Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

GUJARAT RAIN : સૌરાષ્ટ્રમાં જળબંબાકારથી ST વિભાગને થયું લાખોનું નુકસાન!

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે એસ.ટી (ST) વિભાગને પણ મોટું નુકસાન 11 એસ.ટી. ડેપોના (SAURASHTRA ST) કુલ 147 રૂટ રદ કરવામાં આવ્યા છે તહેવારોના સમયે જબરજસ્ત વરસાદને કારણે સામાન્ય જનજીવન ઠપ થઈ ગયું છે GUJARAT RAIN : છેલ્લા 24 કલાકમાં...
gujarat rain   સૌરાષ્ટ્રમાં જળબંબાકારથી st વિભાગને થયું લાખોનું નુકસાન
  • સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે એસ.ટી (ST) વિભાગને પણ મોટું નુકસાન
  • 11 એસ.ટી. ડેપોના (SAURASHTRA ST) કુલ 147 રૂટ રદ કરવામાં આવ્યા છે
  • તહેવારોના સમયે જબરજસ્ત વરસાદને કારણે સામાન્ય જનજીવન ઠપ થઈ ગયું છે

GUJARAT RAIN : છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રના (SAURASHTRA) અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે, જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે 18 ઇંચ અને જામનગર શહેરમાં 16 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. આ અચાનક વરસાદને કારણે લોકજીવન અસરગ્રસ્ત થયું છે અને અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ખેતીને ભારે નુકસાન થવાની શક્યતા છે.તહેવારોના સમયે જબરજસ્ત વરસાદને કારણે સામાન્ય જનજીવન ઠપ થઈ ગયું છે. સૌરાષ્ટ્રમાં ખાબકેલા આ ભારે વરસાદના કારણે એસ.ટી (S.T) વિભાગને પણ મોટું નુકશાન થયું હોવાનું સામે આવ્યું છે.

Advertisement

તહેવારને ટાણે જ ST ને થયું ભારે નુકસાન

ભારે વરસાદને કારણે તહેવારના ટાણે સૌરાષ્ટ્રમાં બસ સેવાને (GSRTC) પણ ભારે ફટકો પડ્યો છે.11 એસ.ટી. ડેપોના (SAURASHTRA S.T) કુલ 147 રૂટ રદ કરવામાં આવ્યા છે, અને 347 ટ્રીપ કેન્સલ કરવામાં આવી છે. વરસાદના આ રૌદ્ર રૂપના કારણે ઘણા મુસાફરો પણ તકલીફમાં મુકાયા છે અને તેમને પોતાના યાત્રા કાર્યક્રમમાં મોટા ફેરફાર કરવા પડ્યાં છે. જેના કારણે વરસાદના કારણે એસ.ટી.વિભાગને 10 લાખ રૂપિયાનું નુકસાન થયું છે.

Advertisement

જામનગરમાં જળબંબાર

જામનગર અને આસપાસના વિસ્તારોમાં તાજેતરના ધોધમાર વરસાદથી મહાવિકટ સ્થિતિ સર્જાઈ છે. કાલાવડમાં 10 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે જામજોધપુરમાં 9 ઇંચ અને જામનગર તેમજ લાલપુરમાં 8-8 ઇંચ વરસાદ પડ્યો છે. ધ્રોલ અને જોડીયામાં પણ 2 ઇંચ વરસાદ થયો છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાયું છે.આ રીતે, ઘણા ગામડાં અને ખેતરોમાં પાણીના કારણે મુશ્કેલીઓ ઉભી થઈ છે.

અમરેલી અને અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ

અમરેલીમાં મેઘમેહરની સ્થિતિ યથાવત છે. જાફરાબાદ અને રાજુલા જેવા સ્થળોએ પણ ભારે વરસાદ ખાબક્યો છે જ્યારે સાવરકુંડલા, બાબરા, ખાંભા, ધારી, બગસરા અને વડીયા પંથકમાં પણ વરસાદી માહોલ છે. લાઠી, દામનગર અને લીલીયામાં પણ વરસાદ નોંધાયો છે. રાજકોટ શહેરમાં પણ ભારે વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરક થયા છે.અહીં પોલીસએ લોકોની સલામતી માટે સક્રિય રીતે પગલાં લીધા છે.થોરાળા પોલીસ દ્વારા અનેક લોકોને સુરક્ષિત સ્થળે પોહચાડવામાં આવ્યા છે. આવા સમયે, પોલીસની કાર્યક્ષમતા અને રાહત કામગીરી લોકો માટે મહત્વપૂર્ણ સાબિત થઈ છે.

Advertisement

આ પણ વાંચો : VADODARA : મધ્ય ગુજરાતમાં ભારે વરસાદને કારણે 569 ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત

Tags :
Advertisement

.