ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની પુષ્કળ આવક નોંધાઈ, જગ્યાના અભાવે હાલ પૂરતી આવક બંધ કરવામાં આવી

Gondal marketing yard : સૌરાષ્ટ્ર અને ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સિઝન પ્રમાણે વિવિધ જણસીની આવકથી ઉભરાતું હોય છે. ત્યારે આજરોજ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની આવક કરતા 15 થી 20 હજાર ગુણી ઘઉંની આવક જોવા મળી હતી. ઘઉંની હરાજીમાં...
03:27 PM Feb 27, 2024 IST | Hardik Shah

Gondal marketing yard : સૌરાષ્ટ્ર અને ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સિઝન પ્રમાણે વિવિધ જણસીની આવકથી ઉભરાતું હોય છે. ત્યારે આજરોજ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની આવક કરતા 15 થી 20 હજાર ગુણી ઘઉંની આવક જોવા મળી હતી. ઘઉંની હરાજીમાં 20 કિલોના ભાવ રૂપિયા 400/- થી લઈને 650/- સુધીના બોલાયા હતા.

યાર્ડ બહાર વાહનો ની લાંબી કતાર લાગી

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની આવક ની જાહેરાત કરાતા યાર્ડની બહાર બન્ને બાજુ ઘઉં ભરેલા વાહનો ની 3 થી 4 કી.મી. લાંબી વાહનો ની કતાર લાગી જવા પામી હતી. ઘઉંની અઢળક આવક સાથે અન્ય જણસીઓની આવક શરૂ કરાતા માર્કેટિંગ યાર્ડનું મેદાન ટૂંકું પડ્યું હતું. અને જગ્યા અભાવે ઘઉંની આવક યાર્ડ ના સત્તાધીશો દ્વારા આવક ને લઈને જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી ઘઉંની આવક સદતર બંધ કરવામાં આવી હતી.

સમગ્ર સૌરાષ્ટ્ર માંથી ખેડૂતો યાર્ડમાં આવતા હોય છે

યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા એ જણાવ્યું હતું કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીઓની વિપુલ પ્રમાણ આવક થતી હોય છે. તેનું એક માત્ર કારણ એ છે કે ખેડૂતો ને પોતાની જણસીનો પૂરતો ભાવ અહીં મળી રહે છે. હાલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની દરરોજ 15 થી 20 હજાર ગુણી આવક થાય છે. અને આગામી દિવસો માં ઘઉંની આવક માં વધારો નોંધાશે. ત્યારે રાજકોટ, જૂનાગઢ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી, પોરબંદર સહિતના જીલ્લાઓ માંથી ખેડૂતો પોતાની જણસી વેહચવા અહીં ગોંડલ માર્કેટિંગ યાર્ડ ને પ્રથમ પસંદગી આપતા હોય છે.

અહેવાલ - વિશ્વાસ ભોજાણી

આ પણ વાંચો - Gujarat Vidhan Sabha : ગીરનો વધ્યો ક્રેઝ, પ્રવાસીઓ માટે ગીર અભ્યારણ્ય બન્યું હોટ ફેવરિટ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
GondalGondal marketing yardgondal newsGujaratGujarat FirstGujarat NewsGujarati Newssufficient income was stopped
Next Article