ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

GONDAL : BAPSના પ્રમુખ મહંતસ્વામી મહારાજનું 13 ઓક્ટોબરથી શ્રીઅક્ષરમંદીરમાં આગમન

GONDAL : તા.૧૩/૯/૨૦૨૪, રવિવારે સાંજે, બોચાસણવાસી શ્રીઅક્ષર-પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થાના (BAPS) સુત્રધાર પ્રકટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ (Mahant Swami Maharaj) નું સોરઠના પ્રવેશ દ્વાર ગોંડલમાં પાવનકારી આગમન થશે. 23 દિવસ સુધી શ્રીઅક્ષર મંદિરમાં બિરાજી દિવ્ય સત્સંગલાભ આપશે શ્રી સ્વામિનારાયણ ભગવાનના પદ પંકજથી...
06:41 PM Oct 05, 2024 IST | PARTH PANDYA

GONDAL : તા.૧૩/૯/૨૦૨૪, રવિવારે સાંજે, બોચાસણવાસી શ્રીઅક્ષર-પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થાના (BAPS) સુત્રધાર પ્રકટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ (Mahant Swami Maharaj) નું સોરઠના પ્રવેશ દ્વાર ગોંડલમાં પાવનકારી આગમન થશે.

23 દિવસ સુધી શ્રીઅક્ષર મંદિરમાં બિરાજી દિવ્ય સત્સંગલાભ આપશે

શ્રી સ્વામિનારાયણ ભગવાનના પદ પંકજથી પુનિત થયેલા, સાક્ષાત સ્થાન શ્રીઅક્ષરતીર્થ,ગોંડલના આંગણે, સમગ્ર વિશ્વમાં સનાતન હિંદુ ધર્મનો ધ્વજ લહેરાવનાર ગુણવંત ગુણાતીત સંત પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ 23 દિવસ સુધી શ્રીઅક્ષર મંદિરમાં બિરાજી દિવ્ય સત્સંગલાભ આપશે.

શુક્રવારે ભાગવતી દીક્ષા નવયુવાનો ગ્રહણ કરશે

તા.16/10/2024ના રોજ શરદપૂનમે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનો 240મો જન્મોત્સવ, સાંજે 07 થી 10 વાગ્યા દરમ્યાન અતિ ભવ્યતાથી ઉજવાશે. તા.23 અને તા.25ના રોજ સવારે 9 વાગ્યે દીક્ષા મહોત્સવ યોજાશે. જેમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના હસ્તે, બુધવારે પાર્ષદી દીક્ષા અને શુક્રવારે ભાગવતી દીક્ષા નવયુવાનો ગ્રહણ કરશે.

નૂતનવર્ષના પવિત્ર દિને અન્નકૂટ દર્શનનો લાભ

તા.29/10/2024 મંગળવાર, ધનતેરશના શુભ દિવસે વિશ્વશાંતિ મહાયાગ, બ્રાહ્મ મુહૂર્તમાં વહેલી સવારે 4 થી 8 વાગ્યા દરમ્યાન પવિત્ર ગોંડલી નદીના કિનારે શ્રીઅક્ષરઘાટ પર યોજાશે. તા.31,ગુરુવારને દીપોત્સવી દીને ચોપડા પૂજન નિમિત્તે મહાપુજા સાંજે 04:30 વાગ્યે શરૂ થશે. અને તા.02/11/2024 શનિવાર, નૂતનવર્ષના પવિત્ર દિને અન્નકૂટ દર્શનનો લાભ સવારે 9 થી સાંજે 7 વાગ્યા સુધી પ્રાપ્ત થશે.

પારાયણમાં પૂ.સંતોના મુખે કથામૃતનો લાભ પ્રાપ્ત થશે

આ ઉપરાંત તા.13 ઓક્ટોબરથી 04 નવેમ્બર દરમ્યાન, યોગી સભામંડપમ્ ખાતે સવારે ૬ વાગ્યે સ્વામીશ્રીના પ્રાત:પૂજા દર્શન,આશીર્વચન અને સાંજે 6 વાગ્યે પારાયણમાં પૂ.સંતોના મુખે કથામૃતનો લાભ પ્રાપ્ત થશે.

કોઠારી પૂ.દિવ્યપુરુષ સ્વામીએ હાર્દિક નિમંત્રણ પાઠવ્યું

પરમ સાધુતા અને દિવ્યતાની મૂર્તિ સમાન પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દર્શનાર્થે અને સત્સંગનો લાભ પ્રાપ્ત કરવા સર્વે ભક્ત જનોને શ્રીઅક્ષર મંદિરના કોઠારી પૂ.દિવ્યપુરુષ સ્વામીએ હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે.

અહેવાલ - વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો -- Gondal: પ્રાચીન સંસ્કૃતિ અને સંસ્કારની સાથે આધુનિકતાનો સમન્વય, ગંગોત્રી અર્વાચીન ગરબીનો પ્રારંભ

Tags :
akshararriveBAPSGondalinmahantMaharajppswamitempleto
Next Article