Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

GONDAL : વીજશોકથી મોત મામલે PGVCLને જવાબદાર ઠેરવતી કોર્ટ, વળતર ચૂકવવા હુકમ

GONDAL : ગોંડલ (GONDAL) ના કોટડા સાંગાણીના રામોદ ગામે ઘેટા બકરા ચરાવતા યુવકનું વીજ વાયરને અડી જવાથી મોત નીપજયુ હોવાની ઘટનામાં અદાલતે પીજીવીસીએલ (PGVCL) ને જવાબદાર ઠેરવી મૃતક યુવકના પરિવારને રૂ. 4 લાખ 9 ટકાના વ્યાજ સાથે ચૂકવવા હુકમ કર્યો...
gondal   વીજશોકથી મોત મામલે pgvclને જવાબદાર ઠેરવતી કોર્ટ  વળતર ચૂકવવા હુકમ

GONDAL : ગોંડલ (GONDAL) ના કોટડા સાંગાણીના રામોદ ગામે ઘેટા બકરા ચરાવતા યુવકનું વીજ વાયરને અડી જવાથી મોત નીપજયુ હોવાની ઘટનામાં અદાલતે પીજીવીસીએલ (PGVCL) ને જવાબદાર ઠેરવી મૃતક યુવકના પરિવારને રૂ. 4 લાખ 9 ટકાના વ્યાજ સાથે ચૂકવવા હુકમ કર્યો છે.

Advertisement

કબ્રસ્તાનમાંથી પસાર થતી ઈલેક્ટ્રીક લાઈનના તૂટી

આ કેસની હકીકત મુજબ કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામે રહેતા લાલજીભાઈ દેવશીભાઈ ભરવાડ નામનો 18 વર્ષનો યુવાન તા.26/7/2007 ના રોજ ઘેટા બકરા ચરાવવા ગયો હતો ત્યારે રામોદ ગામમાં આવેલ કબ્રસ્તાનમાંથી પસાર થતી ઈલેક્ટ્રીક લાઈનના તૂટી ગયેલા વાયરોમાં યુવકનો હાથ અડી જતા વીજશોક લાગવાથી મોત નીપજ્યું હતું.

એડવોકેટ ફિરોઝ શેખ દ્વારા કરવામાં આવેલી દલીલો કરાઇ

મૃત્યુ પામેલ દીકરાને ન્યાય અપાવવા પિતાએ ગોંડલ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જે કેસ ગોંડલ કોર્ટમાંથી જે તે સમયે હુકુમત બદલી જતા કોટડા સાંગાણી કોર્ટમાં ટ્રાન્સફર થયો હતો. જે કેસ કોટડા સાંગાણી કોર્ટમાં ચાલવા ઉપર આવતા બંને પક્ષના વકીલની રજૂઆત બાદ ફરિયાદી દેવશીભાઈ ભરવાડને નિશુલ્ક ન્યાય અપાવવા હાજર રહેલા એડવોકેટ ફિરોઝ શેખ દ્વારા કરવામાં આવેલી દલીલો અને રજૂ રાખેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓને ધ્યાને લઇ અદાલતે મૃતક યુવકના પરિવારને રૂૂ.4 લાખ 9 ટકાના વ્યાજ સાથે વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો છે. આ કેસમાં મૃતક યુવકના પરિવારને એડવોકેટ ફિરોઝ શેખે નિશુલ્ક કેસ લડી વળતર અપાવી ન્યાય અપાવ્યો છે.

Advertisement

અહેવાલ - વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો -- Gandhinagar : BJP નાં ધારાસભ્ય સામે આખરે નોંધાયો ગુનો, HC નાં આદેશ બાદ મોટી કાર્યવાહી!

Advertisement

Tags :
Advertisement

.