Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

GONDAL : શ્રી રામ ગ્રુપના યુવાનો દ્વારા અબોલ પક્ષીઓ માટે પાણીના કુંડા તેમજ માળાનું વિતરણ કરાયું

GONDAL : ઉનાળામાં ગરમીનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. ગરમીના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શેરડીના રસ, સોડા શોપ જેવા ઠંડા પીણાની લારી દુકાનો પર લોકોની લાઇનો જોવા મળતી હોય છે. ત્યારે આ કાળજાળ ગરમીમાં ફક્ત લોકોને જ...
gondal   શ્રી રામ ગ્રુપના યુવાનો દ્વારા અબોલ પક્ષીઓ માટે પાણીના કુંડા તેમજ માળાનું વિતરણ કરાયું

GONDAL : ઉનાળામાં ગરમીનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. ગરમીના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શેરડીના રસ, સોડા શોપ જેવા ઠંડા પીણાની લારી દુકાનો પર લોકોની લાઇનો જોવા મળતી હોય છે. ત્યારે આ કાળજાળ ગરમીમાં ફક્ત લોકોને જ નહિ અબોલ પશુ પક્ષીઓને પણ ગરમીના કારણે ખૂબ તરસ લાગતી હોય છે. ત્યારે આવા અબોલ પક્ષીઓ માટે ગોંડલના ( GONDAL ) શ્રી રામ ગ્રુપે પાણીના કુંડા તેમજ માળાનું ફ્રી વિતરણ કર્યું હતું.

Advertisement

500 કુંડા તેમજ માળાનું વિતરણ કરાયું

દિવસેને દિવસે ચકલી લુપ્ત થતી જાય છે. આ ગરમીના કારણે અનેક અબોલ પક્ષીઓ પાણી ના મળવાથી મૃત્યુ પામ્યા છે. તેથી ગોંડલનાં રામ ગ્રુપ ના યુવાનો દ્વારા 300થી વધુ ચકલીના માળા અને 500 જેટલા પાણીના કુંડાનું ફ્રી વિતરણ કરવામાં આવ્યા હતા.

Advertisement

શ્રી રામ ગ્રુપ 4 વર્ષથી કરે છે સેવાકીય પ્રવૃત્તિ

શ્રી રામ ગ્રુપ છેલ્લા 4 વર્ષથી સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે. આ પહેલા કોવિડના સમયે પણ લીંબુ સરબત અને સૂકો નાસ્તો દર્દીઓને આપવામાં આવ્યો હતો. તાઉતે વાવાઝોડામાં પણ નીચાણવાળા વિસ્તારોમાં ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા. કોઈપણ કુદરતી આફત સમયે શ્રી રામ ગ્રૂપના સભ્યો સેવામાં અગ્રેસર રહે છે.

ગ્રૂપના સભ્યો પોતાની પોકેટ મની બચાવી સેવામાં વાપરે છે

Advertisement

શ્રી રામ ગ્રૂપના સભ્યો 30 થી વધુ સભ્યો કે જે જોબ, બિઝનેશ, કરે છે. તેઓ દર મહિને પોતાની પોકેટ મની માંથી અમુક રકમ બચાવી સેવાકીય પ્રવૃતિઓમાં વાપરે છે.

અહેવાલ : વિશ્વાસ ભોજાણી 

આ પણ વાંચો : DEVGADH BARIYA : જંગલ વિસ્તારમાં વન્યપ્રાણીઓ માટે પીવાના પાણી માટે વનવિભાગ દ્વારા સુવિધા કરાઇ

Tags :
Advertisement

.