Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગોપાલ ઇટાલિયાએ હાર્દિક પટેલ વિશે કરી ટ્વિટ, જાણો શું કહ્યું...

ગોપાલ ઇટાલિયા દ્વારા એક ટ્વિટ કરવામાં આવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે, આંદોલન દરમિયાન 2017માં અમદાવાદની હોટલ તાજ ઉમેદમાં રાહુલ ગાંધીને મળ્યા પછી હાર્દિક પટેલ રૂપિયા ભરેલી બેગ લઈને નીકળ્યો છે એવો ભાજપે હોબાળો કર્યો હતો. ટ્વિટમાં વધુમાં લખ્યું...
02:24 PM Apr 24, 2023 IST | Hardik Shah

ગોપાલ ઇટાલિયા દ્વારા એક ટ્વિટ કરવામાં આવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે, આંદોલન દરમિયાન 2017માં અમદાવાદની હોટલ તાજ ઉમેદમાં રાહુલ ગાંધીને મળ્યા પછી હાર્દિક પટેલ રૂપિયા ભરેલી બેગ લઈને નીકળ્યો છે એવો ભાજપે હોબાળો કર્યો હતો. ટ્વિટમાં વધુમાં લખ્યું છે કે, હાર્દિક સમાજ વેચી રૂપિયા લાવ્યો એવા પ્રકારના વિરોધ પ્રદર્શન ખુદ ભાજપ દ્વારા કરવામાં આવ્યા હતા.

તમને જણાવી દઇ કે, વિધાનસભાની ચૂંટણી દરમિયાન જાહેરસભામાં વિવાદિત નિવેદન મુદ્દે ઉમરા પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. ગોપાલ ઇટલીયાએ વિધાનસભા ચૂંટણી દરમિયાન એક સભામાં હર્ષ સંઘવીને ડ્રગ્સ સંઘવી કહેતા સમગ્ર મામલો ઉગ્ર બન્યો હતો.

શું હતો 2017 તાજ ઉમેદ હોટેલનો મામલો

પાટીદાર આંદોલન દરમિયાન હાર્દિક પટેલ અને રાહુલ ગાંધી અમદાવાદની તાજ ઉમેદ હોટલમાં મળ્યા હતા અને આ ઘટનાનો વીડિયો પણ બહાર આવ્યો હતો. હાર્દિક પટેલ અને રાહુલ ગાંધીની હોટેલ તાજના રૂમ નંબર 224માં મુલાકાત થઇ હોય તેવું સીસીટીવીમાં જોવા મળ્યું હતું. હાર્દિકે આ મામલે પ્રાઇવસી ભંગ હેઠળ એફઆઇઆર દાખલ કરવાની પણ વાત કરી હતી.

Tags :
AAPBJPCongressgopal italiyaGujaratHardik PatelPoliticsrahul-gandhi
Next Article