Gondal News : પોલીસમેનને નડ્યો અકસ્માત, ઘટનાસ્થળે જ તોડ્યો દમ
Gondal News : ગોંડલથી ઉમવાડા રોડ પર ગત મોડી રાત્રિએ બાઈક પર જઇ થઈ રહેલા શાપર પોલીસ સ્ટેશન (Shapar police station) માં ફરજ બજાવતા કોન્સ્ટેબલ (constable) ને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લીધા હતા. જેમા તેમને ગંભીર ઇજા (serious injuries) થવાના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત (accident) સર્જી વાહન ચાલક નાશી છુટ્યો હતો. અકસ્માત બાદ 108 એમ્બ્યુલન્સ મારફત કોન્સ્ટેબલ (constable) ના મૃતદેહને સિવિલ હોસ્પિટલ (Civil Hospital) ખસેડાતા ગોંડલ શાપરના પોલીસ અધિકારીઓ (Gondal Shapar police Officers) દોડી આવ્યા હતા. ઘટનાના પગલે પોલીસ બેડામાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.
કોન્સ્ટેબલનું રોડ અકસ્માતમાં મોત
પ્રાપ્ત વિગત અનુસાર મુળ બેટાવડના અને હાલ શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિનોદભાઈ હકુભાઇ લાલકીયા જેમની ઉંમર 39 વર્ષ છે તેઓ ગત મોડી રાતે બાઈક પર ઉમવાડાથી ગોંડલ આવી રહ્યા હતા. ત્યારે રમાનાથધામ નજીક સુવર્ણભુમી રેસીડેન્સી પાસે માતેલાસાંઢની માફક ધસી આવેલા કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા બાઇક સહિત ખરાબ રીતે ફંગોળાયેલા વિનોદભાઈનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટના બાદ તેમનાં મૃતદેહને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. મૃતક વિનોદભાઈ ગોંડલ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. હજુ 15 દિવસ પહેલા તેમની બદલી શાપર પોલીસ સ્ટેશનમાં થઈ હતી.
અંબાણી પરિવારના પ્રી-વેડીંગ બંદોબસ્તથી પરત ફરતા નડ્યો અકસ્માત
વિનોદભાઇ જામનગર ખાતે અંબાણી પરિવારના પ્રી-વેડીંગ પ્રસંગમાં બંદોબસ્તમાં હતા. ગત સાંજે બંદોબસ્ત પુરો કરી તેઓ પરત ફર્યા હતા. ઉમવાડા લગ્ન પ્રસંગમાંથી પરત ફરતી વેળાએ રાત્રિના સમયે અકસ્માત સર્જાયો હતો. વિનોદભાઈ પરણીત હતા. સંતાનમાં એક પુત્ર હોવાનું અને હાલ ગોંડલ પોલીસ ક્વાર્ટરમાં પરિવાર સાથે રહેતા હોવાનું જાણવા મળેલ હતું. ઘટનાની જાણ થતા એ ડીવીઝન PI.ડામોર, બી ડિવિઝન PI ગોસાઇ, શાપર PSI ગોહીલ સહિત પોલીસ કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો. ઘટનાના પગલે પોલીસ બેડુ શોકમગ્ન બન્યું હતું.
અહેવાલ - વિશ્વાસ ભોજાણી
આ પણ વાંચો - Road Accident : નારોલમાં AMCના ડમ્પરે સર્જ્યો અકસ્માત,અકસ્માતમાં બાઈક ચાલકનું મોત
આ પણ વાંચો - Vadodara Accident: અકસ્માતમાં એક જ પરિવારના 5 સભ્યોના મોત, 4 વર્ષની બાળકીનો ચમત્કારીક બચાવ
આ પણ વાંચો - Lasya Nandita: BRS ના ધારાસભ્ય લસ્યા નંદિતાને નડ્યો અકસ્માત, સારવાર દરમિયાન થયું મોત