ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat એસટી વિભાગે તહેવારોમાં કરી બમ્પર કમાણી, એક જ સપ્તાહમાં 16 કરોડની આવક

Gujarat: આ એક જ સપ્તાહમાં 7 લાખથી વધુ ટિકિટ ઓનલાઈન બુક થઈ હતી. લોકોને ધ્યાનમાં રાખીને આ તહેવારોમાં એસટી વિભાગે 6,617 જેટલી એક્સ્ટ્રા બસોનું સંચાલન કર્યું હતું.
05:08 PM Nov 07, 2024 IST | VIMAL PRAJAPATI
Gujarat ST Department
  1. દિવાળીના તહેવારોમાં ST વિભાગને જોરદાર આવક
  2. ST વિભાગને તહેવારોમાં 16 કરોડની વધારાની આવક
  3. એક જ સપ્તાહમાં 7 લાખથી વધુ ટિકિટ બુક થઇ

Gujarat: ગુજરાત એસટી વિભાગની દિવાળી ફળી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. દિવાળીના દિવસોમાં લાખો લોકોએ એસટી બસમાં મુસાફરી કરી છે. જેના કારણે ગુજરાત (Gujarat) એસટી વિભાગને કરોડોની આવક થઈ છે. આ વખતે મોટી સંખ્યમાં એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં પરંતુ લોકોએ પોતાની મુસાફરી માટે એડવાન્સમાં જ ટિકિટનું બુકિંગ કરાવી દીધું હતું. મળતી જાણકારી પ્રમાણે આ દિવાળીના તહેવારોમાં એસટી વિભાગને રૂપિયા 16 કરોડની વધારાની આવક મળી છે.

આ પણ વાંચો: Pavagadh જતાં શ્રદ્ધાળુઓ માટે મહત્ત્વનાં સમાચાર, આ સમયે મંદિર રહેશે બંધ!

એસટી વિભાગે 6,617 જેટલી એક્સ્ટ્રા બસોનું સંચાલન કર્યું

આ એક જ સપ્તાહમાં 7 લાખથી વધુ ટિકિટ ઓનલાઈન બુક થઈ હતી. લોકોને ધ્યાનમાં રાખીને આ તહેવારોમાં એસટી વિભાગે 6,617 જેટલી એક્સ્ટ્રા બસોનું સંચાલન કર્યું હતું. નોંધનીય છે કે, 4થી નવેમ્બરે એક જ દિવસમાં 1.41 લાખથી વધુ ટિકિટ બુકિંગ થઈ હતી. મહત્વની વાત એ છે કે, એડવાન્સ બુકિંગના કારણે એસટી વિભાગને કુલ 3.15 કરોડની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ છે. લાખો લોકો દિવાળીના તહેવારોમાં એસટીમાં મુસાફરી કરી છે, જેના કારણે એસટી વિભાગની તિજોરીઓ છલકાઈ અને અધધ આવક નોંધાઈ છે.

આ પણ વાંચો: ચાલતી બસમાં ડ્રાઈવરે આવ્યો હાર્ટ એટેક, કંડક્ટરે આ રીતે લોકોનો બચાવ્યો જીવ

સુરતથી જ વધારાની બસથી 2.57 કરોડની એકસ્ટ્રા આવક

ખાસ કરીને વાત કરવામાં આવે તો, દિવાળીના તહેવાર દરમિયાન સૌથી વધુ બસો સુરતથી દોડી છે. મળતા આંકડા પ્રમાણે સુરતથી સૌથી વધુ 1359 વધારાની બસો દોડાવવામાં આવી હતી. માત્ર સુરતથી જ વધારાની બસથી 2.57 કરોડની એકસ્ટ્રા આવક નોંધાઈ છે. આખા ગુજરાત (Gujarat)ની વાત કરવામાં આવે તો એસટી વિભાગને આ તહેવારોમાં 16 કરોડથી વધારાની આવક નોંધાઈ છે. એસટી વિભાગ દ્વારા લોકોને ધ્યાનમાં રાખીને આ વખતે સારી એવી વ્યવસ્થા કરવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ આ દરમિયાન લોકો પહેલેથી જ એડવાન્સ ટિકિટ બુકિંગ કરાવી લેવા માટે પણ કહેવામાં આવ્યું હતું. જેના કારણે મોટી સંખ્યામાં લોકોએ ઓનલાઈન ટિકિટ બુક કરાવી હતી. આથી એસટી વિભાગને આ દરમિયાન 16 કરોડથી પણ વધારે આવક નોંધાઈ છે.

આ પણ વાંચો: Amit Shah: સીમાવિહીન અને અદ્રશ્ય આતંકવાદ સામે તૈયારી જરુરી

Tags :
BJP Gujarat State Executive MemberDiwali FestivalGSRTC Income in Diwali FestivalGSRTC Revenue in Diwali FestivalGujarat STGUJARAT ST BUSGujarat ST DepartmentGujarati NewsLatest Gujarati NewsST departmentVimal Prajapati
Next Article