Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat: સાતમ-આઠમમાં બહાર નીકળતા પહેલા અંબાલાલે શું કહ્યું તે વાંચી લ્યો! નહીં તો...

રક્ષાબંધન અને સાતમ-આઠમ તહેવારમાં આવશે વરસાદ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આપી આવી આગાહી દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ભારે રહેશે તેવી શક્યતા Gujarat: ગુજરાત (Gujarat)માં અત્યારે વરસાદ થંભી ગયો છે, જેથી અનેક વિસ્તારોમાં લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે. જેથી...
gujarat  સાતમ આઠમમાં બહાર નીકળતા પહેલા અંબાલાલે શું કહ્યું તે વાંચી લ્યો  નહીં તો
  1. રક્ષાબંધન અને સાતમ-આઠમ તહેવારમાં આવશે વરસાદ
  2. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આપી આવી આગાહી
  3. દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ભારે રહેશે તેવી શક્યતા

Gujarat: ગુજરાત (Gujarat)માં અત્યારે વરસાદ થંભી ગયો છે, જેથી અનેક વિસ્તારોમાં લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે. જેથી અંબાલાલ પટેલ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો, રક્ષાબંધન અને સાતમ-આઠમ પર ગુજરાત (Gujarat)માં વરસાદનું ભારે જોર રહેવાનું છે. નોંધનીય છે કે, બે દિવસથી વરસાદનું જોર ઘડ્યું છે.

Advertisement

આ પણ વાંચો: Gujarat ATSએ જપ્ત કર્યું રૂપિયા 800 કરોડનું ડ્રગ્સ, બેરલોમાં ભરેલું હતું લિક્વિડ...

Advertisement

08 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી રાજ્યમાં...

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી તારીખ 08 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત (Gujarat)માં ભારે વરસાદ થવાનો છે તેવી શક્યતાઓ છે. આ સાથે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો, ભારે વરસાદ થવાનો છે. આગાહી પ્રમાણે બોટાદ, ધોળકા અને સુરેન્દ્રનગરમાં સહિત બનાસકાંઠામાં પણ વરસાદી ઝાપટા થવાની શક્યતાઓ છે. આ જિલ્લામાં હજૂ સુધી સારો વરસાદ થયો નથી. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો, રક્ષાબંધન અને સાતમ-આઠમ પર ગુજરાત (Gujarat)માં વરસાદનું ભારે જોર રહેવાનું છે. નોંધનીય છે કે, બે દિવસથી વરસાદનું જોર ઘડ્યું છે.

આ પણ વાંચો: Panchmahal: કાલોલમાં સ્કૂલ બસનું નીકળી ગયું ટાયર, મોટી દુર્ઘટના ટળી

Advertisement

ભારે પવનને કારણે પાકને થઈ શકે છે નુકસાન

આગાહી પ્રમાણે કેટલાક વિસ્તારોમાં વરસાદ સાથે પવન પણ રહેવાનો છે. જેથી અંબાલાલ પટેલે ખેડૂતોને સાવધાન રહેવા માટે ચેતવણી આપી છે. નોંધનીય છે કે, ભારે પવનને કારણે પાક પડી જવાના કારણે નુકસાન થવાની સંભાવનાઓ છે. ઓગસ્ટ મહિના દરમિયાન રાજ્ય (Gujarat)માં સારો એવો વરસાદ થશે તેવી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. વિગતે વાત કરવામાં આવે તો આ હવે રાજ્ય (Gujarat)માં હવાનું દબાણ હળવું રહેશે તેવી શક્યતાઓ છે. જેના કારણે વરસાદ ઓછો થયો છે. નોંધનીય છે કે, અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.  આગામી 10 દિવસમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: Ahmedabad નું વાતાવરણ શહેરવાસીઓ માટે બન્યો મોટો ખતરો! જો આવું રહ્યું તો...

Tags :
Advertisement

.