Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

GUJARAT : છેલ્લા 24 કલાકમાં ગુજરાતને મેઘરાજાએ ધમરોળ્યું, 122 તાલુકામાં વરસાદ વરસ્યો

GUJARAT માં 24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ જૂનાગઢના વિસાવદરમાં સવા 4 ઈંચ વરસાદ ગાંધીધામમાં 4 ઈંચ, દાંતામાં પોણા 3 ઈંચ વરસાદ સરસ્વતી અને ખેડામાં અઢી ઈંચ વરસાદ જામજોધપુર, ડોલવણ, દિયોદરમાં 2-2 ઈંચ વરસાદ સિદ્ધપુર અને ડેસરમાં 24 કલાકમાં 2-2...
09:49 AM Jun 26, 2024 IST | Harsh Bhatt

GUJARAT : રાજ્યમાં હવે મેઘરાજાની એન્ટ્રી ખૂબ જ ધમાકેદાર રીતે થઈ ગઈ છે. ગુજરાતમાં જુનાગઢથી માંડીને કચ્છ સુધી વરસાદ મન મૂકીને વરસ્યો છે.ગુજરાતમાં 24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ વરસ્યો છે.ગુજરાતમાં વરસાદના વધામણાં થતાં લોકોને ગરમીથી છુટકારો મળ્યો છે અને રાહત મળી છે.વધુમાં વરસાદના કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

રાજ્યમાં વરસાદની વાત કરીએ તો જુનાગઢના વિસાવદરમાં સવા 4 ઇંચ વરસાદ વરસ્યો છે. કચ્છના ગાંધીધામની વાત કરીએ તો ત્યાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે.દાંતામાં પણ પોણા 3 ઈંચ વરસાદ વરસયો છે.મધ્ય ગુજરાતના ખેડામાં પણ મેઘારાજા મન મૂકીને વરસ્યા છે.ખેડામાં અઢી ઈંચ વરસાદ વરસ્યો છે.બીજી તરફ જામજોધપુર, ડોલવણ, દિયોદરમાં પણ 2-2 ઈંચ વરસાદ આવ્યો છે. 16 તાલુકામાં 1 થી 2 ઈંચ સુધીનો વરસાદ થયો છે.કાલે એકતરફ જ્યાં વરસાદ મન મૂકીને વરસ્યો છે, ત્યાં બીજી તરફ આજે વરસાદનું જોર ઘટ્યું છે.આજે સવારે 6 થી 8 માં 8 તાલુકામાં વરસાદ આવ્યો હતો. કચ્છના માંડવીમાં 2 કલાકમાં પોણા 2 ઈંચ વરસાદ આવ્યો હતો.ખંભાળિયામાં પણ આજે 2 કલાકમાં અડધો ઈંચ વરસાદ આવ્યો છે.

આ પણ વાંચો : રાજ્યમાં આજથી 21મા શાળા પ્રવેશોત્સવ કન્યા-કેળવણી મહોત્સવનો પ્રારંભ

Tags :
Ambalal PatelGujarat FirstKhedaKutchMonsoonMONSOON 2024RainRAIN FLOWSaurashtraweather newsweather update
Next Article