Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA: સરકારના પ્લેસમેન્ટ ફેરમાં વાર્ષિક 9 લાખ સુુધીની જોબ ઓફર કરાઇ

VADODAR :  વડોદરા (VADODARA) ની વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં તાજેતરમાં રાજ્ય સરકારના (GUJARAT GOVERNMENT) શિક્ષણ વિભાગ દ્વારા જોબફેરનું (JOB PLACEMENT) આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને મહત્તમ રૂ. 9 લાખના વાર્ષિક પગારની ઓફર કરવામાં આવી છે. 18 કંપનીઓ...
vadodara  સરકારના પ્લેસમેન્ટ ફેરમાં વાર્ષિક 9 લાખ સુુધીની જોબ ઓફર કરાઇ

VADODAR :  વડોદરા (VADODARA) ની વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં તાજેતરમાં રાજ્ય સરકારના (GUJARAT GOVERNMENT) શિક્ષણ વિભાગ દ્વારા જોબફેરનું (JOB PLACEMENT) આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને મહત્તમ રૂ. 9 લાખના વાર્ષિક પગારની ઓફર કરવામાં આવી છે.

Advertisement

18 કંપનીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં વડોદરા (VADODARA) ની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) માં પ્લેસમેન્ટ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્લેસમેન્ટ ફેરમાં બેેન્કિંગ, હેલ્થ, ઇન્શ્યોરન્સ, ફાઇનાન્સ, સર્વિસ રીટેલ, અને માર્કેટિંગ સેક્ટરની 18 કંપનીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. તમામ કંપનીઓ દ્વારા વિવિધ પ્રકારની 1 હજાર પોસ્ટ માટે વાર્ષિક રૂ. 1.8 લાખથી રૂ. 9 લાખ સુધીની જોબ ઓફર કરવામાં આવી હતી. આ પ્લેસમેન્ટ ફેર - 2024 ની ખાસીયત રહી કે, શૈક્ષણિક લાયકાત કરતા ટેકનિકલ અને પ્રેક્ટિકલ નોજેલ પર વિશેષ ભાર મુકીને વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી,

1600 જેટલા વિદ્યાર્થીઓએ  પ્લેસમેન્ટ ફેર માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું

પ્લેસમેન્ટ ફેર - 2024 માં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી નોડલ સેંટર તરીકેની ભૂમિકામાં હતી. જેમાં 12 કોલેજોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અલગ અલગ વિભાગો આર્ટસ, કોમર્સ, બીબીએ, એમબીએમાં આખરી વર્ષમાં અભ્યાસ કરતા 1600 જેટલા વિદ્યાર્થીઓએ આ પ્લેસમેન્ટ ફેરમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. તે પૈકી 733 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

Advertisement

કંપનીઓના અધિકારીઓ જાતે જ ઇન્ટરવ્યુની પ્રક્રિયા સમયે હાજર રહ્યા

પ્લેસમેન્ટ ફેર - 2024 માં બેંન્કિંગ, હેલ્થ, ઇન્શ્યોરન્સ, ફાઇનાન્સ, સર્વિસ, રીટેઇલ. માર્કેટીંગ સેક્ટરમાં મળીને કુલ 1119 જેટલા ઇન્ટરવ્યુ થયા હતા. આ પ્રક્રિયા બાદ670 વિદ્યાર્થીઓને જોબ માટે શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા હતા. પ્લેસમેન્ટની પ્રક્રિયા વધુ અસરકારક બને તે માટે વિવિધ કંપનીઓના અધિકારીઓ જાતે જ ઇન્ટરવ્યુની પ્રક્રિયા સમયે હાજર રહ્યા હતા. અને કંપનીની જરૂરિયાત સામે વિદ્યાર્થીઓની યોગ્યતા સહિત તમામ પ્રકારના પાસાઓની ચકાસણી કરીને જ જોબની ઓફર આપી હતી.

પ્લેસમેન્ટ ફેર - 2024 ને સારી સફળતા પ્રાપ્ત થઇ

આમ, વડોદરાના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં યોજાયેલા પ્લેસમેન્ટ ફેર - 2024 ને સારી સફળતા પ્રાપ્ત થઇ છે. યુનિ.નું નવું સત્ર શરૂ થતા પહેલા આ પ્લેસમેન્ટ ફેરમાં વિદ્યાર્થીઓને સારા વાર્ષિક પગાર વાળી જોબ ઓફર કરવામાં આવતા અન્ય બોર્ડની પરીક્ષા આપનાર તથા બેચલર્સના કોર્ષના અંતિમ વર્ષમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓના વધુ અભ્યાસ માટેની પહેલી પસંદગી મહારાજા સયાજીરાવ યુનિવર્સીટી આવનાર સમયમાં બની શકે તેવી શક્યતાઓમાં વધારો જોવા મળી રહ્યો છે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : મંગાવ્યો મોબાઇલ અને મળ્યો સાબુ..વાંચો અહેવાલ

Tags :
Advertisement

.