Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gondal : લો બોલો! પૈસા પરત માંગતા 4 શખ્સોએ ભેગા થઇ યુવાનને પાઇપથી માર્યો

Gondal : ગોંડલ જેતપુર નેશનલ હાઇવે ચરખડીના પાટીયા પાસે સિક્યુરિટી સુપરવાઇઝર યુવાનને વિરપુર રહેતા 4 શખ્સોએ પાઇપ વડે માર મારતા હોસ્પિટલ ખસેડાયો હતો. હુમલાનો ભોગ બનનાર યુવાને મંડળીમાં ભરેલા પૈસા પરત માંગતા ઘટના બની હતી. બનાવ અંગે તાલુકા પોલીસમાં ફરિયાદ...
gondal   લો બોલો  પૈસા પરત માંગતા 4 શખ્સોએ ભેગા થઇ યુવાનને પાઇપથી માર્યો

Gondal : ગોંડલ જેતપુર નેશનલ હાઇવે ચરખડીના પાટીયા પાસે સિક્યુરિટી સુપરવાઇઝર યુવાનને વિરપુર રહેતા 4 શખ્સોએ પાઇપ વડે માર મારતા હોસ્પિટલ ખસેડાયો હતો. હુમલાનો ભોગ બનનાર યુવાને મંડળીમાં ભરેલા પૈસા પરત માંગતા ઘટના બની હતી.

Advertisement

બનાવ અંગે તાલુકા પોલીસમાં ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગત અનુસાર મુળ માંડણકુંડલાના હાલ કોટડા સાંગાણી રહેતા અને શાપર વેરાવળમાં ગણેશ સિક્યોરિટીમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા કાંતિલાલ મોહનભાઈ રાઠોડ બાઇક પર વિરપુરથી ગોંડલ (Gondal) આવી રહ્યો હતો. ત્યારે બે મોટરસાયકલમાં ધસી આવેલા વિરપુર રહેતા લાલાભાઇ ભરવાડ અને ત્રણ અજાણ્યા શખ્સોએ રોડ પર કાંતિલાલને આંતરીને ગાળો આપી ઝગડો કરી પાઇપ વડે હુમલો કરતા ઇજાગ્રસ્ત કાંતિલાલને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસમાં કાંતિલાલ રાઠોડે ફરિયાદમાં જણાવ્યું કે, લાલાભાઇ ભરવાડ બચત મંડળી ચલાવતા હોય પોતે ભરેલા પૈસા પરત માંગ્યા હતા. પરંતુ લાલાભાઇએ પૈસાને બદલે ચેક આપતા ચેક બેંકમાં નાખતા બાઉન્સ થતા લોધીકા કોર્ટ દ્વારા સમન્સ કઢાયુ હોય તે વિરપુર પોલીસ સ્ટેશને આપવા જતી વેળા વિરપુર હાઇવે પર એક હોટલ પાસે લાલાભાઇને બોલાવ્યા હતા. અને પૈસા અંગે વાતચીત કરી હતી.

ત્યારે લાલાભાઇએ જ્યારે પૈસા થશે ત્યારે આપીશ. તારે કેસ કરવો હોય તો કરજે. મારી ઉપર 10 કેસ થયા છે. અગીયારમો કેસ થાપતો કંઇ ફેર નથી પડતો તેવું કહેતા હું બાઇક લઇ ત્યાંથી નિકળી ગયો હતો. બાદમાં પાછળ આવી ચરખડીના પાટીપા પાસે હુમલો કરી માર માર્યો હતો. તાલુકા પોલીસે કલમ 323, 504, 114, જીપી એકટ 135 તથા એટ્રોસીટી એકટ મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement

અહેવાલ - વિશ્વાસ ભોજાણી

આ પણ વાંચો - Gujarat Weather : રાજ્યમાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસ, હિલ સ્ટેશન જેવો માહોલ

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.