Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

GSRTC: તહેવારને ધ્યાનમાં લઇ મહત્વનો નિર્ણય, 11,700 એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે

મુસાફરોની આવશ્યકતાને પહોંચી વળવા એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન રક્ષાબંધન નિમિત્તે 6,200 એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન થશે જન્માષ્ટમી નિમિત્તે 5,500 એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન થશે GSRTC: ઓગસ્ટ મહિનો તહેવારોનો મહિનો કહેવાય છે. આ મહિનામાં ઘણાં તહેવારો આવતા હોય છે. જેમ કે, 15 ઓગસ્ટ,...
gsrtc  તહેવારને ધ્યાનમાં લઇ મહત્વનો નિર્ણય  11 700 એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે
  1. મુસાફરોની આવશ્યકતાને પહોંચી વળવા એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન
  2. રક્ષાબંધન નિમિત્તે 6,200 એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન થશે
  3. જન્માષ્ટમી નિમિત્તે 5,500 એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન થશે

GSRTC: ઓગસ્ટ મહિનો તહેવારોનો મહિનો કહેવાય છે. આ મહિનામાં ઘણાં તહેવારો આવતા હોય છે. જેમ કે, 15 ઓગસ્ટ, રક્ષાબંધન અને જન્માષ્ટમી અગત્યના તહેવારો છે. ત્યારે આ તહેવારોને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. GSRTC દ્વારા તહેવારને ધ્યાનમાં લઇ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુસાફરોની આવશ્યકતાને પહોંચી વળવા એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન કરવામાં આવ્યું છે.

Advertisement

આ પણ વાંચો: Bhuj: ગળે ફાંસો ખાઈ શિક્ષિકાઓ પોતાની જીવનલીલા સંકેલી, જાણો શું હતું કારણ...

Advertisement

જન્માષ્ટમી નિમિત્તે 5,500 એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન કરવામાં આવશે

વિગતે વાત કરવામાં આવે તો, રક્ષાબંધન નિમિત્તે તારીખ 17 થી 20 ઓગસ્ટ સુધી 6,200 એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન કરવામાં આવશે તેવી GSRTC દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જન્માષ્ટમી નિમિત્તે તારીખ 24 થી 27 ઓગસ્ટ સુધી 5,500 એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન કરવામાં આવશે તેવો GSRTC દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. મુસાફરોના બહોળા પ્રમાણને ધ્યાનમાં લઈને વધુ બસ ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Ahmedabad: સગીર બાળકો કરી રહ્યા છે દારૂની હેરાફેરી, બોડકદેવ પોલીસે એક છોકરાની કરી ધરપકડ

Advertisement

ધાર્મિક સ્થળો પર વધારે બસો ફાળવવામાં આવી

નોંધનીય છે કે, ડાકોર, શામળાજી અને દ્વારકા સહિતના ધાર્મિક સ્થળોએ જવા માટે પણ વધુ બસોનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે સાથે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને મહેસાણા સહિતના વિવિધ શહેરોમાં મુસાફરોના બહોળા પ્રમાણને ધ્યાનમાં લઈને વધુ બસ ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે.જેથી તહેવારોમાં લોકોને કોઈ પરેશાનીનો સામનો કરવો નહીં પડે. કારણ કે, મુશાફરી માટે સારી એવી એકસ્ટ્રા બસોની સંચાલન કરવામાં આવશે.

આ પણ વાંચો: Ahmedabad: ‘15 ઓગસ્ટ હું બ્લાસ્ટ કરીશ’ પોલીસ કંટ્રોલ રૂમમાં આવ્યો ફોન

Tags :
Advertisement

.