Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal : ખેડૂતે કરી Organic Apple બોરની ખેતી

Gondal : શિયાળાની ઋતુ એટલે લીલાછમ શાકભાજી - મીઠા મધુર ફ્રુટ અને દેશી ગોળની ચીકી આરોગવાની મજ્જા જ કઈ ઓર હોઈ છે અને ખેડૂતો પણ તેમની અપાર મહેનતથી વિવિધ પ્રકારના ફળ ફ્રૂટ તેમજ લીલી શાકભાજી ની માવજત થી ખેતી કરી...
gondal   ખેડૂતે કરી organic apple બોરની ખેતી
Advertisement

Gondal : શિયાળાની ઋતુ એટલે લીલાછમ શાકભાજી - મીઠા મધુર ફ્રુટ અને દેશી ગોળની ચીકી આરોગવાની મજ્જા જ કઈ ઓર હોઈ છે અને ખેડૂતો પણ તેમની અપાર મહેનતથી વિવિધ પ્રકારના ફળ ફ્રૂટ તેમજ લીલી શાકભાજી ની માવજત થી ખેતી કરી કામની કરે છે ત્યારે ગોંડલના એક પ્રગતિશીલ ખેડૂતે ઓર્ગેનિક એપલ બોરની ખેતી કરી લાખોની કમાણી કરી રહ્યા છે.

Advertisement

આજના સમયમાં મિલાવટ કે દવાના છટકાવનો વપરાશ દિવસે ને દિવસે વધતો જાય છે. ટૂંકા સમયમાં જલ્દી કામણી અને ઓછી મહેનતે જાજો નફો કરતા લોકો ક્યાંકને ક્યાંક લોકોના સ્વાથ્ય સાથે પણ ચેડા કરતા હોય છે. જે આવના સમય માં લોકો માટે હાનિકારક સાબિત થાય છે. હાલમાં એપલ બોર - લાલ બોર સહીત ના વિવિધ બોર ની મોસમ પૂર બહાર માં ખીલી ઉઠી છે. એમાંય મકર સંક્રાતિ નો પર્વ નજીક ના દિવસો માં આવી રહ્યો હોઈ લોકો અગાસી કે ધાબે ચડી પતંગો ચગાવતા હોઈ છે. ત્યારે જીંજરા - ચીકી ઉપરાંત બોર ની લહેજત પણ અવશ્ય માનતા હોઈ છે. ત્યારે ગોંડલના પ્રગતિશીલ ખેડૂતે ઓર્ગેનિક પદ્ધતિ થી એપલ બોર ની ખેતી કરી કોઈ પણ જાતના દવા કે મિલાવટ વગર મીઠા મધુર બોટ ની ખેતી કરી છે. અને વર્ષે કરે છે લાખો ની કમાણી. આ બોર ગોંડલ ઉપરાંત રાજકોટ, સુરત સહીત સૌરાષ્ટ્ર ભર ના લોકો સુધી સુધી ખ્યાતિ પ્રાપ્ત છે.

Advertisement

ડાયરેક્ટર વાડી એથી જ લોકો બોર લેવા કરે છે પડાપડી

ગોંડલ તાલુકાના વોરાકોટડા ગામે રહેતા પ્રગતિશીલ ખેડૂત કાંતિભાઈ સખીયા એ જણાવ્યું હતું કે મારી પાસે 15 વીઘા જમીન છે જેમાંથી 7 વીઘા જમીન માં ઑર્ગેનિક બોર ની ખેતી વર્ષોથી કરું છું અને ઉપજ માં આવતા તમામ બોર મેં ક્યારેય હરરાજી માં મુકતો જ નથી લોકો જ અહીં સુધી પોહચી અને બોર લઇ જાય છે.

છેટ મુંબઈ સુધી ઓર્ગેનિક એપલ બોર ની માંગ

ગોંડલ ના કાંતિભાઈ સખીયા એ જણાવ્યું વધુમાં હતું કે જેવી બોરની સીઝન ચાલુ થાય એટલે લોકો બોર લેવા કરે છે પડાપડી અહીંના બોર રાજકોટ -અમદાવાદ - સુરત મુંબઈ સહીત સૌરાષ્ટ્ર ભર માંથી લોકો બોર લઇ જાય છે અહીંના બોર એકવાર ખાધા પછી લોકો બીજે થી બોર લેવાનું ટાળે છે અને અહીં થીજ બોર મેળવવા નો આગ્રહ રાખે છે.

કાન્તીબાપા ના બોર ખુબજ મીઠા હોઈ છે

એપલ બોર ખાવાના શોખીનો અહીંથી બોર લેવા આવે ત્યારે તેમને ચાખવાની પણ જરૂર નથી રહેતી ગોંડલ ના એક ગ્રાહક ગજેરા મિત એ જણાવ્યું હતું કે હું 7 થી 8 વર્ષથી અહીંથી બોર લવ છું અને બલ્ક માં 15 થી 20 કિલો જેટલા બોર અવશ્ય લવ છું અને સાથે મારા સગાવાળા અને જાણીતા ને પણ આ બોર ખવડાવું છું અને દર વર્ષે લોકો તેમને હર્ષભેર યાદ કરી બોર મંગાવે છે.

અહેવાલ - વિશ્વાસ ભોજાણી

આ પણ વાંચો - ગોંડલ તાલુકામાં ઘર કંકાસથી કંટાળી યુવાને ગળાફાંસો ખાધો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

Trending News

.

×