Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gondal Marketing Yard : ઘઉંની સિઝનની સૌથી વધુ આવક નોંધાઈ, જગ્યાના અભાવે...

Gondal Marketing Yard : સૌરાષ્ટ્ર અને ગુજરાત (Saurashtra and Gujarat) નું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સિઝન પ્રમાણે વિવિધ જણસીની આવકથી ઉભરાતું હોય છે. ત્યારે આજરોજ માર્કેટિંગ યાર્ડ (Marketing Yard) માં ઘઉં ની આવક કરતા ઘઉંની બમ્પર અવક થવા...
gondal marketing yard   ઘઉંની સિઝનની સૌથી વધુ આવક નોંધાઈ  જગ્યાના અભાવે

Gondal Marketing Yard : સૌરાષ્ટ્ર અને ગુજરાત (Saurashtra and Gujarat) નું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સિઝન પ્રમાણે વિવિધ જણસીની આવકથી ઉભરાતું હોય છે. ત્યારે આજરોજ માર્કેટિંગ યાર્ડ (Marketing Yard) માં ઘઉં ની આવક કરતા ઘઉંની બમ્પર અવક થવા પામી હતી. માર્કેટિંગ યાર્ડમાં આજે ઘઉંની 45 થી 50 હજાર ગુણી ઘઉંની આવક જોવા મળી હતી. ઘઉંની હરાજી (wheat auction) માં 20 કિલોના ભાવ રૂપિયા 450/- થી લઈને 751/- સુધીના બોલાયા હતા.

Advertisement

Gondal Marketing Yard

યાર્ડ બહાર વાહનોની લાંબી કતાર લાગી

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની આવક ની જાહેરાત કરાતા યાર્ડની બહાર બન્ને બાજુ ઘઉં ભરેલા 700 થી પણ વધુ વાહનો ની 3 થી 4 કી.મી. લાંબી વાહનો ની કતાર લાગી જવા પામી હતી. ઘઉંની અઢળક આવક સાથે અન્ય જણસીઓની આવક શરૂ કરાતા માર્કેટિંગ યાર્ડનું મેદાન ટૂંકું પડ્યું હતું. અને જગ્યા અભાવે ઘઉંની આવક યાર્ડ ના સત્તાધીશો દ્વારા આવક ને લઈને જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી ઘઉંની આવક સદતર બંધ કરવામાં આવી હતી.

Advertisement

Gondal Marketing Yard

સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો યાર્ડમાં આવતા હોય છે

યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા એ જણાવ્યું હતું કે આજરોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની આવક કરવામાં આવી હતી અને જે રીતે સૌરાષ્ટ્રના ખેડૂતોને ગોંડલ માર્કેટિંગ યાર્ડ પર ભરોસો છે એની પાછળનું મૂળ કારણ એ છે કે ખેડૂતે મહા મહેનતે પકવેલા પાક નો ભાવ અહીં સારો મળે છે. અને સારો ભાવ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં એટલા માટે આવે છે કે અહીં સમગ્ર ભારતભર માંથી મોટી મોટી ફૂડ કંપનીઓને અહીં વેપાર માટે બોલવામાં આવે છે. અમારો આશય એકમાત્ર એ છે કે ખેડૂતો એ પકાવેલ પોતાના માલનો પૂરતો ભાવ મળી રહે અને ખેડૂતો અહીં થી હસતા હસતા મોઠે પરત ફરે એજ અમારા માટે આનંદ ની વાત હોય છે. ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રાજકોટ, જૂનાગઢ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી, પોરબંદર સહિતના જીલ્લાઓ માંથી ખેડૂતો પોતાની જણસી વેહચવા અહીં ગોંડલ માર્કેટિંગ યાર્ડ ને પ્રથમ પસંદગી આપતા હોય છે.

Advertisement

અહેવાલ - વિશ્વાસ ભોજાણી

આ પણ વાંચો - ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની પુષ્કળ આવક નોંધાઈ, જગ્યાના અભાવે હાલ પૂરતી આવક બંધ કરવામાં આવી

આ પણ વાંચો - Gondal Market Yard : ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલઘુમ મરચાની આવક શરૂ

આ પણ વાંચો - ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી અને લસણની મબલખ આવક નોંધાઈ

Tags :
Advertisement

.