માંડલમાં અંધાપાકાંડ અંગે સરકાર પાછી પાની નહીં કરે : આરોગ્ય મંત્રી
Mandal : અમદાવાદમાંથી હાલ એક મોટી ઘટના સામે આવી છે. અમદાવાદમાં સ્થિત માંડલમાં (Mandal) ટ્રસ્ટની આંખની હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. ટ્રસ્ટ સંચાલિત શ્રી રામાનંદ આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ 17 થી વઘુ દર્દીઓને આડઅસર જોવા મળી છે. થોડા દિવસ પહેલા આશરે આ લોકોના મોતિયાના ઓપરેશન આ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યા હતા.
ફરિયાદ મળ્યા આરોગ્ય વિભાગ દોડતું થયું
દર્દીએ કરાવેલા આંખના મોતિયાના ઓપરેશન બાદ 17 દર્દીઓએ દષ્ટિ ગુમાવી હોવાની ફરિયાદ મળ્યા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. જે પૈકી પાંચ દર્દીને સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યારે બાકીના 12 દર્દીને માંડલની હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા છે.સમગ્ર મામલે મંત્રી ઋષિકેશ પટેલે અસારવામાં મંજુ શ્રી મિલ કમ્પાઉન્ડમાં આવેલ M&J આઈ ઇન્સ્ટિટયૂટમા દાખલ દર્દીઓની મુલાકાત લીધી હતી. ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા વિગતો મંગાવતા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું હતું. સાથે જ અમદાવાદ અને ગાંધીનગરની તબીબી ટીમને પણ માંડલ રવાના કરવામાં આવી હતી. આ માટે જવાબદાર દવા, ઇન્જેક્શન કે સારવાર કરનાર સ્ટાફને લઈને તપાસ શરુ કરી છે.
પત્રકાર પરિષદમાં આરોગ્ય મંત્રીનું નિવેદન
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, અત્યારે 17 લોકો જેમાં 11 મહિલાઓ અને 5-6 પુરુષો સારવાર લઈ રહ્યા છે. અને સરકાર પણ ખૂબ જ ગંભીરતાથી આ બનાવની તપાસ કરી રહી છે. અને તપાસ રિપોર્ટ આવતાની સાથે જ સરકાર તરફથી જે કોઈ જવાબદાર વ્યક્તિ હશે તેના વિરુદ્ધ પગલાં લેવામાં આવશે. સાથે જ આ પ્રકારના બનાવો ભવિષ્યમાં ન બને તેના માટે તમામે તમામ હોસ્પિટલો ખાનગી, સરકારી, ટ્રસ્ટની એમાં ધારાધોરણ અને મેડિકલ નિયમો પ્રમાણેની વ્યવસ્થાઓની ચકાસણીની પણ સરકાર આગામી સમયમાં નિયમો સાથે ચકાસણી પણ કરવામાં આવશે.
તમામ ઓપરેશનની ચકાસણી કરવામાં આવશે
આ ઘટના અંગે સિવિલ હોસ્પિટલના ડાયરેક્ટર ડો. સ્વાતિ રવાણી દ્વારા કહેવામાં આવ્યું કે, દર્દીના 10 તારીખે આંખોના મોતીયાના ઓપરેશન માંડલમાં થયા હતા. તેમાંથી ઘણા લોકોને દેખાતું ન હોવાની ફરિયાદો સામે આવી રહી હતી. અને દર્દીઓને અંધાપાની અસર થતા તમામને અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. ગતરોજ અમે તબીબો અને અધિકારીઓની ટીમને સ્થળ પર મોકલી છે. તેમજ અન્ય 12 દર્દીઓને પણ ત્યાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આ અંધાપાનું કારણ કોઈ રીતે ઈન્ફેક્શન પણ હોઈ શકે છે. 3 જાન્યુઆરી પછીનાં તમામ ઓપરેશનની ચકાસણી કરવામાં આવશે.
આ પણ વાંચો - Surat : કામરેજ ગામે અસામાજિક તત્વોએ હોટલ સંચાલક સહિત બે લોકો પર ચપ્પુ વડે કર્યો હુમલો