Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઉત્તર પ્રદેશમાં મુસ્લિમ મહિલાઓને રેપની ધમકી આપનાર મહંત બજરંગ મુનિની ઝરપકડ

ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લામાં મુસ્લિમ મહિલાઓને રેપની ધમકી આપનાર મહંત બજરંગ મુનીની ઉત્તર પ્રદેશમાંથી ધરપકડ કરવામાં આવી છે. યુપી પોલીસે સીતાપુરમાં મહંતની ધરપકડ કરી છે. યુપી પોલીસે છ દિવસ બાદ આ અંગે એફઆઈઆર નોંધી હતી. મહંતના નફરતભર્યા ભાષણના વાયરલ વિડીયો પર લોકોની નારાજગી બાદ આ FIR નોંધવામાં આવી છે. રાષ્ટ્રીય મહિલા આયોગે પણ આ ભાષણની નોંધ લીધી હતી. આયોગના અધ્યક્ષ રેખા શર્માએ ઉત્ત
ઉત્તર પ્રદેશમાં મુસ્લિમ મહિલાઓને રેપની ધમકી આપનાર મહંત બજરંગ મુનિની ઝરપકડ
ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લામાં મુસ્લિમ મહિલાઓને રેપની ધમકી આપનાર મહંત બજરંગ મુનીની ઉત્તર પ્રદેશમાંથી ધરપકડ કરવામાં આવી છે. યુપી પોલીસે સીતાપુરમાં મહંતની ધરપકડ કરી છે. યુપી પોલીસે છ દિવસ બાદ આ અંગે એફઆઈઆર નોંધી હતી. મહંતના નફરતભર્યા ભાષણના વાયરલ વિડીયો પર લોકોની નારાજગી બાદ આ FIR નોંધવામાં આવી છે. રાષ્ટ્રીય મહિલા આયોગે પણ આ ભાષણની નોંધ લીધી હતી. આયોગના અધ્યક્ષ રેખા શર્માએ ઉત્તર પ્રદેશના પોલીસ મહાનિદેશકને પત્ર લખીને આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરવા અને મહંત વિરુદ્ધ એફઆઈઆર નોંધવા જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે યુપીના સીતાપુરમાં મહંત દ્વારા આપવામાં આવેલા નફરતભર્યા ભાષણનો એક વિડીયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વિડીયોમાં મહંતે સીતાપુર જિલ્લામાં એક મસ્જિદની બહાર એક સભાને સંબોધિત કરતી વખતે મુસ્લિમ મહિલાઓનું અપહરણ કરીને રેપ આપવાની ધમકી આપી રહ્યો હતો. વિડીયોમાં એવું કહેતો સંભાઇ રહ્યો હતો કે જો કોઈ મુસ્લિમ કોઈ છોકરીને હેરાન કરશે તો તે મુસ્લિમ મહિલાઓનું અપહરણ કરશે અને જાહેરમાં રેપ કરશે. આ વિડીયોમાં બેકગ્રાઉન્ડમાં એક પોલીસકર્મી પણ દેખાતો હતો.

કેસ નોંધાતાની સાથે જ માફી માંગી હતી
વિવાદાસ્પદ નિવેદન કરવા બદલ કેસ નોંધાતાની સાથે જ મહંત બજરંગ મુનિએ પોતાના નિવેદન બદલ માફી માંગી હતી. મહંતે માફી માંગતો વિડીયો પણ જાહેર કર્યો છે. તેણે કહ્યું હતું કે જો મારા કોઈ શબ્દોથી તેમને દુઃખ થયું હોય તો હું તમામ માતાઓ અને બહેનોની માફી માંગુ છું. હું દરેક સ્ત્રી જાતિનું સન્માન કરું છું.
સીઓને તપાસ સોંપવામાં આવી હતી
વિડીયો વાયરલ થયા બાદ સીતાપુર પોલીસ વતી કહેવામાં આવ્યું કે આ મામલામાં  તપાસ અને જરૂરી કાર્યવાહી માટે નિર્દેશ આપવામાં આવ્યો છે.પોલીસે કહ્યું કે ખૈરાબાદ પોલીસ સ્ટેશનમાં સંબંધિત વિરુદ્ધ નિયમો અનુસાર યોગ્ય કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. ઉપલબ્ધ પુરાવાના આધારે કાર્યવાહી કરવામાં આવશે.
Advertisement
Tags :
Advertisement

.