Gujarat માં વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી, જાણો ક્યા આવશે ઝાપટા
- અમદાવાદ અને ગાંધીનગરમાં આજે અને કાલે આવશે ઝાપટા
- સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં રહેશે હળવો વરસાદ
- કચ્છમાં આવનારા 7 દિવસમાં સુકું વાતાવરણ રહેશે
- એક જૂનથી અત્યાર સુધી 27% વધુ વરસાદ નોંધાયો
Gujarat: ગુજરાતમાંથી વરસાદ જાણે જવાનું નામ નથી લઈ રહ્યો. કારણ કે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 4 દિવસ અમુક જિલ્લાઓમાં હળવાથી મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતાઓ છે. આ સાથે કચ્છમાં આવનારા 7 દિવસમાં સુકું વાતાવરણ રહેશે તેવું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે, ગુજરાત રીજીયન 1107 mm વરસાદ નોંધાયો છે.
- આગામી 4 દિવસ હળવાથી મધ્ય વરસાદની આગાહી
- સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં રહેશે હળવો વરસાદ
- કચ્છમાં આવનારા 7 દિવસમાં સુકું વાતાવરણ રહેશે
- એક જૂનથી અત્યાર સુધી 27% વધુ વરસાદ નોંધાયો#Gujarat #gujaratrains #RainUpdate #GujaraiFirst— Gujarat First (@GujaratFirst) September 16, 2024
આ પણ વાંચો: ગાંધીનગર અને અમદાવાદને જોડતી Metro Phase-2 નો પીએમ મોદીએ કરાવ્યો શુભારંભ
સૌરાષ્ટ્ર અને કચ્છમાં 73 ટકા વરસાદ વધારે નોંધાયો
વિગતે વાત કરવામાં આવે તો, રાજ્યમાં એક જૂનથી અત્યાર સુધી 27% થી વધુ વરસાદ નોંધાયો છે. આ બાજું સૌરાષ્ટ્ર અને કચ્છમાં 73 ટકા વરસાદ વધારે નોંધાયો છે. અમદાવાદ અને ગાંધીનગરની વાત કરવામાં આવે તો આજે અને કાલે હળવો વરસાદ થશે તેવી શક્યતાઓ વર્તાઈ રહીં છે. આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 34 ડિગ્રી રહેશે. એવું લાગી રહ્યું છે કે, નવરાત્રીમાં પણ વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે, અત્યારે ગુજરાત પર કોઈ નવી સિસ્ટમ સક્રિય થઈ નથી. જેના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હાલ કોઈ શક્યતા દેખાઈ નથી રહી. એટલા માટે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો: ઉદ્ધાટન પહેલાં રેલવેએ Vande Metroનું નામ બદલીને ‘નમો ભારત રેપિડ રેલ’ રાખવામાં આવ્યું
હવામાન વિભાગમાં દ્વારા આપવામાં આવી વિગતો
નોંધનીય છે કે, આગાહી સમયમાં ગુજરાતમાં વરસાદ કેવો રહેશે તેને લઈને રામાશ્રય યાદવ કે જેઓ વૈજ્ઞાનિક હવામાન વિભાગમાં તેમણે વિગતો આપી છે. કે, આગામી 4 દિવસ અમુક જિલ્લાઓમાં હળવાથી મધ્ય વરસાદ થઈ શકે છે. આ સાથે સાથે સૌરાષ્ટ્રના પણ કેટલાક જિલ્લામાં વરસાદાની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો: ‘21 મી સદીના ઇતિહાસમાં ભારતની સોલાર ક્રાંતિનો અધ્યાય સોનેરી અક્ષરે લખાશે’ RE-INVEST સમિટ PM મોદીનું સંબોધન