Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gondal:અતિવૃષ્ટિનો ભોગ બનેલા નિરાધાર પરિવારોની વ્હારે આવ્યા ધારાસભ્ય ગીતાબા જાડેજા

ગોંડલમાં વરસાદના પગલે જનજીવન ખોરવાયું નીચાણ વાળા વિસ્તારોમાં પાણી પાણી નિરાધાર પરિવારોની વ્હારે આવ્યા ધારાસભ્ય ગીતાબા જાડેજા Gondal:હવામાન વિભાગ (Meteorological Department) ની અતિ ભારે વરસાદ (Heavy rain) ની આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં સતત પડી રહેલા વરસાદને લઈને જળ...
gondal અતિવૃષ્ટિનો ભોગ બનેલા નિરાધાર પરિવારોની વ્હારે આવ્યા ધારાસભ્ય ગીતાબા જાડેજા
  • ગોંડલમાં વરસાદના પગલે જનજીવન ખોરવાયું
  • નીચાણ વાળા વિસ્તારોમાં પાણી પાણી
  • નિરાધાર પરિવારોની વ્હારે આવ્યા ધારાસભ્ય ગીતાબા જાડેજા

Gondal:હવામાન વિભાગ (Meteorological Department) ની અતિ ભારે વરસાદ (Heavy rain) ની આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં સતત પડી રહેલા વરસાદને લઈને જળ બંબાકાર બન્યા છે.આકાશમાંથી વરસેલ આફતને લઈને ઘણા નીચાણ વાળા વિસ્તારોમાં રહેતા ગરીબ પરિવારોના મકાનોમાં પાણી ઘૂસી જવા પામ્યા છે. સાવચેતીના ભાગ રૂપે નીચાણવાળા વિસ્તારમાં ધારાસભ્ય ગીતાબા જાડેજા (MLA Geetaba Jadeja) નગરપાલિકા પ્રમુખ મનીષભાઈ ચનીયારા, કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા, મનસુખભાઈ સખીયા તેમજ ટીમ ગણેશ દ્વારા વહીવટી તંત્ર (administrative system)ને સાથે રાખી લોકોને સમજાવી સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા હતા.

Advertisement

નીચાણવાળા વિસ્તારમાં રહેતા 900 લોકોનું સ્થળાંતર કરાયું

ગોંડલ (Gondal)શહેર અને પંથકમાં સતત ચાર થી પાંચ દિવસ પડી રહેલા વરસાદ અને ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે ગોંડલ શહેરનું જીવાદોરી સમાન વેરી તળાવ ઓવરફ્લો થયો હતો. વેરી તળાવ ઓવરફ્લો(Very lake overflow) થતા નીચે આવેલા આશાપુરા ડેમ, સેતુબંધ ડેમ, ગોંડલી નદીમાં ઘોડાપુર આવ્યું હતું અને ગોંડલી નદી કાંઠે નીચાણવાળા વિસ્તારમાં રહેતા પરિવારો અને હાઇવે પર આવેલ ઝૂંપડપટ્ટીમાં રહેતા પરિવારો મળી આશરે 900 લોકોનું ગોંડલ બાલાશ્રમ, શાળા નં - 5 અને આશાપુરા કોમ્યુનિટી હોલમાં સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.

Advertisement

આ પણ  વાંચો -પોરબંદર-સોમનાથ હાઈવે છેલ્લા 36 કલાકથી પાણીમાં ગરકાવ

અતિવૃષ્ટિને લઈને નિરાધાર બનેલ પરિવારની વ્હારે આવ્યા ધારાસભ્ય

ગોંડલ (Gondal)શહેર તેમજ પંથકમાં કોઈપણ આફત હોય જેમકે વાવાઝોડું, વરસાદ જેવી કુદરતી આફતોમાં સલામત સ્થળે સ્થળાંતર કરેલા પરિવારની સાથે હરહંમેશ ધારાસભ્ય પરિવાર સાથે રહ્યો છે. ત્યારે છેલ્લા ચાર પાંચ દિવસથી પડી રહેલા વરસાદને લઇને નીચાણવાળા વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારોના ઘર અને ઝૂંપડામાં પાણી ઘુસી જતા આફતમાં મુકાઈ જતા નિરાધાર બનેલા પરિવારોની વ્હારે ધારાસભ્ય ગીતાબા જાડેજા આવ્યા હતા અને સ્થળાંતર કરેલ પરિવારોની રહેવા તથા જમવાની તમામ વ્યવસ્થા પુરી પાડવામાં આવી હતી.

Advertisement

આ પણ  વાંચો -Ahmedabad : જન્માષ્ટમીના પાવન દીવસે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયુ અંગદાન

ધારાસભ્યએ રાહત રસોડાની મુલાકાત લીધી

ગોંડલ(Gondal)ધારાસભ્ય ગીતાબા જાડેજા અને સમગ્ર ટીમ આજરોજ બાલાશ્રમ ખાતે સ્થળાંતર કરેલા પરિવારો તેમજ રસોડાની મુલાકાત લીધી હતી. ત્યારે ધારાસભ્ય એ તેમના હાથે રસોઈ બનાવી હતી. અને તેમની સમગ્ર ટીમને સાથે રાખી તેમના હાથે લોકોને જમવાનું પીરસીને જમાડ્યા હતા.

અહેવાલ -વિશ્વાસ ભોજાણી -ગોંડલ 

Tags :
Advertisement

.