ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

GUJARAT : છેલ્લા 10 વર્ષમાં નોંધાયો બીજો સૌથી કોરો જૂન, હજી પણ વરસાદની 39 ટકા ઘટ

GUJARAT માં 10 વર્ષમાં બીજો સૌથી કોરો જૂન રાજ્યભરમાં હજી પણ વરસાદની 39 ટકા ઘટ અત્યાર સુધીમાં સરેરાશ 6.85 ટકા જ વરસાદ કચ્છમાં ગતવર્ષે 76 ટકા હતો, આ વર્ષે 13 ટકા દ્વારકા અને કચ્છ સિવાય તમામ જિલ્લામાં ઘટ અગાઉ...
10:18 AM Jun 29, 2024 IST | Harsh Bhatt

GUJARAT WEATHER : ગુજરાત ભરમાં હવે વરસાદના આગમન સાથે ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. વરસાદ આવતાની સાથે જ લોકોને કાળઝાળ ગરમીથી છુટકારો મળ્યો છે. વરસાદના વધામણાના કારણે ખેડૂતોમાં હવે ખુશી પ્રસરી જવા પામી છે. પરંતુ શું તમને ખબર છે કે, આ વર્ષનો જૂન મહિનો 10 વર્ષમાં બીજો સૌથી કોરો જૂન બની ગયો છે. રાજ્યભરમાં હજીપણ વરસાદની 39 ટકા ઘટ થઈ છે.

GUJARAT માં 10 વર્ષમાં બીજો સૌથી કોરો જૂન

જૂન મહિનામાં આ વર્ષે પડેલો વરસાદ છેલ્લા 10 વર્ષમાં પડેલા વરસાદમાં સૌથી ઓછો છે. રાજ્યમાં આ વર્ષે જૂન મહિનામાં 39 ટકાની ઘટ જોવા મળી છે. આ વર્ષે જૂન મહિનામાં અત્યાર સુધીમાં સરેરાશ 6.85 ટકા જ વરસાદ નોંધાયો છે. કચ્છમાં ગતવર્ષે 76 ટકા વધારે વરસાદ હતો. આ વર્ષે કચ્છમાં અત્યાર સુધીમાં બીજા જિલ્લાની સરખામણીમાં 13 ટકા વરસાદ વધારે નોંધાયો છે. આ સાથે જ કચ્છ અને દ્વારકા શિવાય ગુજરાતના તમામ જિલ્લાઓ વરસાદમાં ઘટ જોવા મળ્યો છે. અગાઉ 2016 માં જૂન મહિનામાં 4.61 ટકા વરસાદ નોંધાયો. છેલ્લા 10 વર્ષમાં જૂનમાં 6 વખત 10 ટકાથી વધુ વરસાદ નોંધાયો હતો. આમ છેલ્લા 10 વર્ષમાં જૂન 2024 બીજો સૌથી કોરો જૂન તરીકે નોંધાયો છે. આ સમયે આપણે જળસંગ્રહની વાત કરીએ તો હાલ રાજ્યમાં 39 ટકા જળસંગ્રહ છે. સરદાર સરોવરમાં હજી 53 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. વધુમાં વરસાદની આગાહી વિશે વાત કરવામાં આવે તો આગમી 2 દિવસમાં રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં હજી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી

GUJARAT માં હજી ત્રણ દિવસ ભારે વરસાદ થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજની વાત કરીએ તો આજે પણ કેટલાક વિસ્તારોમાં ધોરમાર વરસાદ થવાનો છે. આ સાથે સાથે પોરબંદર, દ્વારકા, જૂનાગઢ અને ગીર સોમનાથમાં અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, અત્યારે GUJARAT માં મેઘરાજ આવીને તરબોળ વરસી રહ્યા છે. વધુમાં તમને જણાવી દઈએ કે, હવામાન વિભાગ દ્વારા વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Gujarat Rain Update: આજે ગુજરાત થશે પાણીથી તરબોળ, આ જિલ્લાઓમાં છે અતિભારે વરસાદની આગાહી

Tags :
DwarkaGujarat MonsoonGUJARAT MONSOON 2024gujarat raingujarat weatherKutchMONSOON 2024Suratweather report
Next Article