Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PCC માટે 40 લાખની લાંચ માગી 5 લાખ લેનારો આસિ. સબ ઈન્સ્પેક્ટર ઝડપાયો

PCC : વર્ષ દહાડે ગુજરાતના લાખો પરિવારના સભ્યો વિદેશમાં ફરવા, અભ્યાસ અથવા તો સ્થાયી થવા જાય છે. આ તમામ નાગરિકોની સૌથી પહેલી જરૂરિયાત છે પાસપોર્ટ. ગુજરાત પોલીસ (Gujarat Police) ના કેટલાંક ભ્રષ્ટ IPS અધિકારીઓ અને તેમના મળતીયાઓ પાસપોર્ટ અને તેને...
pcc માટે 40 લાખની લાંચ માગી 5 લાખ લેનારો આસિ  સબ ઈન્સ્પેક્ટર ઝડપાયો

PCC : વર્ષ દહાડે ગુજરાતના લાખો પરિવારના સભ્યો વિદેશમાં ફરવા, અભ્યાસ અથવા તો સ્થાયી થવા જાય છે. આ તમામ નાગરિકોની સૌથી પહેલી જરૂરિયાત છે પાસપોર્ટ. ગુજરાત પોલીસ (Gujarat Police) ના કેટલાંક ભ્રષ્ટ IPS અધિકારીઓ અને તેમના મળતીયાઓ પાસપોર્ટ અને તેને સંલગ્ન પીસીસી (Passport Clearance Certificate) ની કામગીરીમાં મહિને લાખો રૂપિયા રળી લે છે. આવો જ એક ભ્રષ્ટાચારી આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર ACB ના છટકામાં આબાદ ઝડપાઈ ગયો છે. 5 લાખની લાંચ સ્વીકારનાર ખેડા એલઆઈબી (Kheda LIB) નો એએસઆઈ કેટલાં વર્ષોથી આ કામ કરતો હતો. વાંચો આ અહેલાલમાં...

Advertisement

ACB ને મળી હતી લાંચની ફરિયાદ

ખેડા જિલ્લા (Kheda District) માં રહેતા એક પરિવારનો દીકરો વર્ષોથી અમેરિકામાં રહે છે. વર્ષો અગાઉ USA ગયેલા યુવકનો ભારતીય પાસપોર્ટ (Indian Passport) ગુમ થઈ જતાં નવા પાસપોર્ટ માટે ભારતીય દૂતાવાસ (Indian Embassy) માં અરજી કરી હતી. અરજદાર યુવક મૂળ ખેડા જિલ્લાનો વતની હોવાથી તેની PCC ઈન્કવાયરી નડીયાદ એસપી કચેરી (Kheda SP Office) માં આવી હતી. ખેડા LIB માં ફરજ બજાવતા એએસઆઈ ભરતગીરી ઈશ્વરગીરી ગોસ્વામીએ PCC ને લીલીઝંડી આપવા યુવકના પિતા પાસે 40 લાખની લાંચ માગી હતી. 40 લાખની માગ કરનારા એએસઆઈ સાથે રકઝકના અંતે 5 લાખ નક્કી થયા હતા. ફરિયાદી લાંચ આપવા માગતા ન હોય તેમણે ગુજરાત એસીબી (Gujarat ACB) નો સંપર્ક કરી અધિકારીઓને સમગ્ર ઘટનાથી વાકેફ કરી ફરિયાદ આપી હતી. ફરિયાદના આધારે Team ACB એ ઉત્તરસંડા સ્ટેશન રોડ પર છટકું ગોઠવી એએસઆઈ ભરત ગોસ્વામીને 5 લાખ લેતા રંગે હાથ પકડી પાડ્યા છે.

Advertisement

20 વર્ષથી એક જ સ્થાને નોકરીનો રેકોર્ડ

ભરત ગોસ્વામી વર્ષ 1996માં કૉન્સ્ટેબલ તરીકે ભરતી થયો હતો. વર્ષ 2004માં ભરત ગોસ્વામીની નિમણૂક ખેડા જિલ્લા પોલીસ વડા કચેરીમાં આવેલી એલઆઈબી (Local Inelegance Bureau) માં થઈ હતી. લગભગ 20 વર્ષથી એલઆઈબીમાં Passport, PCC સહિતની કામગીરી કરનારા ભરત ગોસ્વામીએ હેડ કૉન્સ્ટેબલ અને એએસઆઈનું પ્રમોશન પણ તે જ સ્થાને લીધું છે. એક જસ્થાને 20 વર્ષથી અવિરત સેવા આપનારા જૂજ કર્મચારીઓની યાદીમાં ભરત ગોસ્વામી (ASI Bharat Goswami) નું નામ ગુજરાત પોલીસમાં ઇતિહાસ સર્જે તેવું છે.

પાસપોર્ટ ટેબલ રોકડી માટે જાણીતું

પાસપોર્ટ ઈન્કવાયરી, ડોમીસાઈલ સર્ટિફિકેટ કે પછી PCC તમામ માટે અરજદારે પોલીસ ટેબલ પર પ્રસાદી ધરાવી પડે છે. આ ઉપરાંત ગુમ થયેલા પાસપોર્ટની જાણવા જોગ કરવા માટે 5 લાખથી 10 લાખ રૂપિયાનો ભાવ ચરોત્તર અને ઉત્તર ગુજરાતના મહેસાણા સહિતના જિલ્લાઓમાં પોલીસે નક્કી કરેલો ભાવ છે. કેટલાંક જિલ્લાઓમાં તો પાસપોર્ટ ટેબલ (Passport Table) પર નોકરી કરતા કર્મચારીઓ મહિને દહાડે લાખો રૂપિયા કમાય છે. અમદાવાદ સહિતના શહેરોમાં પોલીસ સ્ટેશન ખાતે પાસપોર્ટ ટેબલ પર નોકરી મેળવવા માટે PI ને ભાગ આપવો પડે છે. કેટલાંક જિલ્લાઓમાં ભ્રષ્ટાચાર (Corruption) માંથી કમાયેલા લાખો રૂપિયા સીધેસીધા DSP સુધી પહોંચે છે.

Advertisement

આ પણ વાંચો:  IPS Gujarat : અડધો ડઝન આઈપીએસને સરકારે મહિનાઓથી પગાર નથી ચૂકવ્યો

Tags :
Advertisement

.