદ હસ્તે ગઝલકાર અમર પાલનપુરીને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ દરમિયાન ગુજરાત (Gujarat) રાજ્ય ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવીએ નિવેદન આપ્યું હતું કે, ‘ગૃહ વિભાગમાં નેગેટિવ ઊર્જાનો સામનો કરવાની હિંમત આપે તો તે સાહીત્ય છે, ગૃહ વિભાગ એટલે અલગ અલગ વિષયો નો સામનો કરવો એનું નામ ગૃહ વિભાગ.’ વધુમાં તેમણે કહ્યું હતું કે, ‘આગામી સમયમાં સુરતમાં રોડ પર લાયબ્રેરી બનાવવામાં આવશે. થોડા સમયમાં સુરતને બે લાયબ્રેરી મળશે.’

અમર પાલનપુરી વિશે વાત કરતા કહ્યું કે, અમરભાઈ 89 વર્ષના થઈ ગયા છે પરંતુ તેમને જસ્બો હજું 18 થી પણ જવાન છે. આ સાથે શૂન્ય પાલનપુરીનો અને તેમના પરિવારનો આભાર માન્યો હતો. આ સાથે સાહિત્યને સુરત શહરેમાં વધારવા માટે લાયબ્રેરી બનાવવાની પણ વાત કરી હતી. શહેરના રોડો પર લાયબ્રેરી બનશે જેનાથી આપણે શહેરનો લોકોને પુસ્તકો સાથે જોડવાનો પ્રયત્ન કરવામાં આવશે.

રાજ્ય ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવીએ કહ્યું કે, ગુજરાતી સાહિત્યની અસ્મિતા અને પરંપરાને ઉજ્જવળ રાખવામાં મર્મી સાહિત્યકારો અને મૂર્ધન્ય કવિઓનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. ગુજરાતી ગઝલ આજે ઉર્દુ શાયરીની લગોલગ સ્થાન બનાવી શકી છે એ પરંપરા વલી ગુજરાતીએ શરૂ કરી. ગુજરાતી ગઝલ આજે સમૃદ્ધિના શિખર પર પહોંચી છે એ અનુભવી શકાય છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

આ પણ વાંચો: વાળીનાથ મહાદેવ સ્થાનકે ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન, જાણો સંપૂર્ણ વિગત...

Tags :
Gujarati NewsHarsh Sanghaviharsh sanghavi newsHarsh Sanghavi suratHome Minister Harsh SanghaviVali Gujarati Award
Next Article