ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Staff Nurse Recruitment: સ્ટાફ નર્સની ભરતીને લઈ મોટી જાહેરાત, જાણો ક્યારથી શરૂ થશે અરજી પ્રક્રિયા

રાજ્યમાં 1903 સ્ટાફ નર્સની ભરતીની જાહેરાત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કરી ભરતીની જાહેરાત 5 ઓક્ટોબરથી ઓનલાઈન અરજી કરી શકાશે Staff Nurse Recruitment: ગુજરાત સરકાર દ્વારા અગત્યની જાહેરાત કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, રાજ્યમાં 1903 સ્ટાફ...
06:54 PM Oct 03, 2024 IST | VIMAL PRAJAPATI
Staff Nurse Recruitment 2024
  1. રાજ્યમાં 1903 સ્ટાફ નર્સની ભરતીની જાહેરાત
  2. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કરી ભરતીની જાહેરાત
  3. 5 ઓક્ટોબરથી ઓનલાઈન અરજી કરી શકાશે

Staff Nurse Recruitment: ગુજરાત સરકાર દ્વારા અગત્યની જાહેરાત કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, રાજ્યમાં 1903 સ્ટાફ નર્સની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. નોંધનીય છે કે, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સ્ટાફ નર્સની ભરતીની જાહેરાત કરી છે. મળતી જાણકારી પ્રમાણે 5 ઓક્ટોબરથી ઓનલાઈન અરજી કરી શકાશે. આ સાથે આ સમગ્ર ભરતી પ્રક્રિયા 6 થી 8 મહિનામાં પૂર્ણ કરાશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. 5 ઓક્ટોબરથી Ojas પ્લેટફોર્મ પરથી ઓનલાઈન અરજી કરી શકાશે.

લાયકાત ધરાવતા ઉમેદવારોની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે

ભરતીની વાત કરવામાં આવે તો, આ ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારોની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. ત્યા બાદ પરીક્ષાના પરિણામ અને પસંદગી યાદી પ્રસિધ્ધ કરવામાં આવશે અને ડોક્યુમેન્ટ ચકાસણી કરવામાં આવશે. નોંધનીય છે કે, ડૉક્યુમેન્ટ્સ ચકાસણીના અંતે આખરી મેરિટ યાદી જાહેર કરવામાં આવશે. આખરી મેરીટ યાદીમાં સમાવેશ થતા ઉમેદવારોને સંપૂર્ણપણે પારદર્શી પ્રક્રિયા હાથ ધરીને નિમણૂંક આપવામાં આવશે. જો કે, આ સમગ્ર પ્રક્રિયા પારદર્શી રીતે યોજાશે તેવી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

10 વર્ષ પહેલા સ્ટાફ નર્સ વર્ગ- 3  7785 જગ્યાઓ મંજૂર કરાઇ હતી

વિગતે વાત કરવામાં આવે તો આ પહેલા 10 વર્ષ પહેલા સ્ટાફ નર્સ વર્ગ- 3 ની કુલ – 7785 જગ્યાઓ મંજૂર કરાઇ હતી. જે મંજૂર જગ્યાઓમાં સમયાંતરે જરૂરિયાત પ્રમાણે વધારો કરવામાં આવ્યો છે. હાલમાં રાજ્યના વિવિધ આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલમાં કુલ 12,101 જગ્યાઓ મંજૂર છે. રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં કુલ 7732 સ્ટાફ નર્સ વર્ગ-3 ની જગ્યાઓ સીધી ભરતી દ્વારા ભરવામાં આવી છે. આ સાથે સ્ટાફનર્સની બઢતી / વયનિવૃત સહિતના વિવિધ કારણે ખાલી પડતી જગ્યાઓ ભરવા દર બે વર્ષના અંતરે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.

આ પણ વાંચો: કેન્દ્રીય ગૃહમંત્રીઅમિત શાહે દેશના પ્રથમ ટેલિ-રિહેબિલિટેશન સેન્ટરનો શુભારંભ કર્યો

આ પણ વાંચો: Ahmedabad: જાહેર રસ્તા પર ભાન ભૂલ્યા ABVP નેતાઓ, જીવ જોખમાય એ રીતે વાહન પર બેસીને કરી સવારી

Tags :
apply Staff Nurse RecruitmentGujaratGujarat GovtGujarati NewsHealth Minister Rushikesh Patelhow to apply Staff Nursehow to apply Staff Nurse RecruitmentStaff NurseStaff Nurse bhartiStaff Nurse RecruitmentStaff Nurse Recruitment 2024Staff Nurse Recruitment 2024 NewsStaff Nurse Recruitment ApplyStaff Nurse Recruitment Big AnnouncementStaff Nurse Recruitment NewsVimal Prajapati
Next Article