Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા 'શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ' અંબાજી માટે વિનામૂલ્યે મુસાફરીની વિશેષ વ્યવસ્થા કરાઇ

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ખાતે ગબ્બર પરિક્રમા મહોત્સવ શરૂ થયો છે, ત્યારે પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે 12 થી 16 ફેબ્રુઆરી સુધી શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો શુભારંભ થયો છે. જેમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ગુજરાતની ધર્મપ્રેમી જનતા વિના મૂલ્યે આ મહોત્સàª
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા  શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ  અંબાજી માટે વિનામૂલ્યે મુસાફરીની વિશેષ વ્યવસ્થા કરાઇ
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ખાતે ગબ્બર પરિક્રમા મહોત્સવ શરૂ થયો છે, ત્યારે પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે 12 થી 16 ફેબ્રુઆરી સુધી શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો શુભારંભ થયો છે. જેમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ગુજરાતની ધર્મપ્રેમી જનતા વિના મૂલ્યે આ મહોત્સવમાં ભાગ લઈ શકે એ માટે વિશેષ સેવાયજ્ઞના ભાગરૂપે રોજની 500 બસો મળી કુલ 2500 બસો આ પાંચ દિવસના મહોત્સવ માટે ફાળવવામાં આવી છે. 
બનાસકાંઠા જિલ્લા માટે 1200 બસો અને 1300 બસો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ જિલ્લાના જુદા જુદા તાલુકાઓ અને ગામડે મુકવામાં આવી છે. જેના દ્વારા શ્રધ્ધાળુ માઇભક્તો આ પંચ દિવસીય મહોત્સવનો લાભ લઇ શકે અને માં અંબાના દર્શન કરી ધન્યતાનો અનુભવ કરી શકશે.
           
એસ.ટી નિગમ દ્વારા પંચ દિવસીય પરિક્રમા મહોત્સવ માટે રોજની 500 અને કુલ 2500 બસોના પરિવહન અંતર્ગત ગબ્બર તળેટી સુધી બસોનું સંચાલન કરવામાં આવ્યું છે. જેના થકી દર્શનાર્થીઓ મા અંબાના ખોળે પરિક્રમા પથ સુધી નિર્વિઘ્ને પહોંચી પરિક્રમા કરી પોતાના માદરે વતન પરત ફરે ત્યાં સુધીની સુંદર સુવિધા એસ.ટી નિગમ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી છે. 
આજે અંબાજી ગબ્બર ત્રણ રસ્તા શક્તિ ચોક ખાતે એસટી વિભાગ તરફથી ગબ્બર જવા માટે ટેમ્પરરી એસટી પોઇન્ટ પાંચ દિવસ માટે શરૂ કરવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પોતાના ગામથી અંબાજી ખાતે આવ્યા હતા અને ત્યારબાદ અંબાજી ગબ્બર માર્ગ પર આવેલા શક્તિ ચોક થી ગબ્બર જવા માટે મીની બસમાં વિના મૂલ્યે મુસાફરી કરતા જોવા મળ્યા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.