Gujarat BJP : શહેર-જિલ્લા ભાજપનાં નવા પ્રમુખોની જાહેરાત, જાણો કોના નામ પર લાગી મહોર ?
- Gujarat BJP દ્વારા આજે શહેર-જિલ્લાના નવા પ્રમુખોના નામની જાહેરાત કરાઈ
- અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, પોરબંદર, પંચમહાલ, ખેડામાં શહેર-જિલ્લા પ્રમુખોની જાહેરાત
- અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ તરીકે પ્રેરક શાહનું નામ જાહેર
- ગાંધીનગરમાં ભાજપ શહેર પ્રમુખ તરીકે આશિષ દવેની નિમણૂક કરાઈ
Gujarat BJP : ગુજરાતમાં ભાજપના સંગઠન પર્વની કામગીરી પૂર્ણ કરવાની કવાયત તેજ બની છે. આજે અમદાવાદ (Ahmedabad), ગાંધીનગર (Gandhinagar), વડોદરા, પોરબંદર, પંચમહાલ, ખેડામાં શહેર-જિલ્લા પ્રમુખનાં નામની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ શહેર પ્રમુખ તરીકે પ્રેરક શાહના નામની જાહેરાત કરાઈ છે. જ્યારે, ગાંધીનગર ભાજપનાં નવા શહેર પ્રમુખ તરીકે આશિષ દવેને જવાબદારી સોંપવામાં આવી છે. અત્યાર સુધીમાં ભાજપ (BJP) સંગઠનનાં 33 જિલ્લા અને 8 મનપા પ્રમુખો નિયુક્ત થઈ ચૂક્યા છે.
અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ તરીકે પ્રેરક શાહનું નામ જાહેર
ગુજરાતમાં આજે ભાજપ (Gujarat BJP) દ્વારા વિવિધ શહેર પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી છે. માહિતી અનુસાર, અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ તરીકે પ્રેરક શાહનું (Prerak Shah) નામ જાહેર કરાયું છે. બેઠકમાં હોદ્દેદારોએ નવા પ્રમુખ પ્રેરક શાહને વધાવ્યા હતા. પૂર્વ પ્રમુખ અમિત શાહે પ્રેરક શાહના નામની દરખાસ્ત મૂકી હતી, જેને MP નરહરી અમીન, મંત્રી જગદીશ પંચાલે ટેકો જાહેર કર્યો હતો. સાથે જ મેયર પ્રતિભાબેન જૈન અને MP દિનેશ મકવાણાએ પણ ટેકો જાહેર કર્યો હતો. જાહેરાત પહેલા હાજર સૌએ પહેલગામના આતંકી હુમલામાં મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જણાવી દઈએ કે, પ્રેરક શાહ વ્યવસાયથી CA અને પાર્ટીમાં પ્રવક્તાની ભૂમિકામાં છે. વોર્ડ અને મંડળ પ્રમુખોની નિયુક્તિ બાદ જિલ્લા પ્રમુખની નિયુક્તિ કરાશે.
સંગઠનને વધુ મજબૂત બનાવવા ડિજિટલાઇજેશન પર ભાર મૂકાશે : પ્રેરક શાહ
નવા પ્રમુખ પ્રેરક શાહે ગુજરાત ફર્સ્ટ (Gujarat first News) સાથે ખાસ વાતચીત કરી હતી અને કહ્યું કે, મારા કાર્યકાળમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા ડિજિટલાઇજેશન પર વિશેષ ભાર મૂકાશે. જે કાર્યકર્તાની જેવી આવડત તેવી તેને જવાબદારી આપવામાં આવશે. આ વર્ષે પણ કોર્પોરેશનની મહત્ત્વની ચૂંટણી થવાની છે જેને લઈને મારી પર વિશેષ જવાબદારી છે. તમામ બેઠકો ભાજપ (BJP) જીતે તેવો પ્રયાસ રહેશે. તેમણે કહ્યું કે, મારી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi), ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) તથા સંગઠનનાં વડીલોએ વિશ્વાસ મૂક્યો તે માટે હું આભારી છું. માહિતી અનુસાર, આવતીકાલે આખા ત્રીજે 12:39 કલાકે પ્રેરક શાહ પ્રમુખ તરીકેનો હોદ્દો ગ્રહણ કરશે.
આ પણ વાંચો - Ahmedabad:ઇન્દિરાબ્રિજ સર્કલ પાસે આશ્રય ઓરચર્ડમાં આગ લાગતા ભયનો માહોલ, 4 લોકોને સારવાર અર્થે ખસેડાયા
ગાંધીનગરમાં ભાજપ શહેર પ્રમુખ તરીકે આશિષ દવેની નિમણૂક
ગાંધીનગરની વાત કરીએ તો ભાજપ શહેર પ્રમુખ તરીકે આશિષ દવેની (Ashish Dave) નિમણૂક કરવામાં આવી છે. નવા શહેર પ્રમુખ આશિષ દવે ગુડાનાં ચેરમેન પણ રહી ચૂક્યા છે. આશિષ દવેએ કહ્યું કે, ભાજપનાં વરિષ્ઠ નેતાઓનો હું આભાર માનું છું. મારા અગાઉનાં સંગઠને પણ ખૂબ સારી કામગીરી કરી છે. આગળ પણ ભાજપને સફળતા અપાવીશું.
વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે રસિકભાઈ પ્રજાપતિની પસંદગી
વડોદરાની વાત કરીએ તો જિલ્લા ભાજપનાં નવા પ્રમુખ તરીકે રસિકભાઈ પ્રજાપતિની (Rasikbhai Prajapati) પસંદગી કરવામાં આવી છે. પૂર્વમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ તેમનું નામ જાહેર કર્યું છે. પૂર્વ પ્રમુખ સતીષ નિશાળિયાએ નવા પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. નવા પ્રમુખને તમામ ભાજપ હોદ્દેદારો અને કાર્યકરોએ વધાવ્યા હતા. નવનિયુક્ત પ્રમુખ રસિક પ્રજાપતિએ કહ્યું હતું કે, પાર્ટીએ મને જે જવાબદારી આપી છે તેને નિભાવીશ અને બધાને સાથે રાખી સંગઠનને વધુ મજબૂત બનાવીશું. લોકસભા અને વિધાનસભામાં પૂર્ણ બહુમતી છે, ત્યારે જિલ્લા અને તાલુકા પંચાયતમાં પણ બેઠકો વધે તેવા પ્રયાસો કરીશું. બધાને સાથે રાખીને પ્રદેશ મોવડી મંડળનાં માર્ગદર્શનમાં કામ કરીશું.
આ પણ વાંચો - Gujarat DGP ના આદેશ બાદ પોલીસને નવો ધંધો મળ્યો, એકને ACBએ લાંચ લેતા પકડ્યો
ખેડા જિલ્લા ભાજપનાં નવા પ્રમુખ તરીકે નયનાબેન પટેલને જવાબદારી
આજે ખેડા જિલ્લા ભાજપનાં નવા પ્રમુખની પણ જાહેરાત કરાઇ છે. નવા પ્રમુખ તરીકે નયનાબેન પટેલનાં (Naynaben Patel) નામની જાહેરાત કરાઈ હતી. નયનાબેન ખેડા જિલ્લા પંચાયતનાં પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. પૂર્વમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં નડિયાદ કમલમ ખાતે યોજાયેલ ભાજપ કાર્યકરોની મિટિંગમાં નયનાબેનનાં નામની જાહેરાત કરવામાં આવી હતી. નયનાબેન પટેલે કહ્યું કે, ભાજપે મારા પર વિશ્વાસ મુક્યો તે બદલ આભાર. ખેડા જિલ્લામાં ભાજપનો (Gujarat BJP) વ્યાપ વધે તેવા પ્રયત્નો કરીશ.
પંચમહાલ અને પોરબંદરમાં પણ જિલ્લા ભાજપ પ્રમુખનાં નામની જાહેરાત
આજે પંચમહાલમાં જિલ્લા ભાજપ પ્રમુખની વરણીને લઈ સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા ભાજપનાં નવા પ્રમુખ તરીકે મયંક દેસાઈના (Mayank Desai) નામની જાહેરાત કરાઈ હતી. ચૂંટણી અધિકારી, જિલ્લા પ્રભારી, સાંસદ અને ધારાસભ્યો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. બીજી તરફ પોરબંદરની વાત કરીએ તો જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ડૉ. ચેતના તિવારીની (Dr. Chetna Tiwari) નિમણૂક કરાઈ છે. મહિલા ભાજપના સક્રિય કાર્યકર તરીકેની ડૉ. ચેતના તિવારીની છાપ છે. પૂર્વ સાંસદ મોહન કુંડારિયાએ બંધ કવર ખોલી તેમનું નામ જાહેર કર્યું હતું.
આ પણ વાંચો - Chandola Demolition : JCP ની પ્રેસ કોન્ફરન્સ, ફાર્મ હાઉસમાં દેહવેપાર-ડ્રગ્સ રેકેટનો ચોંકાવનારો ખુલાસો!