Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gondal Market Yard માં મરચાની મબલખ આવક, તેમ છતા...

ગુજરાતના નંબર વન ગણાતા Gondal Market Yard માં લાલ ચટાકેદાર મરચાની અઢળક આવક થઈ છે. આ સાથે મરચાના ગગડતા બજાર અને ટ્રકોની હડતાલ વચ્ચે માર્કેટ યાર્ડમાં મરચાની હરાજી બંધ થવા પામી છે. ગોંડલમાં મરચાનું વ્યાપક પ્રમાણમાં વાવેતર ગોંડલ પંથકમાં મરચાનું...
09:30 PM Jan 01, 2024 IST | Hardik Shah

ગુજરાતના નંબર વન ગણાતા Gondal Market Yard માં લાલ ચટાકેદાર મરચાની અઢળક આવક થઈ છે. આ સાથે મરચાના ગગડતા બજાર અને ટ્રકોની હડતાલ વચ્ચે માર્કેટ યાર્ડમાં મરચાની હરાજી બંધ થવા પામી છે.

ગોંડલમાં મરચાનું વ્યાપક પ્રમાણમાં વાવેતર

ગોંડલ પંથકમાં મરચાનું આ વખતે વ્યાપક પ્રમાણમાં વાવેતર જોવા મળ્યું છે. આ સાથે ગોંડલ માર્કેટ યાર્ડમાં છેલ્લા ઘણા સમયથી મરચાની આવક શરૂ થવા પામી છે. માર્કેટ યાર્ડ સતાધીશો દ્વારા યાર્ડમાં વ્યવસ્થાના ભાગરૂપે રજીસ્ટેશન પ્રથા શરૂ કરવામાં આવી હતી, પરંતું ખેડૂતોની રજીસ્ટ્રેશન પ્રથા નાબૂદ કરવાની માંગને લઈને રજિસ્ટ્રેશન પ્રથા નાબૂદી સાથે ગત શનિવારના રોજ મરચાની આવકનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

મરચાનું ગ્રાઉન્ડ ટુંકું પડ્યું

માર્કેટ યાર્ડમાં મરચાની આવકનો પ્રારંભ થાય તે પહેલા જ Gondal Market Yard બહાર બંને બાજુ આશરે મરચા ભરેલા 2000 વાહનો સાથે 6 થી7 કિ.મી. લાંબી લાઈનો જોવા મળી હતી. અને ગોંડલ માર્કેટ યાર્ડમાં એક દિવસમાં સિઝનના મરચાની સૌથી વધુ મરચાની એક લાખ ભારીની આવક થવા પામી હતી. મરચાની અઢળક આવકને કારણે માર્કેટ યાર્ડ મરચાની ઉભરાઈ જવા પામ્યું હતું. આ સાથે મરચાનું ગ્રાઉન્ડ ટુંકું પડ્યું હતુ.

મરચાની હરાજી બંધ

ગોંડલ માર્કેટ યાર્ડમાં સિઝનના સૌથી વધુ મરચાની એક લાખ ભારીની આવક જોવા મળી છે. ત્યારે ટ્રક ડ્રાઈવરોની હડતાલ વચ્ચે મરચાની હરાજી બંધ રાખવામાં આવી હતી. પરંતું શનિવારના રોજ હરાજીમાં મરચાના 20 કિલોના ભાવ રૂપિયા 1000/- થી લઈને 4300/- સુધીના બોલાયા હતા.

ડિસેમ્બરના અંતમાં મરચાની 70,000/- ભારીની આવક

મરચાના વાવેતરનો વ્યાપ વધ્યાના સાથે ગોંડલ પંથકમાં મરચાનું ઉત્પાદન બમ્પર જોવા મળ્યું છે. ત્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચાની અઢળક આવક વચ્ચે મરચાના બજાર ભાવ ઉપર નજર કરીએ તો મરચાના ભાવમાં એક જ સપ્તાહમાં રૂપિયા 800/- નું ગાબડુ પડ્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે. ગત વર્ષની સરખામણીમાં ગોંડલ માર્કેટ યાર્ડમાં ડિસેમ્બરના અંતમાં મરચાની 70,000/- ભારીની આવક જોવા મળી હતી. અને મરચાનો ભાવ રૂપિયા 5000/- સુધીનો બોલાતો હતો.

મરચાની બજારમાં મંદીનો માહોલ

આ વર્ષે તેમના કરતા યાર્ડમાં મરચાની વધુ આવક જોવા મળી રહી અને ખેડૂતોને મરચાના ઓછા ભાવ મળી રહ્યા છે. વેપારી અને માર્કેટ યાર્ડ સતાધીશોના જણાવ્યા મુજબ મરચાની બજાર ગબડી જવા પાછળનું કારણ અન્ય રાજ્યોમાં મરચાની માંગ ઓછી હોવાને કારણે મરચાની બજારમાં મંદીનો માહોલ હોવાનું મનાઈ રહ્યું છે. આ સાથે જ મરચા પકવતા ખેડૂતોને મરચાના ભાવમાં નુકશાની ભોગવવાની નોબત આવી છે.

અહેવાલ - વિશ્વાસ ભોજાણી

આ પણ વાંચો - GONDAL : અનઅધિકૃત બાંધકામને તોડી પાડવા ગોંડલ કોર્ટ દ્વારા હુકમ કરાયો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
bustling marketcrop of chilliesGondal Market YardGondal Market Yard Newsgondal newsGujaratGujarat FirstGujarat News
Next Article