Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરતમાં સરકારી શાળાના બાળકો રામ ભરોસે, પાઠ્ય પુસ્તકો ન મળતા વિવાદ

અહેવાલ - રાબિયા સાલેહ નવા એડમિશન અને નવા શૈક્ષણિક સત્રના બે મહિના પછી પણ પાઠ્ય પુસ્તકો નહિ મળતાં વાલીઓએ રડવાનો વારો આવ્યો છે. શાળામાં બે એકમ કસોટી પૂરી થવા છતાં પણ બાળકોને પુસ્તક નહિ મળવાની બુમ પડી છે. વાચન શરુ...
સુરતમાં સરકારી શાળાના બાળકો રામ ભરોસે  પાઠ્ય પુસ્તકો ન મળતા વિવાદ

અહેવાલ - રાબિયા સાલેહ

Advertisement

નવા એડમિશન અને નવા શૈક્ષણિક સત્રના બે મહિના પછી પણ પાઠ્ય પુસ્તકો નહિ મળતાં વાલીઓએ રડવાનો વારો આવ્યો છે. શાળામાં બે એકમ કસોટી પૂરી થવા છતાં પણ બાળકોને પુસ્તક નહિ મળવાની બુમ પડી છે. વાચન શરુ થયું છે, હોમ વર્ક શરૂ થયું છે. એકમ કસોટી લેવાઈ ગઈ છે. છતાં વિદ્યાર્થીઓને હજુ પુસ્તકો મળ્યાં નથી. સરકારી શાળામાં પાઠય પુસ્તકો સાથે નોટ બુક પણ ન હોઇ તેવા સંજોગોમાં વિદ્યાર્થીઓ રફ બુકમાં લખવા મજબૂર બન્યા છે.

કોરોના કાળમાં વેપાર ધંધા ભાંગી પડેલા મોટાભાગના વાલીઓએ પોતાની પરિસ્થિતિ નબળી થતાં પોતાના બાળકો નું સરકારી શાળામાં એડમિશન લીધું હતું,સુરત મહાનગર પાલિકાની સમિતિની શાળામાં બાળકોના ઉજવલ ભવિષ્ય માટે સરકારી શાળા ની સુરતમાં લોકો એ પસંદગી કરી હતી, હાલ તમામ શાળા ઓમાં નવા શૈક્ષણિક સત્રની શરુઆત થઈ ગઈ છે. બીજી બાજુ સરકાર ના આદેશ પ્રમાણે શાળા ઓમા એકમ કસોટી સહિતના મુદ્દે અભ્યાસ ક્રમ ચાલી રહ્યો છે,તેવામાં હવે નવા એડમિશન વાળા બાળકો ને તથા અન્ય બાળકો ને ગુજરાતી,મરાઠી સહિત ના પુસ્તકો નહિ મળતાં વિવાદ ઉભો થયો હોવાનું વાલીઓએ જણાવ્યું છે.

Advertisement

વિદ્યાર્થીઓને હોમ વર્ક માં પડતી તકલીફો અંગે વાલીઓ મૂંઝવણ માં મુકાયા છે ,તો બીજી બાજુ એકમ કસોટીના પુસ્તકો ન મળતાં સમિતિના ચેરમેન સહિત ના જવાબદારો ને પુસ્તકો આપવા માટે વાલીઓ દ્વારા અપીલ કરાઇ છે ,સાથે જ શિક્ષકો ની ગઠ ને લઈ ને પણ અનેક સવાલો ઉભા થયા છે.

પુસ્તકો નહિ મળતાં વાલીઓની વિપક્ષ ને કરાયેલી ફરિયાદ ના આધારે વિપક્ષી સભ્ય રાકેશ હીરા પરા એ સમિતિ ને પુસ્તકો મુદ્દે લેખિત ફરિયાદ કરી છે. તેમણે જણાવ્યું હતું કે દર શનિવારે માત્ર એક જ વિષયની એકમ કસોટી લેવામાં આવતી હતી, પણ ચાલુ વર્ષથી અમુક દિવસોએ તો એક જ ધોરણમાં એક જ દિવસે બે વિષયની એકમ કસોટી લેવા સરકારે કહેવાયું છે. દરમિયાન એકમ કસોટીની નોટબુક નહી હોવાને કારણે બાળકો અટવાય રહ્યા છે.સાથે જ વિદ્યાર્થીઓ એ રફ બુકમાં કે પછી છૂટક પાનામાં એકમ કસોટીના ઉત્તરો લખવા ની ફરજ પડી છે.

Advertisement

આ પણ વાંચો - સુરતમાં CCTV થી બચવા અને પોતાની ઓળખ છુપાવવા ચોરોએ અનોખા અંદાજમાં આપ્યો ચોરીને અંજામ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.